કીર્તન મુક્તાવલી

2-1262: નેણલાં ઠરે ને હૈડે ટાઢક વળે

નેણલાં ઠરે ને હૈડે ટાઢક વળે

વનમાળીદાસ

નેણલાં ઠરે ને હૈડે ટાઢક વળે,

નારાયણસ્વરૂપ નીરખી નેણલાં ઠરે. નારાયણસ્વરૂપ. ધ્રુવ

સભામાંહીં શોભે કેવા, પૂનમ તણા ચંદ્ર જેવા;

અંગમાંથી શીતળ તેજનાં, કિરણો સરે નારાયણસ્વરૂપ. ૧

મુખની લાવણતા મીઠી, મૂર્તિ અલૌકિક દીઠી;

હસતા મુખેથી જાણે, મોતીડાં ઝરે. નારાયણસ્વરૂપ. ૨

દિવ્ય ચપળ આંખલડી, વરસે અમી વાદલડી,

કૃપાની દૃષ્ટિથી જીવો, અનેક તરે. નારાયણસ્વરૂપ. ૩

ચાલે ઉતાવળે એવા, દર્શનનું સુખ દેવા,

લાખો મુમુક્ષુ જેની પાછળ ફરે. નારાયણસ્વરૂપ. ૪

વનમાળીદાસ કહે, શ્રીજી ઉરમાંહી રહે,

પ્રગટ પ્રભુ તણી લીલા, સાંભર્યા કરે. નારાયણસ્વરૂપ. ૫

Note: Streaming kirtan videos will incur data usage. This website is not responsible if you go over your data usage and are charged by your provider. Ensure you are streaming on Wi-Fi if you have a limited data plan.

Kirtans
SQLSTATE[HY000] [1203] User anirdesh_dbuser already has more than 'max_user_connections' active connections