વચન વિધિ

કડવું – ૨૨

હઠ કરી હરિશું રાધિકા રાણીજી, શ્રીકૃષ્ણ સાથે બોલ્યા રીશ આણીજી

હતા ગોલોકે પોતે પટરાણીજી, આવ્યા અવનિ પર થયા આહીર રાણીજી

આહીરને ઘેર અવતર્યા, રહ્યાં દીનબંધુથી દૂર ॥

એવી મોટપ મટો પરી, નથી જોઈતી જનને જરૂર ॥૨॥

એ તો ભક્ત હતાં ભગવાનનાં, રાધિકા તે રમા સમાન ॥

એને અરથે આવિયા, શ્રી કૃષ્ણ કૃપાનિધાન ॥૩॥

પણ અતિ અવળાઈ આરંભી, શ્રી હરિથી લેવું સુખ ॥

એવું ભક્ત ન કરે ભગવાનના, કરે હોય હરિથી વિમુખ ॥૪॥

વળી એક સમામાં ઉમાએ, રોતા દીઠા રામજીને રાન1

પિનાકી2 જઈ પાયે પડ્યા, થયાં સતી અતિ સંશયવાન ॥૫॥

તેને શિવે ઘણું સમજાવિયાં, પણ સમજ્યાં નહિ લવલેશ ॥

પારખું લેવા પરબ્રહ્મનું, લીધો વૈદેહીનો3 વેષ ॥૬॥

ત્યારે રામ કહે દાક્ષાયણી,4 એકલાં કેમ છો ઈશ કિયાં ॥

ત્યારે પામી લજ્જા ગયાં પિનાકી પાસળે, જેમ થયું તેમ કે’વા રહ્યાં ॥૭॥

ત્યારે જાનકી થયાં જાણી જટીએ,5 તર્ત ત્યાગી દીધાં તેહને ॥

નિષ્કુળાનંદ એવું નીપજ્યું, અવળાઈનું ફળ એહને ॥૮॥

કડવું 🏠 home