કીર્તન મુક્તાવલી

2-1255: ઓસરતી સંધ્યાના જોયા મેં રંગ

ઓસરતી સંધ્યાના જોયા મેં રંગ

સાધુ યોગેન્દ્રદાસ

ઓસરતી સંધ્યાના જોયા મેં રંગ,

 પ્રમુખસ્વામી તમે યાદ આવ્યા;

એક દીપકમાં લલચાણા પાગલ પતંગ,

 પ્રમુખસ્વામી તમે યાદ આવ્યા... ઓસરતી. ધ્રુવ

આભલું ભરીને તારી પાંગરી છે પ્રીત,

 હું તો પોયણ થઈ કરુણામાં રાચું,

વરસાવો મબલખની ધારધારા હેત તોયે,

 વારવાર રાજીપો યાચું;

આવો ઉભરાય આજ અંતર ઉમંગ,

 પ્રમુખસ્વામી તમે યાદ આવ્યા... ઓસરતી. ૧

આપ તો અગાધ, મારો આરતનો સાદ,

 હવે મૂંગી વાણી ને મૌન વહેતેં

પળ પળ વિતાવતો પ્રમુખ-યશ ગાવામાં,

 હૈયું ફોરમ બની વહેતેં

યાત્રા થઈ સ્મરણોની મારું જીવન,

 પ્રમુખસ્વામી તમે યાદ આવ્યા... ઓસરતી. ૨