કીર્તન મુક્તાવલી

2-1289: પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય

ૐ સ્વામિનારાયણાય નમઃ ૐ સ્વામિનારાયણાય નમઃ

સ્વામિનારાયણ... સ્વામિનારાયણ... (૪)

સ્વામિનારાયણ નામ જપતાં, શ્રીજીને આગળ રાખે,

ગુણાતીત સાધુતા હૃદયે, ભજન-ભક્તિ સેવા દાખે,

જેમાં અક્ષરબ્રહ્મની ગુરુ પરંપરા શાશ્વત રહી જીવંત,

એવા સહજાનંદી સંત! ગુરુ ગુણાતીત સંત!

પ્રમુખસ્વામી મહારાજની જય! (૨)

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય! (૨)

બોલો પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય! (૨)

 

નાના મોટા સૌને સ્વીકારી, જીવન રીત શીખાવી સૌમાં સિંચ્યા શુભ સંસ્કાર,

સાથી બનીને હામ ભરીને, સુખમાં દુઃખમાં લીધી સૌની અંતરથી સંભાળ,

જન જનની સેવામાં હરપળ કીધા સૌના કાજ,

સર્વાંગી ઉદ્ધાર કરીને સ્થાપ્યો ભક્ત સમાજ,

સૌના સુખમાં નીજ સુખ માન્યું, કીધા કાર્યો દિગંત,

એવા સહજાનંદી સંત! ગુરુ ગુણાતીત સંત!

પ્રમુખસ્વામી મહારાજની જય! (૨)

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય! (૨)

બોલો પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય! (૨)

 

મંદિર બાંધ્યા વિશ્વ સકલમાં, ધર્મ નિયમ વળિ ભક્તિ ભજન ને ઉપાસનના ધામ,

સંતો બનાવ્યા શાસ્ત્રો રચાવ્યાં,

સૌને સ્પર્શી હૃદયે હૃદયે રચિયાં અક્ષરધામ,

ધર્મ સનાતન પ્રસરાવીને વિસ્તાર્યો સત્સંગ,

અક્ષરપુરુષોત્તમ સિદ્ધાંતનો ગુંજાવ્યો પડછંદ,

અક્ષરરૂપે અખંડ પ્રગટ રહી, કીધા ગુરુ મહંત,

એવા સહજાનંદી સંત! ગુરુ ગુણાતીત સંત!

મહંત સ્વામી મહારાજની જય! (૨)

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય!

બોલો પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય!

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય!

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય!