કીર્તન મુક્તાવલી
2-1348: રહી તો જુઓ તમે રહી તો જુઓ
રહી તો જુઓ તમે રહી તો જુઓ
સાધુ મધુરવદનદાસ
રહી તો જુઓ તમે રહી તો જુઓ, પ્રમુખસ્વામીના ગમતામાં રહી તો જુઓ;
થઈ તો જુઓ તમે થઈ તો જુઓ, પ્રમુખસ્વામીના એક વાર થઈ તો જુઓ. રહી તો. ધ્રુવ
જાતને ઘસીને આ દુનિયાને રીઝવતાં, પામ્યા બસ રાખનાં પડીકાં,
કો’કના થવામાં તો ખુદનુંય ખોયું ને શમણાંના રંગ ઠર્યા ફીકા;
ભવભવથી મનનું જ ગમતું કર્યું, હવે સ્વામી કહે એમ કરી તો જુઓ. રહી તો જુઓ. ૧
જેવું છે મનમાં, તેવું વચનમાં, વર્તનમાંય નહીં જુદા,
નહિ કોઈ સ્વારથ, કેવળ પરમારથ, ક્યાંથી મળે એ સાધુતા?!
પ્રમુખસ્વામીને તમે પરખી જુઓ, મુક્તિના દાતાને નિરખી જુઓ;
પરખી નિરખી હરખી જુઓ. રહી તો જુઓ. ૨
ઝાઝું ના ફાવે તો એને જ જોઈને, આંખ મીંચી જાવું વર્તી,
એના જે એક વાર થઈને રહ્યા તે તો, સુખે ગયા જગ જીતી;
જન્મોજનમ તમે કેટલુંય હાર્યા, હવે આટલો જ દાવ તમે રમી તો જુઓ. રહી તો. ૩
Popular Views
3. ઓ મનમાળી છો સુખકારી આપ ગુરુહરિ મહંત સ્વામી
4. શાસ્ત્રી મહારાજનો સંગ ભાઈ મને ભાગ્યે મળ્યો છે
5. ઘડી ના વિસારું તને પલ પલ સંભારું
6. વિચર્યા અપરંપાર અમોને કરવા સુખિયા
7. કેમ રે ભુલાય હો કેમ રે ભુલાય
8. ભાગ્ય જાગ્યા મારા ભાગ્ય જાગ્યા
10. મુને મહંતસ્વામીની લગની લાગી
11. તમારી પાંખમાં સ્વામી અમે તો મસ્ત થૈ બેઠા
12. રાજી રહો ને સ્વામી જીવન હું આપની
13. એક ટાંકણું ખમ્યો ને મને ચહેરો મળ્યો
Note: Streaming kirtan videos will incur data usage. This website is not responsible if you go over your data usage and are charged by your provider. Ensure you are streaming on Wi-Fi if you have a limited data plan.