કીર્તન મુક્તાવલી
2-1250: મહિમા જેનો વેદ વખાણે
મહિમા જેનો વેદ વખાણે
વનમાળીદાસ
મહિમા જેનો વેદ વખાણે,
ગુણ વખાણે ગીતા, અવિરત વહેતી સંતસરિતા... ટેક
સૂકાં હૈયાં થાય હરિયાળાં, નંદનવન સમ લીલાં,
પોતે કષ્ટો સહી હંમેશાં, વહ્યા કરે પરહિતા;
અવિરત વહેતી સંતસરિતા... ૧
માયામાં ખરડાયેલ જીવો, શુદ્ધ કરતી જનેતા,
જન્મોજનમનાં તરસ્યાં પ્રાણી, તૃપ્ત થાય જળ પીતાં;
અવિરત વહેતી સંતસરિતા... ૨
જીવનપંથે અટવાયેલાં અનેક જીવન-ઝરણાં,
જીવનસાથી બની હંમેશાં વેગે કરતી વહેતાં;
અવિરત વહેતી સંતસરિતા... ૩
પ્રમુખસ્વામીના મહિમા કેરો પાર ન આવે કહેતાં,
વનમાળી ગુરુહરિનાં ચરણે, ગુણની ગૂંથે કવિતા;
અવિરત વહેતી સંતસરિતા.... ૪
Popular Views
3. ઓ મનમાળી છો સુખકારી આપ ગુરુહરિ મહંત સ્વામી
4. શાસ્ત્રી મહારાજનો સંગ ભાઈ મને ભાગ્યે મળ્યો છે
5. ઘડી ના વિસારું તને પલ પલ સંભારું
6. વિચર્યા અપરંપાર અમોને કરવા સુખિયા
7. કેમ રે ભુલાય હો કેમ રે ભુલાય
8. ભાગ્ય જાગ્યા મારા ભાગ્ય જાગ્યા
10. મુને મહંતસ્વામીની લગની લાગી
11. તમારી પાંખમાં સ્વામી અમે તો મસ્ત થૈ બેઠા
12. રાજી રહો ને સ્વામી જીવન હું આપની
13. એક ટાંકણું ખમ્યો ને મને ચહેરો મળ્યો
Note: Streaming kirtan videos will incur data usage. This website is not responsible if you go over your data usage and are charged by your provider. Ensure you are streaming on Wi-Fi if you have a limited data plan.