કીર્તન મુક્તાવલી
2-1244: એવા પ્રમુખસ્વામી મહારાજ મુજને વાલા રે
એવા પ્રમુખસ્વામી મહારાજ મુજને વાલા રે
વનમાળીદાસ
દોહો
પાપ પ્રજાળે પૂર્વનાં, લેખ પર મારે મેખ,
ધન્ય આ નારાયણસ્વરૂપને, ધન્ય એનો ભગવો વેશ…
છંદ
ધન્ય ધન્ય તવ દર્શન સ્પર્શન, ધન્ય મૂર્તિ પાવનકારી,
ધન્ય ધન્ય જેથી અમ જીવન, ધન્ય સંગ તવ સુખકારી;
ધન્ય ધન્ય તવ હેતલ કરુણા, જાણે મળિયા અવતારી,
ધન્ય ધન્ય ગુરુ પ્રમુખસ્વામી, વાર વાર જઈએ વારી...
એવા પ્રમુખસ્વામી મહારાજ મુજને વા’લા રે,
કેમ વિસરું અંતરમાંય નૌતમ ન્યારા રે… ટેક
ભેટ્યા ભગવે વેશે ભગવાન મુજને વા’લા રે,
શોભે નાસિકા લાલ નિશાન નૌતમ ન્યારા રે… ૧
બ્રહ્મતેજે ચમકે છે ભાલ મુજને વા’લા રે,
રૂડી ચાલે છે ગજગતિ ચાલ નૌતમ ન્યારા રે… ૨
કરે અનંત ઉરમાં પ્રકાશ મુજને વા’લા રે,
રહે નિર્લેપ જેમ આકાશ નૌતમ ન્યારા રે… ૩
દિવ્ય દર્શન મહાસુખદેણ મુજને વા’લા રે,
વદે અમૃત સરીખાં વેણ નૌતમ ન્યારા રે… ૪
શોભે સદ્ગુણો સર્વે અનુપ મુજને વા’લા રે,
કરે અનેક જીવ બ્રહ્મરૂપ નૌતમ ન્યારા રે… ૫
કહે વનમાળી પ્રાણ આધાર મુજને વા’લા રે,
ગુરુ પરમ હિત કરનાર નૌતમ ન્યારા રે… ૬
Popular Views
3. ઓ મનમાળી છો સુખકારી આપ ગુરુહરિ મહંત સ્વામી
4. શાસ્ત્રી મહારાજનો સંગ ભાઈ મને ભાગ્યે મળ્યો છે
5. ઘડી ના વિસારું તને પલ પલ સંભારું
6. વિચર્યા અપરંપાર અમોને કરવા સુખિયા
7. કેમ રે ભુલાય હો કેમ રે ભુલાય
8. ભાગ્ય જાગ્યા મારા ભાગ્ય જાગ્યા
10. મુને મહંતસ્વામીની લગની લાગી
11. તમારી પાંખમાં સ્વામી અમે તો મસ્ત થૈ બેઠા
12. રાજી રહો ને સ્વામી જીવન હું આપની
13. એક ટાંકણું ખમ્યો ને મને ચહેરો મળ્યો
Note: Streaming kirtan videos will incur data usage. This website is not responsible if you go over your data usage and are charged by your provider. Ensure you are streaming on Wi-Fi if you have a limited data plan.