વચન વિધિ

કડવું – ૩૩

મનમુખી દુઃખી ભેળા થાય જ્યારેજી, પરસ્પર નર કરે વાત ત્યારેજી;

હું તો નીસર્યો વચનથી બા’રેજી, સર્વ અંગે સુખ પામ્યો તે વારેજી.

સુખ પામ્યો સાંકડ્ય ટળી, નીસર્યો બંધનથી બારણે ॥

કૈક ઉપાય કર્યા’તા કહું છું, મુજને રાખવા કારણે ॥૨॥

ડાહ્યા સાધુએ આપ ડા’પણે, વળી રાખ્યો’તો મને રોકીને ॥

પણ કેણ ન માન્યું મેં કોઈનું, આવ્યો હું મંડળી મૂકીને ॥૩॥

માહાત્મ્ય મહિમા મોટપ્ય દેખાડી, જકડી બાંધ્યો’તો મારા જીવને ॥

નીસર્યાનું નો’તું બારણું, કોણ જાણે કર્યું કેમ દૈવને ॥૪॥

ઠામોઠામ મારા ઠાઉકા, ઓડા1 બાંધ્યા’તા અતિ ઘણા ॥

પાસલામાં2 મને પાડવા, રાખી નો’તી કાંઈ મણાં ॥૫॥

પણ સમો જોઈને હું સબક્યો,3 પાછો ખોળતાં ખોજ4 નવ જડ્યો ॥

ઝાઝી જતન રાખતાં પણ, એના પેચમાં હું નવ્ય પડ્યો ॥૬॥

અર્ધી રાતે હું ઊઠિયો, લખ્યાં હતાં તે પુસ્તક લઈને ॥

સુતાં મૂકી હું સહુને વળી, આવ્યો છું દાંતુંમાં5 દઈને ॥૭॥

એમ વિમુખ જન કરે વડાઈ, વિમુખ જનને આગળ્યે ॥

નિષ્કુળાનંદ કહે નિશ્ચે જેને, જાવું છે જમની ભાગળ્યે6 ॥૮॥

કડવું 🏠 home