પુરુષોત્તમ પ્રકાશ

પ્રકારઃ ૧૬

 

દોહા

એમ કહ્યું’તું કૃપા કરી, હરિજન પર કરી હિત ।

જે જે મેં લીલા કરી, તે જન ચિંતવજો નિત ॥૧॥

જનમ કરમ જે માહેરાં, ગાયે સાંભળે સંભારે સોય ।

તે જન જરૂર જાણજો, મારા ધામના વાસી હોય ॥૨॥

એમાં કાંઈ અટપટું નથી, જાણી લેજો જન જરૂર ।

અન્ય ઉપાય અળગા કરી, ધારી લિયો એટલું ઉર ॥૩॥

ભવજળ પાર ઊતરવા, જાણો મારાં ચરિત્ર છે ઝાજ1

માટે સૌને સંભારવાં, એમ શ્રીમુખે કહે મહારાજ ॥૪॥

ચોપાઈ

એ છે વાત ધારવા જેવી રે, ધારી વિચારી સહુને લેવી રે ।

જોવા મુક્તને મધ્યે મહારાજ રે, સહુ લઈ પોતાનો સમાજ રે ॥૫॥

પૂજ્યા મુનિએ બહુ પ્રકારે રે, સુંદર લઈ ષોડશ ઉપચારે રે ।

કરે સ્તુતિ મુનિ જોડી હાથ રે, એવી રીત્યે સંભારે જે નાથ રે ॥૬॥

એતો ચિંતવન છે જો એવું રે, બ્રહ્મમો’લે લઈ જાવા જેવું રે ।

વળી મળતા2 મુનિને મહારાજ રે, લેતા ચરણ છાતિયે મુનિરાજ રે ॥૭॥

વળી જમાડતા મુનિજન રે, ભાત્ય ભાત્યનાં લઈ ભોજન રે ।

પ્રેમે પિરસતા પોતે નાથરે, લઈ લાડવા જલેબી હાથ રે ॥૮॥

ના ના કરતા જમાડતા જોરે રે, એવી મૂર્તિ સંભારો નિશભોરે3 રે ।

આપે મુખમાં લાડુ જલેબી રે, આવે સુખ સંભારે એ છબી રે ॥૯॥

દેતા દહીં દૂધ દોવટ4 રે, ઢોળી માથે હસી ચાલે ચટ રે ।

ખાંડ સાકર દેતા પોશ5 ભરી રે, એવી મૂર્તિ રાખો રુદે ધરી રે ॥૧૦॥

એમ સંભારતાં ઘનશ્યામ રે, નિશ્ચે પામશો પરમ ધામ રે ।

વળી ચિંતવો ચટકંતી ચાલ રે, જોતાં લટકાં થાશો નિહાલ રે ॥૧૧॥

હસવું બોલવું રમવું સંભારી રે, ત્રોડે તાન તાળી સુખકારી રે ।

અંગ દબાવતાં અવિનાશ રે, બહુ બળે દાબતા તે દાસ રે ॥૧૨॥

શીત ઋતુમાંહી સંભારતાં રે, જોયા છાતી કાઢીને તાપતાં રે ।

ચકમો ચોફાળ ને રજાયે રે, એવા સંભારી રાખો ઉરમાંયે રે ॥૧૩॥

ઉષ્ણ ઋતુમાંહિ અવિનાશી રે, સંભારતાં મૂર્તિ સુખરાશી રે ।

નાંખે પંખે શું દાસ પવન રે, શીતળ છાયાયે બેસી જીવન રે ॥૧૪॥

પીતા નીર નિર્મળ નાથ રે, પેટ ઉપર ફેરવતા હાથ રે ।

પીતાં પય-શરકરા6 સારી રે, એવી મૂર્તિ રાખો ઉર ધારી રે ॥૧૫॥

ચોમાસામાં ઓઢેલ કામળી રે, ધરી છતરી શિરપર વળી રે ।

એમ સંભારી શ્યામ સુખકારી રે, થાયે અક્ષરધામ અધિકારી રે ॥૧૬॥

હૈયે હાર અપાર સહિતે રે, રાખે હરિ મૂર્તિ હેતે પ્રીતે રે ।

સુંદર ચાંદલા સહિત લલાટ રે, જોવું બ્રહ્મમોહોલ જાવા માટ રે ॥૧૭॥

જે જે રીત્યે જોયા જન જેણે રે, કરી લીધું નિજ કાજ તેણે રે ।

જે જે એમ ચિંતવે છે જન રે, તે તે પામે અક્ષર પત્તન7 રે ॥૧૮॥

એવો મોટો છે આ અવતાર રે, સર્વે રીતે છે સહુને પાર રે ।

ઘનશ્યામ નામનો એ અર્થ રે, કરવા હરિ સહુને સમર્થ રે ॥૧૯॥

તેમ સહુ જનને સુખ દેવા રે, પ્રભુ પ્રગટ્યા આ સમે એવા રે ।

આપ્યો બહુ જનને આનંદ રે, સુખદાયક શ્રીસહજાનંદ રે ॥૨૦॥

 

ઇતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણકમલ સેવક નિષ્કુળાનંદ મુનિ વિરચિતે પુરુષોત્તમપ્રકાશ મધ્યે ષોડશઃ પ્રકારઃ ॥૧૬॥

 

Purushottam Prakash

Prakar - 16

 

Dohā

Ema kahyu’tu krupā kari, harijana para kari hita.

