પુરુષોત્તમ પ્રકાશ

પ્રકારઃ ૪૮

 

દોહા

પછી જોયું વિચારી જીવને, કરી રહ્યા સર્વે કામ ।

સહુ જનને સુગમ થયું, સે’જે પામશે સ્વધામ ॥૧॥

જે અરથે અમે આવિયા, તે અરથ સરિયો આજ ।

ધારી આવ્યા’તા જે ધામથી, તે કરી લીધું છે કાજ ॥૨॥

બાંધી બળવંત પીઠિકા,1 કેડે તારવા કોટાન કોટ ।

કર્યું હિત અતિ આ સમે, અમે રાખી નથી કાંઈ ખોટ ॥૩॥

ફેરો અમારો સુફળ થયો, ગયા સહુ જનના સંતાપ ।

અનેક જીવ ઉદ્ધર્યા, આજ અમારે પરતાપ ॥૪॥

ચોપાઈ

કરી લીધું છે સર્વે જો કામ રે, એમ વિચારિયું ઘનશ્યામ રે ।

કે’વા રાખ્યું નથી કેડે કાંઈ રે, જાવા મોક્ષના મારગ માંઈ રે ॥૫॥

બહુવિધ ઉઘાડિયાં બાર રે, કરવા કલ્યાણને આ વાર રે ।

હવે પધારું હું મારે ધામ રે, જે સારું આવ્યા’તા તે થયું કામ રે ॥૬॥

પછી જે જે પાસે હતા જન રે, તેને કે’ છે એમ ભગવન રે ।

સહુ ધારજો અંતરે ધીર રે, હવે નહીં રહે આ શરીર રે ॥૭॥

થોડે ઘણે દિને ધામે જાશું રે, અમ કેડ્યે ભરશો મા આંસું રે ।

જો રાજી કરવા હોય અમને રે, રે’જો એમ જેમ કહ્યું તમને રે ॥૮॥

ત્યાગી ગૃહી વળી નર નારી રે, રે’જો સહુ સહુના ધર્મ ધારી રે ।

ધર્મવાળાં જન મને વા’લાં રે, બિજાં જાણું છું નરસાં નમાલાં રે ॥૯॥

છેલી વાત એ છે માની લેજો રે, શિક્ષાપત્રી પ્રમાણે સહુ રે’જ્યો રે ।

શિક્ષાપત્રી માંહિ અમે રે’શું રે, રહી એમાં સહુને સુખ દેશું રે ॥૧૦॥

રે’શું સતસંગ માંહિ સદા રે, હરવા સતસંગની આપદા રે ।

પણ હમણે જેમ દેખો છો રે, દેખી જન્મ સુફળ લેખો2 છો રે ॥૧૧॥

એમ નહિ દેખો હવે અમને રે, સાચી વાત કહું છું તમને રે ।

એવી રીત્યે કહ્યું અવિનાશે રે, તે તો સાંભળીયું સહુ દાસે રે ॥૧૨॥

આપી ભલામણ ભલી વિધિ રે, પછી કરવાની હતી તે3 કીધી રે ।

ગયા અક્ષરધામમાં આપે રે, જન બહુ તપ્યા એહ તાપે4 રે ॥૧૩॥

નવ રહી શરીરની સાધ5 રે, પામ્યાં અંતરે દુઃખ અગાધ રે ।

રહે ધારતાં કેમ કરી ધીર રે, નથી સુકતાં નયણે નીર રે ॥૧૪॥

પછી વાલાનાં વચન સંભારી રે, ઘણી વારે ધીરજ પછી ધારી રે ।

જે જે કહ્યાં છે જેને વચન રે, તે તે રીતે રહ્યાં સહુ જન રે ॥૧૫॥

પોતે પધાર્યા પોતાને ધામ રે, કરી જીવ અનેકનાં કામ રે ।

જે જે ધારી આવ્યા’તા ધામથી રે, કર્યું કામ તે હૈયે હામથી6 રે ॥૧૬॥

મુનિ મંડળ સહિત આવ્યા’તા રે, સંગે સમાજ સારો લાવ્યા’તા રે ।

જેહ અર્થે આવ્યા’તા આંઈ રે, સર્યો અર્થ ન રહ્યું કેડે કાંઈ રે ॥૧૭॥

એવો અલૌકિક અવતાર રે, બહુ જીવ કર્યા ભવપાર રે ।

એહ મૂરતિ મળી છે જેને રે, કાંઈ ખામી રહી નહિ તેને રે ॥૧૮॥

એવી એ મૂરતિ મંગળકારી રે, તેહ જેહ રહ્યા છે ઉર ધારી રે ।

એવા જન મળે જેને જેને રે, અક્ષરધામે આપે વાસ તેને રે ॥૧૯॥

તે તો શ્રીમુખે કહ્યું’તું સો વાર રે, નિશ્ચે કરાવ્યું’તું નિરધાર રે ।

વળી રહ્યા છે સતસંગ માંય રે,7 અંત સમે કરે આપે સા’ય રે ॥૨૦॥

ઇતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણકમલ સેવક નિષ્કુળાનંદ મુનિ વિરચિતે પુરુષોત્તમપ્રકાશ મધ્યે અષ્ટચત્વારિંશઃ પ્રકારઃ ॥૪૮॥

