કીર્તન મુક્તાવલી

2-1147: મુને મહંત સ્વામી મન ભાવિયા

મુને મહંત સ્વામી મન ભાવિયા

સાધુ યોગીકીર્તનદાસ

મુને મહંત સ્વામી મન ભાવિયા,

પ્રમુખસ્વામીએ પ્રીતે પરખાવિયાજી રે... ૧

શાસ્ત્રી મહારાજે આશિષ આપિયા,

મોટી સેવાના ભાવિ ભાખિયાજી રે... ૨

યોગીબાપાના લાડીલા કા’વિયા,

પોતે ભાવેથી ભગવાં પહેરાવિયાજી રે... ૩

ત્યાગ-તપથી નિજ તન-મનને દમ્યા,

યોગીજીની મરજીમાં અડગ રહ્યાજી રે... ૪

પ્રમુખસ્વામીના સેવક થઈ રહ્યા,

પત્ર વિચરણના ભારને ઉપાડિયાજી રે... ૫

અભાવ-અવગુણના મૂળિયાં ઉખાડિયા,

દિવ્યભાવ ને મહિમા રેલાવિયાજી રે... ૬

શ્રીજીવાણીના મર્મ સમજાવિયા,

સંપ સુહૃદભાવ એકતા દૃઢાવિયાજી રે... ૭

ગુરુ પૂર્ણિમા પૂજા દર્શન; ૫/૭/૨૦૨૦