Je je me lilā kari, te jana chintavajo nita ... 1

He said out of kindness, for the benefit of his devotees, whichever lilā I have performed, remember these everyday... 1

Janama karama je māherā, gāye sāmbhale sambhāre soya.

Te jana jarura jānajo, mārā dhāmanā vāsi hoya... 2

Whoever listens to, chants or remembers the deeds of my life, understand that those devotees will surely attain Akshardham... 2

Emā kāi atapatu nathi , jāni lejo jana jarura.

Anya upāya alagā kari, dhāri liyo etalu ura... 3

Everybody should know and understand that this is not difficult. Ignore all other methods and known in your heart that there is no other solution... 3

Bhavajala pāra utaravā, jāno mārā charitra chhe jhāja.

Māte saune sambhāravā, ema Shrimukhe kahe Mahārāja... 4

To cross the ocean of misery, my divine incidents are like a great ship. Maharaj himself says that everyone should remember them... 4

Chopāi

E chhe vāta dhāravā jevi re, dhāri vichāri sahune levi re.

Jovā muktane madhye Mahārāja re, sahu lai potāno samāja re... 5

All the above need to be thought about and implemented. To see Maharaj sitting among his muktas who have brought their own offerings... 5

Pujyā munie bahu prakāre re, sundara lai shodasha upachāre re.

Kare stuti muni jodi hātha re, evi ritye sambhāre je nātha re... 6

The munis have brought 16 beautiful offerings to worship Bhagwan. They fold their hands together, extol his virtues, and remember him... 6

E to chintavana chhe jo evu re, brahmamo’le lai jāvā jevu re.

Vali malatā munine Mahārāja re, letā charana chhātiye munirāja re... 7

The remembrance of Maharaj is so great that it will take one to Akshardham. The munis"meaning_en"class="calibre3"> meet Maharaj and have his charanārvind imprinted on their chest... 7

Vali jamādatā muni jana re, bhātya bhātyanā lai bhojana re.

Preme pirasatā pote nātha re, lai lādavā jalebi hātha re... 8

Maharaj fed the munis and devotees with different types of foods. He served them lovingly with his own hands ladoos and jalebis... 8

Nā nā karatā jamādatā jore re, evi murti sambhāro nisha-bhore re.

Āpe mukhamā lādu jalebi re, āve sukha sambhāre e chhabi re... 9

He forcibly but lovingly feed those who said no (they did not want more); remember this murti day and night. He fed them ladoos and jalebi straight in their mouth. By remembering this gave them great happiness... 9

Detā dahi dudha dovata re, dholi māthe hasi chāle chata re.

Khānda sākara detā posha bhari re, evi murti rākho rude dhari re... 10

He gave them yoghurt and milk twice as much; he poured it on their head and walked away laughing.

He gave them handful of sugar and sugar cubes. Remember that murti in your heart... 10

Ema sambhāratā Ghanshyama re, nishche pāmasho parama dhāma re.

Vali chintavo chatakanti chāla re, jotā latakā thāsho nihāla re... 11

By remembering Ghanshyam in this way, you will definitely attain Akshardham. Moreover, by remembering the way Maharaj walks and sways, we will become fufilled… 11

Hasavu bolavu ramavu sambhāri re, trode tāna tāli sukhakāri re.

Anga dabāvatā avināsha re, bahu bale dābatā te dāsa re... 12

Remember the way he laughs, speaks and plays, and how he clapped in rhythm. The devotees would massage Maharaj’s body firmly... 12

Shita rutumāhi sambhāratā re, joyā chhāti kādhine tāpatā re.

Chakamo chofāla ne rajāye re, evā sambhāri rākho uramāye re... 13

Remember Maharaj in the winter, warming himself bearing his chest. And sitting on a cloth, duvet and blanket, keep this in your heart... 13

Ushna rutumāhi avināshi re, sambhāratā murti sukharāshi re.

Nākhe pankhe shu dāsa pavana re, shitala chhāyāye besi jivana re... 14

Remember the murti of Maharaj in the summer time. The devotees fan him as he sits in a cool shade... 14

Pitā nira nirmala nātha re, peta upara feravatā hātha re.

