વચન વિધિ
કડવું – ૧
રાગ: ધન્યાશ્રી
સમરો સુખદ શ્રીહરિદેવજી, જેથી પામીએ આનંદ અભેવજી1
જેહ આનંદનો નાવે કેદી છેવજી,2 તેહ સુખ આપે હરિ તતખેવજી3
ઢાળ
હરિ હરખી સુખ આપે, જો વર્તીએ વચનમાંય ॥
મેલી ગમતું મનતણું, રહીએ શ્યામ ગમતે સદાય ॥૨॥
પૂરણ સુખને પામવા, રહીએ હરિઆજ્ઞા અનુસાર ॥
તે વિના મોટપ્ય નવ મળે, જન જોવું કરી વિચાર ॥૩॥
ભવ બ્રહ્મા આ બ્રહ્માંડમાં, મહા મોટા કહે સહુ કોય ॥
તે મોટપ્ય શ્રીમહારાજથી, એહ સમજવું જન સોય ॥૪॥
શશી સૂર્ય સમર્થ સહી, કરે સર્વે લોકે પ્રકાશ ॥
તે પ્રસન્ન કરી પરબ્રહ્મને, અંગે પામ્યા એવો ઉજાસ ॥૫॥
શેષ સુરેશ4 ને શારદા, ગણપતિ ગુણના ભંડાર ॥
રામ રાજિયે હનુમાન હુવા, અતિ મોટા પરમ ઉદાર ॥૬॥
ભૂત ભવિષ્ય વર્તમાનમાં, હરિ રાજીપામાં જે રહ્યા ॥
દેવ દાનવ માનવ મુનિ, તે સર્વે મોટા થયા ॥૭॥
મોટું થાવાનું હોય મનમાં, તો હરિવચનમાં હમેશ રૈ’યે ॥
નિષ્કુળાનંદ કહે ન લોપિયે, વાલમનું વચન કૈયે5 ॥૮॥