વચન વિધિ
કડવું – ૧૩
વચન વિમુખ મા થાશો કોઈજી, નર અમર વિમુખનાં સુખ જોઈજી
મોટા બેઠા મોટ્યપ વચન વિના ખોઈજી, માટે હરિ વચને રહો રાજી હોઈજી
રાજી થઈ રહો વચનમાં, લોપશો મા વચન લગાર ॥
વચન લોપતાં મોટા મોટા, પામ્યા દુઃખ અપાર ॥૨॥
નારદ સરીખા નહિ કોયે, બીજા મહા મોટા મુનિજન ॥
તેણે પણ ન તપાશિયું, લોપ્યું વાલાનું વચન ॥૩॥
ત્યાગી થઈ ત્રિયા કર1 જોયો, ખોયો વિચાર વરવા કર્યું ॥
પર્વત પણ ઇચ્છ્યા પરણવા, બેઉનું સિદ્ધાંત એક ઠર્યું ॥૪॥
ત્યારે કન્યા તાતે વાત કહી, સ્વયંવર રચીશ સવારમાં ॥
ઇચ્છાવર કન્યા વરશે, તમે બેઉ રે’જો તૈયારમાં ॥૫॥
ત્યારે બેઉ ધાયા હરિ પાસળે, રૂડું માગવા રૂપ અનુપને ॥
વળી પરસ્પર ઇચ્છ્યા, થાવા રૂપ કુરૂપને ॥૬॥
ત્યારે હસીને હરિ બોલિયા, થાશે અવસર પર રૂપ એમ ॥
પછી મર્કટ2 મુખ બન્યાં બેઉના, કહો કન્યા વરે તેને કેમ ॥૭॥
લાજ ગઈ ને કાજ ન સર્યું, વળી લોપાણું હરિનું વચન ॥
નિષ્કુળાનંદ કહે એ નીપજ્યું, તે જગે જાણે છે સહુ જન ॥૮॥