વચન વિધિ
કડવું – ૭
વણ કાપે નાક ગયું છે કપાઈજી, તે જાણજો જરૂર જન મન માંઈજી
તેની અપકીર્તિ ગ્રંથમાં ગવાઈજી, એથી નરસું નથી બીજું કાંઈજી
નથી બીજું કાંઈ નરસું, હરિ આજ્ઞામાં હાલવું નહિ ॥
એવા નર અમર અજ ઈશ, સુખ ક્યાંથી પામે સહિ ॥૨॥
મહેશ મોટા દેવતા પણ, ભોળાનામની ભોળપ્ય રઈ ॥
મોહિની રૂપની મનમાં, જોવાને ઇચ્છા થઈ ॥૩॥
ત્યારે હરિયે વાર્યા ઘણું હરને, નથી રૂપ એ જોવા સરખું ॥
પણ સનો1 લીધો સમજ્યા વિના, હરિવચનને નવ પરખ્યું2 ॥૪॥
પછી ધરી હરિ રૂપ મોહિનીનું, આગળ આવી ઊભા રહ્યા ॥
શિવ જોઈ સુધ બુદ્ધ ભૂલ્યા, વિવેક વિના વ્યાકુળ થયા ॥૫॥
નૈષ્ઠિક વ્રત તે નવ રહ્યું, થયું જોગકળા માંહી જ્યાન જો ॥
તે લખાણું છે કાગળે, સહુ જન એ સાચું માનજો ॥૬॥
વળી ભવનું3 વચન લોપી ભવાની,4 ગયાં દક્ષના જગનમાં ॥
ત્યાં અતિ અનાદરે તન ત્યાગી, બળી મૂવાં આપે અગનમાં ॥૭॥
વચન લોપતાં દુઃખ લહે, દેવ દાનવ અહિ5 અતિ ॥
નિષ્કુળાનંદ ન કીજિયે, વચન લોપ રાઈ રતિ ॥૮॥