કીર્તન મુક્તાવલી
2-1344: પ્રમુખસ્વામી મહારાજ તમોને વંદન વારંવાર
પ્રમુખસ્વામી મહારાજ તમોને વંદન વારંવાર
સાધુ બ્રહ્મવત્સલદાસ
પ્રમુખસ્વામી મહારાજ, તમોને વંદન વારંવાર,
અખંડ હરિના ધારક ગુરુવર, મોક્ષ તણા દાતાર. પ્રમુખસ્વામી. ધ્રુવ.
વંદન વારંવાર તમોને વંદન વારંવાર... વંદન વંદન વંદન વંદન
પંચવ્રતે શૂરા પૂરા ને, સાધુતાના સુમેરુ,
ક્ષમાવાન નિર્મત્સર મૂર્તિ, જીવમાત્રના ભેરુ,
સદ્ગુણસાગર, સ્વામી સમરથ, બ્રહ્મ તમે સાકાર. અખંડ હરિના. ૧
મંદિર સંતો શાસ્ત્રો રચિયાં, અદ્ભુત અચરજકારી,
વિચર્યા ધરતી ખૂણે ખૂણે, તનની સૂધ વિસારી,
સૌમાં શ્રદ્ધા-ભક્તિ સીંચી, સુખિયા કરવા અપાર. અખંડ હરિના. ૨
ગુરુમરજીમાં જીવ્યા પલ પલ, લેશ ન બીજો વિચાર,
પરાભક્તિ કરો શ્વાસોચ્છ્વાસે, ધારી ઉર કિરતાર,
પરમ એકાંતિક, પરમ આદર્શ, સકલ શાસ્ત્રના સાર. અખંડ હરિના. ૩
દેહ તજ્યો પણ જીવો હજુય, સૌનાં હૃદયો માંહી,
પ્રગટ છો પૂરણ મહંતજીમાં, રોમભેદ પણ નાહીં,
પદ પદ સાથે રહેજો સ્વામી, કરવાને ભવપાર. અખંડ હરિના. ૪
Popular Views
3. ઓ મનમાળી છો સુખકારી આપ ગુરુહરિ મહંત સ્વામી
4. શાસ્ત્રી મહારાજનો સંગ ભાઈ મને ભાગ્યે મળ્યો છે
5. ઘડી ના વિસારું તને પલ પલ સંભારું
6. વિચર્યા અપરંપાર અમોને કરવા સુખિયા
7. કેમ રે ભુલાય હો કેમ રે ભુલાય
8. ભાગ્ય જાગ્યા મારા ભાગ્ય જાગ્યા
10. મુને મહંતસ્વામીની લગની લાગી
11. તમારી પાંખમાં સ્વામી અમે તો મસ્ત થૈ બેઠા
12. રાજી રહો ને સ્વામી જીવન હું આપની
13. એક ટાંકણું ખમ્યો ને મને ચહેરો મળ્યો
Note: Streaming kirtan videos will incur data usage. This website is not responsible if you go over your data usage and are charged by your provider. Ensure you are streaming on Wi-Fi if you have a limited data plan.