 

Purushottam Prakash

Prakar - 48

 

Dohā

Pachhi joyu vichāri jivane, kari rahyā sarve kāma.

Sahu janane sugama thayu, se’je pāmashe svadhāma... 1

Maharaj thought that he has done all. He has made it easy for all to go to Akshardham ... 1

Je arathe ame āviyā, te aratha sariyo āja.

Dhāri āvyā’tā je dhāmathi, te kari lidhu chhe kāja... 2

The reason that I came to this earth has been fulfilled. Whatever I have decided in my abode has been done... 2

Bāndhi balavanta pithikā, kede tāravā kotāna kota.

Karyu hita ati ā same, ame rākhi nathi kāi khota... 3

He built a strong foundation so that after he leaves, millions will be liberated. I have done a lot for the welfare of the jivas this time and have not left anyone incomplete... 3

Fero amāro sufala thayo, gayā sahu jananā santāpa.

Aneka jiva uddharyā, āja amāre paratāpa.. 4

My manifestation has been a success; many peoples’ troubles ended. Many jivas have been liberated due to my powers... 4

Chopāi

Kari lidhu chhe sarve jo kāma re, ema vichāriyu Ghanashyāma re.

Ke’vā rākhyu nathi kede kāi re, jāvā mokshanā māraga māi re... 5

Maharaj thought he has finished all his work. Noone can say that he left anything behind for liberation... 5

Bahuvidha ughādiyā bāra re, karavā kalyānane ā vāra re.

Have padhāru hu māre dhāma re, je sāru āvyā’tā te thayu kāma re... 6

He opened many doors for the liberation of the jivas. I can now return to my abode as I have completed the work that I came to do... 6

Pachhi je je pāse hatā jana re, tene ke’ chhe ema Bhagavana re.

Sahu dhārajo antare dhira re, have nahi rahe ā sharira re... 7

Then, Maharaj spoke to those who were with him. Be strong in the heart; this body will not last long... 7

Thode ghane dine dhāme jāshu re, ama kedye bharaso mā ānsu re.

Jo rāji karavā hoya amane re, re’jo ema jema kahyu tamane re... 8

In a few days I will depart, do not shed any tears. If you want to please me, then do as I say... 8

Tyāgi gruhi vali nara nāri re, re’jo sahu sahunā dharma dhāri re.

Dharmavālā jana mane vā’lā re, bijā jānu chhu narasā namālā re... 9

All sadhus and householders – males and females, live within your disciplines. I love those who follow their respective dharma; those do not, and I see them as worthless... 9

Chheli vāta e chhe māni lejo re, shikshāpatri pramāne sahu re’jyo re.

Shikshāpatri māhi ame re’shu re, rahi emā sahune sukha deshu re... 10

My last wish is for everyone to follow the Shikshapatri. I will reside in the Shikhapatri and will give happiness ... 10

Re’shu satasanga māhi sadā re, haravā satasangani āpadā re.

Pana hamane jema dekho chho re, dekhi janma sufala lekho chho re... 11

I will always live in Satsang to rid any calamities of Satsang. The way you will see me now, you will know that your birth in this earth has been successful ... 11

Ema nahi dekho have amane re, sāchi vāta kahu chhu tamane re.

Evi ritye kahyu Avināshe re, te to sāmbhaliyu sahu dāse re... 12

I am telling you truthfully: you will no longer see me in this way. All the devotees listened to his speech... 12

Āpi bhalāmana bhali vidhi re, pachhi karavāni hati te kidhi re.

Gayā aksharadhāmamā āpe re, jana bahu tapyā eha tāpe re... 13

He gave good recommendations, then did what he needed to do. He went to Akshardham and his devotees were struck with grief... 13

Nava rahi sharirani sādha re, pāmyā antare dukha agādha re.

Rahe dhāratā kema kari dhira re, nathi sukatā nayane nira re... 14

They all lost consciences of their bodies and they felt very unhappy in their hearts. How can they remain strong when they can not dry their tears ... 14

Pachhi vālānā vachana sambhāri re, ghani vāre dhiraja pachhi dhāri re.

