વચન વિધિ

કડવું – ૧૦

ભૂમાં એક ભૂપતિ નહુષ રાજનજી, તે પુણ્ય કરી પામ્યો ઇન્દ્રાસનજી

ત્યારે કર્યું ઇન્દ્રાણી વરવાનું મનજી, ઉનમત્ત થઈ કહ્યું એમ વચનજી

વચન કહ્યું વિકટ અતિ, તું વર્ય મને વેગે કરી ॥

ત્યારે ઇન્દ્રાણી કહે વરી હું ઇન્દ્રને, હવે કેમ વરું નરને ફરી ॥૨॥

ત્યારે નહુષ અમલે1 થયો આંધળો, ખરાખરી ખબર નવ પડી ॥

ત્યારે જાણ્યું ઇન્દ્રાણિયે જોરે વરશે, કહ્યું આવ્ય કોરે2 વાહને ચડી ॥૩॥

પછી વાહન સારુ વિલખાં કર્યા, પણ કોરું વાહન નવ જડ્યું ॥

ત્યારે શિબિકાયે3 ઋષિરાય જોડ્યા, તેનું પાપ તર્ત નડ્યું ॥૪॥

પછી ઇન્દ્રપણું આળશી ગયું, સર્પ સર્પ કે’તાં સર્પ થયો ॥

વચનદ્રોહીનું ફળ જોઈ, રખે કોઈ વચન લોપો ભયો4 ॥૫॥

પણ અટપટી છે એ વારતા, કરવું ગમતું ગોવિંદતણું ॥

મન કર્મ વચને કરીને, મેલવું ગમતું આપણું ॥૬॥

અતિ રાજી થઈ રળિયાત રહી, જે કોઈ વર્તે છે વચનમાં ॥

ફેર પડે તો ફડકી મરે, અતિ તાપ થાયે તનમાં ॥૭॥

એમ પાળે હરિની આગન્યા, એ માનો વચનની મૂરતિ ॥

નિષ્કુળાનંદ એને નીરખતાં, રહે નહિ પાપ એક રતિ ॥૮॥

કડવું 🏠 home