વચન વિધિ
કડવું – ૧૭
વિમુખનું મુખ અતિ દુઃખદેણજી, નજરોનજર ન જુઓ એનાં નેણજી
કાને કરી કેદી ન સુણો એનું કે’ણજી, વદને ન વદો1 વિમુખશું વેણજી
વદને ન વદવું વિમુખશું, તેમ સ્પર્શવું નહિ પંડ્યે કરી ॥
સર્વે પ્રકારે સમજી, પાપીને મૂકવા પરહરી ॥૨॥
કોઈ રીતે કુપાત્રનો, ગુણ ગરી જાય જો ઘટમાં ॥
તો પાર પોત2 પામતાં, તરી ભાંગ્યું જાણો જઈ તટમાં ॥૩॥
પય સાકર સુંદર ત્યાં લગી, જ્યાં લગી ન ભળી લાળ ભોયંગની3 ॥
તેમ હરિજન સારો ત્યાં લગી, જ્યાં લગી નથી સોબત કુસંગની ॥૪॥
શોભનિક શરીર ત્યાં લગી, જ્યાં લગી નથી કોઢ કપાળમાં ॥
તેમ સંત શિરોમણિ ત્યાં લગી, જ્યાં લગી ના’વ્યો વિમુખની જાળમાં ॥૫॥
વાવ્યો મોલ4 સારો ત્યાં લગી, જ્યાં લગી નથી ખવાણો ખડજમાં5 ॥
તેમ ભક્તની ભલાઈ ત્યાં લગી, જ્યાં લગી ના’વ્યો વિમુખની વડજમાં6 ॥૬॥
તેમ મુકતની મોટપ ત્યાં લગી, જ્યાં લગી નથી પંચવિષયનો પ્રસંગ ॥
દેહ ઇન્દ્રય મન પ્રાણથી, અતિ રહે છે અસંગ ॥૭॥
જેવા વિમુખ છે બા’રના, તેવા7 વિમુખ છે ઉરમાંય ॥
નિષ્કુળાનંદ કહે ન કરિયે, એનો વિશ્વાસ કાંય ॥૮॥