કીર્તન મુક્તાવલી
2-1192: ભાગ્ય જાગ્યા મારા ભાગ્ય જાગ્યા
ભાગ્ય જાગ્યા મારા ભાગ્ય જાગ્યા
કિરણ પટેલ
ધન્યોઽસ્મિ પૂર્ણકામોઽસ્મિ
ભાગ્ય જાગ્યા મારા ભાગ્ય જાગ્યા મારા,
પૂર્વ જન્મના ભાગ્ય જગ્યા, (૨)
પુણ્ય ફળ્યા મારા પુણ્ય ફળ્યા, (૨)
જન્મોજનમના પુણ્ય ફળ્યા, પુણ્ય ફળ્યા... ૧
ધન્યોઽસ્મિ પૂર્ણકામોઽસ્મિ
સંત સ્વરૂપે પ્રગટ બિરાજે,
શ્રી સહજાનંદ સ્વામી આજે,
કેશવજીવનદાસના સ્વરૂપમાં,
વિચરી રહ્યા હરિ નવલ સ્વરૂપમાં,
અક્ષરધામનું સુખ હરિ દેવા,
કોડ જાગ્યા મારા કોડ જાગ્યા, (૨)
શ્રીજી દર્શનના કોડ જાગ્યા, (૨)
પુણ્ય ફળ્યા મારા પુણ્ય ફળ્યા,
ગુરુ કૃપાથી પુણ્ય ફળ્યા, પુણ્ય ફળ્યા... ૨
ધન્યોઽસ્મિ પૂર્ણકામોઽસ્મિ
પ્રગટ હરિના દર્શન પામી,
નીરખ્યા મેં તો શ્રીજી સ્વામી,
ઓળખી લ્યો આ પ્રગટ પ્રભુને,
ઓળખ દે છે કરુણા કરીને,
ભક્તવત્સલ આજે દયા કરીને,
ફેરા ટળ્યા મારા ફેરા ટળ્યા, (૨)
જનમ-મરણના ફેરા ટળ્યા, (૨)
પુણ્ય ફળ્યા મારા પુણ્ય ફળ્યા,
ગુરુ કૃપાથી પુણ્ય ફળ્યા, પુણ્ય ફળ્યા... ૩
ધન્યોઽસ્મિ પૂર્ણકામોઽસ્મિ
હે ગુરુહરિ હે પ્રમુખસ્વામી,
પ્રગટ રહ્યા છે હે અવિનાશી,
મહંતસ્વામીના રૂપે આજે,
દાસ કિરણના ગુરુવર આજે,
વિચરી રહ્યા છે કલ્યાણ કાજે,
પ્રગટ મળ્યા હરિ પ્રગટ મળ્યા, (૨)
મોક્ષના દાતા પ્રગટ મળ્યા, (૨)
પુણ્ય ફળ્યા મારા પુણ્ય ફળ્યા,
પ્રમુખ કૃપાથી પુણ્ય ફળ્યા,
મહંત કૃપાથી પુણ્ય ફળ્યા, પુણ્ય ફળ્યા... ૪
ધન્યોઽસ્મિ પૂર્ણકામોઽસ્મિ
Popular Views
3. ઓ મનમાળી છો સુખકારી આપ ગુરુહરિ મહંત સ્વામી
4. શાસ્ત્રી મહારાજનો સંગ ભાઈ મને ભાગ્યે મળ્યો છે
5. ઘડી ના વિસારું તને પલ પલ સંભારું
6. વિચર્યા અપરંપાર અમોને કરવા સુખિયા
7. કેમ રે ભુલાય હો કેમ રે ભુલાય
8. ભાગ્ય જાગ્યા મારા ભાગ્ય જાગ્યા
10. મુને મહંતસ્વામીની લગની લાગી
11. તમારી પાંખમાં સ્વામી અમે તો મસ્ત થૈ બેઠા
12. રાજી રહો ને સ્વામી જીવન હું આપની
13. એક ટાંકણું ખમ્યો ને મને ચહેરો મળ્યો
Note: Streaming kirtan videos will incur data usage. This website is not responsible if you go over your data usage and are charged by your provider. Ensure you are streaming on Wi-Fi if you have a limited data plan.