કીર્તન મુક્તાવલી
2-1342: મેં તો આજે મહંત સ્વામી નિરખ્યા છે
મેં તો આજે મહંત સ્વામી નિરખ્યા છે
સાધુ અક્ષરજીવનદાસ
મેં તો આજે મહંત સ્વામી નિરખ્યા છે,
એમાં સહજાનંદ હરિ પરખ્યા છે... મેં તો.
મારા મનડાનો મોરલો નાચે નાચે,
એની સંગતમાં આતમ રાચે રાચે,
આજ સુખ સુખના સાગર છલક્યા છે... ૧
એનું મુખડું રે સૌમ્ય અતિ મરમાળું,
સ્મિત છલકે છે પરમાનંદ ઓઘવાળું,
એના અંગ અંગ હરિરંગ ચમક્યા છે... ૨
એની આંખોમાં શ્રીજીની દૃષ્ટિ ભાળું,
એની વાણીમાં શ્રીજી બોલે રૂપાળું,
એની પાંપણ પલકારે નેણ છલક્યાં છે... ૩
મારે રોમ રોમ આનંદની છોળ્યો ઊડે,
મારું અંતર આઠો જામ એમાં બૂડે,
એમાં અક્ષરના પ્રેમરસ પરખ્યા છે... ૪
હે... સદા સરળ ને સદા નરમ જે, સદા સર્વને નમન કરે,
સદાય ગુરુને આગળ કરતા, સદાય હરિને શરણ રહે,
સદા ગુણોનું ગ્રહણ કરે, દિવ્યભાવમાં મસ્ત રહે,
એવા મહંત સ્વામી ચરણે ભક્તો, તન મન ધન સર્વસ્વ ધરે...
Popular Views
3. ઓ મનમાળી છો સુખકારી આપ ગુરુહરિ મહંત સ્વામી
4. શાસ્ત્રી મહારાજનો સંગ ભાઈ મને ભાગ્યે મળ્યો છે
5. ઘડી ના વિસારું તને પલ પલ સંભારું
6. વિચર્યા અપરંપાર અમોને કરવા સુખિયા
7. કેમ રે ભુલાય હો કેમ રે ભુલાય
8. ભાગ્ય જાગ્યા મારા ભાગ્ય જાગ્યા
10. મુને મહંતસ્વામીની લગની લાગી
11. તમારી પાંખમાં સ્વામી અમે તો મસ્ત થૈ બેઠા
12. રાજી રહો ને સ્વામી જીવન હું આપની
13. એક ટાંકણું ખમ્યો ને મને ચહેરો મળ્યો
Note: Streaming kirtan videos will incur data usage. This website is not responsible if you go over your data usage and are charged by your provider. Ensure you are streaming on Wi-Fi if you have a limited data plan.