પુરુષોત્તમ પ્રકાશ

પ્રકારઃ ૨૪

 

દોહા

એમ આજ અવિનાશીએ, કર્યું સોંઘું કલ્યાણ ।

જે જડે નહિ મોટા જોગીને, તે વણ શ્રમે કર્યું વાણ ॥૧॥

દેહ દમ્યા વિના દાસને, આપ્યું ધામ અવિનાશ ।

તોયે મન માન્યું નહિ, થયું નહિ હૈયું હુલ્લાસ ॥૨॥

પછી ઉત્સવ આદર્યા, વરસોવરસ વરતાલ ।

દેઈ દરશન દાસને, કરવા કોટિક નિહાલ ॥૩॥

રામનવમી પ્રબોધની, ઉત્સવના દિન એહ ।

અણ તેડ્યે સહુ આવજો, કહ્યું શ્રીમુખે કરી સનેહ ॥૪॥

ચોપાઈ

અમે પણ આવશું જરૂર રે, થાશે દરશને દુઃખ દૂર રે ।

સંત સહિત નીરખશો નેણે રે, અતિ સુખી થાશો સૌ તેણે રે ॥૫॥

એમ કહ્યું આપે અવિનાશ રે, સુણી રાજી થયા સહુ દાસ રે ।

પછી ઉત્સવ ઉપર એહ રે, થયાં સાબદા સૌ મળી તેહ રે ॥૬॥

પૂર્વ પશ્ચિમ ઊત્તર દક્ષિણ રે, ચાલ્યા ઉત્સવ પર તતક્ષણ રે ।

સુણ્યો સમૈયો શ્રવણે જેણે રે, કરી તરત તૈયારી તેણે રે ॥૭॥

આવ્યા વાયદે વરતાલ ગામ રે, ત્યાગી ગૃહી પુરુષ ને વામ રે ।

પછી વા’લમ પણ વરતાલ રે, આવ્યા કરવા સહુને નિહાલ રે ॥૮॥

આવ્યાં હતાં જે જન અપાર રે, દરશન કરવાને નર નાર રે ।

તે સહુને દરશન દીધાં રે, જને નેણે નીરખી સુખ લીધાં રે ॥૯॥

બેઠા મોટે મેડે1 મહારાજ રે, સૌને દરશન દેવાને કાજ રે ।

ઊભા થઈને આપે દયાળ રે, લિયે સહુ જનની સંભાળ રે ॥૧૦॥

પે’રી સુંદર વસ્ત્ર સોનેરી રે, જોયા જેવી શોભા જામા કેરી રે ।

પે’રી પાયજામો જરીનો રે, નૌતમ નાડીનો રંગ નવીનો રે ॥૧૧॥

કસી કમર સોનેરી શાલે રે, બાંધ્યો સોનેરી રેંટો વા’લે રે ।

ધર્યાં છોગાં તેમાં ફૂલનાં રે, લટકે તોરા મોંઘા મૂલના રે ॥૧૨॥

કંઠે કનક કુસુમના હાર રે, ઓપે પરવાળા2 તે અપાર રે ।

બાજુ કાજુ કુંડળ કાને રે, શોભે સારાં ઘરેણાં સોનાને રે ॥૧૩॥

વેઢ વીંટી કર કડાં શોભે રે, જોઈ જનતણાં મન લોભે રે ।

હૈયે હારને હીરા સાંકળી રે, મોતી માળા શોભે વળી વળી રે ॥૧૪॥

એવાં વસ્ત્ર ઘરેણાંને પેહેરી રે, જુવે સહુ જનને વા’લો હેરી રે ।

જન જોઈ એવી મૂરતિ રે, હૈયે હેત વાધે છે જો અતિ રે ॥૧૫॥

નીર્ખી હર્ખી અંતર ઉતારે રે, જેવા જોયા તેવા ઉર ધારે રે ।

જેણે જેણે જોયા જગદીશ રે, નીર્ખી જેણે નમાવિયાં શીશ રે ॥૧૬॥

તે તો અક્ષરના અધિકારી રે, થયાં બહુ સહુ નર નારી રે ।

એવી મૂર્તિ ઉર જેને રહી રે, તેને સર્વે કમાણી જો થઈ રે ॥૧૭॥

ભાગે આવ્યો તેને બ્રહ્મમો’લ રે, જિયાં અતિ સુખ છે અતોલ રે ।

એહ સુખને આપવા કાજ રે, આપે આવિયા છે જો મહારાજ રે ॥૧૮॥

માટે કરે છે મોટા જો મેળા રે, બહુ જન કરવાને ભેળા રે ।

માટે જેણે જોયા એ સમૈયા રે, તે તો બ્રહ્મમો’લવાસી થયા રે ॥૧૯॥

ઘણી રીતે હેતે ઘનશ્યામ રે, લઈ જાવા છે પોતાને ધામ રે ।

જીવ અર્થે આવ્યા છે આપે રે, તાર્યા જીવ આપ પ્રતાપે રે ॥૨૦॥

ઇતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણકમલ સેવક નિષ્કુળાનંદ મુનિ વિરચિતે પુરુષોત્તમપ્રકાશ મધ્યે ચતુર્વિંશઃ પ્રકારઃ ॥૨૪॥

 

Purushottam Prakash

Prakar - 24

Dohā

Emā aja avināshiye, karyu songhu kalyāna.

