કીર્તન મુક્તાવલી

2-1276: આજ મારે દિવાળી રે દિવાળી

આજ મારે દિવાળી રે દિવાળી

સદ્‍ગુરુ નિષ્કુળાનંદ સ્વામી

આજ મારે દિવાળી રે દિવાળી,

 હાં રે ઘેર્ય આવ્યા વાલો વનમાળી રે… ટેક

ઉચી ઓરડીયાની પરસાળી,

 હાં રે તીયાં સુંદર ઢોલીડો ઢાળી રે... આજ મારે ૧

આવીને બેઠા આસન વાળી,

 હાં રે ઘણું ભાવે રહ્યા છે ભાળી રે... આજ મારે ૨

વળી વાત કરે છે વાલ્યમ રસાળી,

 હાં રે હસી હસીને લીયે છે તાળી રે... આજ મારે ૩

શોભે છે મૂર્તિ અતિ મરમાળી,

 હાં રે તેને નિષ્કુળાનંદે નિહાળી રે... આજ મારે ૪