કીર્તન મુક્તાવલી
2-1217: ઓ મનમાળી છો સુખકારી આપ ગુરુહરિ મહંત સ્વામી
ઓ મનમાળી છો સુખકારી આપ ગુરુહરિ મહંત સ્વામી
કિરણ પટેલ
ઓ મનમાળી છો સુખકારી, આપ ગુરુહરિ મહંત સ્વામી,
હો! મળિયા શ્રી સહજાનંદ સ્વામી, શ્રીજી અઢળક ઢળિયા આવી,
આજે મહંત સ્વામીના સ્વરૂપમાં, હો! વિચરે પ્રમુખજી નવલ સ્વરૂપમાં,
ઓ મનમાળી છો સુખકારી, આપ ગુરુહરિ મહંતસ્વામી... ૧
હો! શ્રીજી વિચરે આ અવનિમાં, મારા ગુરુહરિ મહંત સ્વામીમાં,
મારા ભાગ્યના દ્વાર ઉઘડિયા, મારા પુણ્ય પૂરવના ફળિયા,
આજે દર્શન કરતાં મહંતના, મારા મોક્ષના દ્વાર ઊઘડિયા,
તારું મુખડું મુજને વ્હાલું, મારા પ્રાણ જીવનથી પ્યારું,
જાણે શરદપૂનમનો એ ચાંદો, ખીલ્યો ગુણાતીત રૂડો એ ચાંદો,
આજે મહંત સ્વામીના સ્વરૂપમાં, ઓ વિચરે પ્રમુખજી નવલ સ્વરૂપમાં... ૨
યોગીરાજશરણં મમ, પ્રમુખસ્વામિશરણં મમ,
મહંતસ્વામિશરણં મમ, ગુરુહરિશરણં મમ...
જેના હૈયે યોગી વસતા, સદા પ્રમુખજી હૃદયે રહેતા,
એવા ગુરુહરિ મહંત સ્વામીના, રોમ રોમમાં હરિવર રહેતા,
શ્રી સહજાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી વસતા,
મારે મન કેશવ તમે વસીયા, અમે જનમ જનમના તરસ્યા,
જે કોઈ દૃષ્ટિ તમારી પાવે, એના ભવબંધન હરિ ટાળે,
આજે મહંત સ્વામીના સ્વરૂપમાં, ઓ વિચરે પ્રમુખજી નવલ સ્વરૂપમાં... ૩
ઓ મંગળકારી પરમ સુખકારી, ભક્તવત્સલ સુખધામની,
નવલ સ્વરૂપે હે અવિનાશી, વિચરી રહ્યા છે પ્રમુખસ્વામી,
સુખ દેવાને અપાર, મહંત સ્વામીમાં આજ,
મુને પ્રગટ હરિ મળીયા, ગુરુ મહંતસ્વામીમાં મળીયા,
મારા ભાગ્ય તણો નહિ પાર રે, દાસ કિરણને મળી ગયા નાથ રે,
આજે મહંત સ્વામીના સ્વરૂપમાં, ઓ વિચરે પ્રમુખજી નવલ સ્વરૂપમાં... ૪
યોગીરાજશરણં મમ, પ્રમુખસ્વામિશરણં મમ,
મહંતસ્વામિશરણં મમ, ગુરુહરિશરણં મમ...
ગુરુહરિશરણં મમ…
Popular Views
3. ઓ મનમાળી છો સુખકારી આપ ગુરુહરિ મહંત સ્વામી
4. શાસ્ત્રી મહારાજનો સંગ ભાઈ મને ભાગ્યે મળ્યો છે
5. ઘડી ના વિસારું તને પલ પલ સંભારું
6. વિચર્યા અપરંપાર અમોને કરવા સુખિયા
7. કેમ રે ભુલાય હો કેમ રે ભુલાય
8. ભાગ્ય જાગ્યા મારા ભાગ્ય જાગ્યા
10. મુને મહંતસ્વામીની લગની લાગી
11. તમારી પાંખમાં સ્વામી અમે તો મસ્ત થૈ બેઠા
12. રાજી રહો ને સ્વામી જીવન હું આપની
13. એક ટાંકણું ખમ્યો ને મને ચહેરો મળ્યો
Note: Streaming kirtan videos will incur data usage. This website is not responsible if you go over your data usage and are charged by your provider. Ensure you are streaming on Wi-Fi if you have a limited data plan.