Je je kahyā chhe jene vachana re, te te rite rahyā sahu jana re... 15

Then, they remembered what Maharaj has said and became calm. They abided by all the words Maharaj spoke... 15

Pote padhāryā potāne dhāma re, kari jiva anekanā kām are.

Je je dhāri āvyātā dhāmathi re, karyu kāma te haiye hāmathi re... 16

He returned to Akshardham having granted liberation to many jivas. Whatever he decided from his abode, he fulfilled it... 16

Muni mandala sahita āvyā’tā re, sange samāja sāro lāvyā’tā re.

Jeha arthe āvyā’tā āi re, saryo artha na rahyu kede kāi re... 17

He bought with many sadhus and devotees with him. The reasons for his coming to earth were all fulfilled. He left nothing incomplete ... 17

Evo alaukika avatāra re, bahu jiva karyā bhavapāra re.

Eha murati mali chhe jene re, kāi khāmi rahi nahi tene re... 18

There has been no other avatār that has granted liberation to so many jivas. Whoever attained this murti does not have to do anything... 18

Evi e murati mangalakāri re, teha jeha rahyā chhe ura dhāri re.

Evā jana male jene jene re, aksharadhāme āpe vāsa tene re... 19

Whoever behold this auspicious murti in their heart will be able to send others to Akshardham ... 19

Te to Shrimukhe kahyu’tu so vāra re, nishche karāvyu’tu niradhāra re.

Vali rahyā chhe satasanga māya re, anta same kare āpe sā’ya re... 20

Maharaj said this personally many times. There is no doubt about this. He is always in Satsang even in our last moments; he will help us at the end of our life... 20

 

Iti Shri Sahajānanda Swami charana kamal sevaka Nishkulananda Muni virachite Purushottama-Prakāsha madhye shtachatvārashah prakārah... 48

પ્રકારઃ
Auto Play & Advance Audio
🏠 home પ્રકાશ સાર પ્રકારઃ ૧ ♬ પ્રકારઃ ૨ ♬ પ્રકારઃ ૩ ♬ પ્રકારઃ ૪ ♬ પ્રકારઃ ૫ ♬ પ્રકારઃ ૬ ♬ પ્રકારઃ ૭ ♬ ★ પ્રકારઃ ૮ ♬ પ્રકારઃ ૯ ♬ પ્રકારઃ ૧૦ ♬ પ્રકારઃ ૧૧ ♬ પ્રકારઃ ૧૨ ♬ પ્રકારઃ ૧૩ ♬ પ્રકારઃ ૧૪ ♬ પ્રકારઃ ૧૫ ♬ ★ પ્રકારઃ ૧૬ ♬ પ્રકારઃ ૧૭ ♬ પ્રકારઃ ૧૮ ♬ પ્રકારઃ ૧૯ ♬ પ્રકારઃ ૨૦ ♬ પ્રકારઃ ૨૧ ♬ પ્રકારઃ ૨૨ ♬ પ્રકારઃ ૨૩ ♬ ★ પ્રકારઃ ૨૪ ♬ પ્રકારઃ ૨૫ ♬ ★ પ્રકારઃ ૨૬ ♬ પ્રકારઃ ૨૭ ♬ ★ પ્રકારઃ ૨૮ ♬ પ્રકારઃ ૨૯ ♬ પ્રકારઃ ૩૦ ♬ પ્રકારઃ ૩૧ ♬ પ્રકારઃ ૩૨ ♬ ★ પ્રકારઃ ૩૩ ♬ પ્રકારઃ ૩૪ ♬ પ્રકારઃ ૩૫ ♬ પ્રકારઃ ૩૬ ♬ પ્રકારઃ ૩૭ ♬ પ્રકારઃ ૩૮ ♬ પ્રકારઃ ૩૯ ♬ પ્રકારઃ ૪૦ ♬ પ્રકારઃ ૪૧ ♬ ★ પ્રકારઃ ૪૨ ♬ ★ પ્રકારઃ ૪૩ ♬ પ્રકારઃ ૪૪ ♬ પ્રકારઃ ૪પ ♬ પ્રકારઃ ૪૬ ♬ પ્રકારઃ ૪૭ ♬ પ્રકારઃ ૪૮ ♬ પ્રકારઃ ૪૯ ♬ પ્રકારઃ ૫૦ ♬ ★ પ્રકારઃ ૫૧ ♬ પ્રકારઃ ૫૨ ♬ ★ પ્રકારઃ ૫૩ ♬ પ્રકારઃ ૫૪ ♬ પ્રકારઃ ૫૫ ♬