Pitā paya-sharakarā sāri re, evi murti rākho ura dhāri re... 15

Maharaj drinks pure water, stroking his hand on his stomach. He drinks sweetened milk. Keep this murti within your heart... 15

Chomāsāmā odhela kāmali re, dhari chhatari shira para vali re.

Ema sambhāri shyāma sukhakāri re, thāye Aksharadhāma adhikāri re... 16

In the monsoon season, he covers himself with a blanket and has an umbrella over his head. By remembering Maharaj, one earns a right to go to Akshardham... 16

Haiye hāra apāra sahite re, rākhe hari murti hete prite re.

Sundara chāndalā sahita lalāta re, jovu brahmamohola jāvā māta re... 17

He wears many garlands; the devotees lovingly remember Lord’s murti. On his forehead, he has a beautiful chāndalo; remember this to go to Akhsardham... 17

Je je ritye joyā jana jene re, kari lidhu nija kāja tene re.

Je je ema chintave chhe jana re, te te pāme akshara pattana re... 18

Whoever has seen the above has earned enough deeds to attain Akshardham. Whoever remembers the above will also attain Akshardham... 18

Evo moto chhe ā avatāra re, sarve rite chhe sahune pāra re.

Ghanshyama nāmano e artha re, karavā hari sahune samartha re... 19

This is how great this avatār is, which will lead to the ultimate path. The meaning of the name of Ghanshyam is so powerful that it can empower everyone... 19

Tema sahu janane sukha deva re, prabhu pragatyā ā same evā re.

Āpyo bahu janane ānanda re, sukhadāyaka Shri Sahajānanda re... 20

The reason why Maharaj manifested this time is to please his devotees. Sahajanand Swami gave happiness to countless of devotees... 20

 

Iti Shri Sahajānanda Swami charana-kamala sevaka Nishkulananda Muni virachite Purushottama-Prakāsha madhye shorashah prakārah... 16

પ્રકારઃ
Auto Play & Advance Audio
🏠 home પ્રકાશ સાર પ્રકારઃ ૧ ♬ પ્રકારઃ ૨ ♬ પ્રકારઃ ૩ ♬ પ્રકારઃ ૪ ♬ પ્રકારઃ ૫ ♬ પ્રકારઃ ૬ ♬ પ્રકારઃ ૭ ♬ ★ પ્રકારઃ ૮ ♬ પ્રકારઃ ૯ ♬ પ્રકારઃ ૧૦ ♬ પ્રકારઃ ૧૧ ♬ પ્રકારઃ ૧૨ ♬ પ્રકારઃ ૧૩ ♬ પ્રકારઃ ૧૪ ♬ પ્રકારઃ ૧૫ ♬ ★ પ્રકારઃ ૧૬ ♬ પ્રકારઃ ૧૭ ♬ પ્રકારઃ ૧૮ ♬ પ્રકારઃ ૧૯ ♬ પ્રકારઃ ૨૦ ♬ પ્રકારઃ ૨૧ ♬ પ્રકારઃ ૨૨ ♬ પ્રકારઃ ૨૩ ♬ ★ પ્રકારઃ ૨૪ ♬ પ્રકારઃ ૨૫ ♬ ★ પ્રકારઃ ૨૬ ♬ પ્રકારઃ ૨૭ ♬ ★ પ્રકારઃ ૨૮ ♬ પ્રકારઃ ૨૯ ♬ પ્રકારઃ ૩૦ ♬ પ્રકારઃ ૩૧ ♬ પ્રકારઃ ૩૨ ♬ ★ પ્રકારઃ ૩૩ ♬ પ્રકારઃ ૩૪ ♬ પ્રકારઃ ૩૫ ♬ પ્રકારઃ ૩૬ ♬ પ્રકારઃ ૩૭ ♬ પ્રકારઃ ૩૮ ♬ પ્રકારઃ ૩૯ ♬ પ્રકારઃ ૪૦ ♬ પ્રકારઃ ૪૧ ♬ ★ પ્રકારઃ ૪૨ ♬ ★ પ્રકારઃ ૪૩ ♬ પ્રકારઃ ૪૪ ♬ પ્રકારઃ ૪પ ♬ પ્રકારઃ ૪૬ ♬ પ્રકારઃ ૪૭ ♬ પ્રકારઃ ૪૮ ♬ પ્રકારઃ ૪૯ ♬ પ્રકારઃ ૫૦ ♬ ★ પ્રકારઃ ૫૧ ♬ પ્રકારઃ ૫૨ ♬ ★ પ્રકારઃ ૫૩ ♬ પ્રકારઃ ૫૪ ♬ પ્રકારઃ ૫૫ ♬