કીર્તન મુક્તાવલી

2-1339: તમારી પાંખમાં સ્વામી અમે તો મસ્ત થૈ બેઠા

તમારી પાંખમાં સ્વામી અમે તો મસ્ત થૈ બેઠા

સાધુ વિવેકશીલદાસ

તમારી પાંખમાં સ્વામી, અમે તો મસ્ત થૈ બેઠા,

અમારે આપને પામી, દુઃખો સૌ અસ્ત થૈ બેઠાં... ૧

 

નયનથી આપને મળતાં, પ્રભુનો સ્પર્શ માણ્યો છે,

સ્મરણમાં આપના પલ પલ, અમે તો વ્યસ્ત થૈ બેઠા... ૨

 

તમારા પ્રેમને જાણી, અમે પ્રેમી થયા સાચા,

પ્રણયના પાષમાં બંધન, અમારાં ધ્વસ્ત થૈ બેઠાં... ૩

 

અમારે ચાંદલો અક્ષરતણો, સૌભાગ્ય શું કહીએ,

તમારા હસ્તમાં સ્વામી, અમારો હસ્ત દૈ બેઠા... ૪

 

તમારા સ્નેહમાં સગપણ, અમારું શ્રીહરિ સંગે,

ભલે સંસારમાં તોયે, અમે સંન્યાસ્ત લૈ બેઠા... ૫