Je jare nahi motā jogine, te vana shrame karyu vāna... 1

In this way, Maharaj made liberation easily available today. What has not been attained by immense yogis has been made easy and effortless... 1

Deha damyā vinā dāsane, āpyu dhāma avināsha.

Toye mana mānyu nahi, thayu nahi haiyu hullāsa... 2

Without any austerities of the body, Maharaj gave his Akshardham. Yet Maharaj’s mind was still not satisfied; his heart was still not fully happy... 2

Pachhi utsava ādaryā, varaso-varasa Vartal.

Dei darashana dāsane, karavā kotika nihāl... 3

Then, he began to celebrate utsavs (festivals), year after year in Vartal. He gave darshan to his devotees, and to please millions... 3

Ramanavami Prabodhani, utsavanā dina eha.

Ana tedye sahu āvajo, kahyu Shrimukhe kari sneha... 4

On the utsav days such as Ramnavmi and Prabhodhani; everyone should come without an invitation said Maharaj lovingly... 4

Chopāi

Ame pana āvashu jarura re, thāshe darashane dukha dura re.

Santa sahita nirakhasho nene re, ati sukhi thāsho sau tene re... 5

Maharaj said I will definitely come too; and by having darshan, your misery will go away. By seeing sadhus with me with your eyes, all of you will become full of joy... 5

Ema kahyu āpe avināsha re, suni rāji thayā sahu dāsa re.

Pachhi utsava upara eha re, thayā sābadā sau mali teha re... 6

Thus, Maharaj said himself and all the devotees became happy hearing this. Then, for those utsavs, everyone gathered and prepared to attend... 6

Purva pashchima uttara dakshina re, chālyā utsava para tatakshana re.

Sunyo samaiyo shravane jene re, kari tarata taiyāri tene re... 7

From the East, West, North and South, everyone left immediately for the utsav. Whoever heard that there were celebrations underway prepared to go... 7

Āvyā vāyade Vartal gāma re, tyāgi gruhi purusha ne vāma re.

Pachhi vāhlama pana Vartala re, āvyā karavā sahune nihāla re... 8

The "meaning_en"class="text_1">tyāgis, gruhastas – all men and women – came to Vartal on the agreed time and date. Then, Maharaj came to Vartal, too, to make all devotees incredibly joyful... 8

Āvyā hatā je jana apāra re, darashana karvāne nar nāra re.

Te sahune darashana didhā re, jane nene nirakhi sukha lidhā re... 9

The countless devotes, both men and women, that came for Maharaj’s darshan; Maharaj gave them darshan and they became happy... 9

Bethā mote mede Maharaja re, saune darshanane devāne kāja re.

Ubhā thaeene āpe dayāla re, liye sahu janani sambhāla re... 10

Maharaj sat on a huge stage in the assembly in order to give everyone darshan. The, he stood up so everyone could see him; and he took care of all devotees there... 10

Pe’ri sundara vastra soneri re, joyā jevi shobhā jāmā keri re.

Pe’ri pāyajāmo jarino re, nautam nādino ranga navino re... 11

Maharaj wore beautiful golden colored clothes; it was an exquisite robe worth seeing. Wearing trousers stitched with golden and silver threads; and the thread along the waist was of a unique color... 11

Kasi kamara soneri shāle re, bāndhyo soneri rento vā’le re.

Dharyā chhogā temā fulanā re, latake torā monghā mulanā re... 12

He had a golden colored shawl with embroidery tied to his waist; and a golden coloured turban tied to his head. And strings of flowers hung from that turban; also expensive tassels are hanging from the turban too... 12

Kanthe kanaka kusumanā hāra re, ope paravālā te apāra re.

Bāju kāju kundal kāne re, shobhe sārā gharenā sonāne re... 13

Around his neck is a garland of exquisite flowers; around this are many dazzling red jewels.

There are bracelets on his arms as well as earrings on his ears; the golden ornaments on him look extremely nice... 13

Vedha vinti kara kadā shobhe re, joi jana tanā mana lobhe re.

Haiye hārane hirā sānkali re, moti mālā shobhe vali vali re... 14

There are rings on his fingers and bracelets on his hands; the minds of the devotees become attracted upon seeing this. On the chest is a necklace of diamonds, as well as a necklace of pearls that looks

amazing... 14

Evā vastra gharenāne paheri re, juve sahu janane vāhlo heri re.

Jana joi evi murati re, haiye heta vādhe chhe jo ati re... 15

Maharaj wears ornaments and clothes and all devotees look at him. After the devotees have seen this murti, an enormous amount of love increases in their heart... 15

Nirkhi harkhi antara utāre re, jevā joyā tevā ura dhāre re.

Jene jene joyā jagadisha re, nirkhi jene namāviyā shisha re... 16

They delightfully see his murti and place it within their hearts; they remember him in whichever way they have seen him. Whoever has seen Maharaj or have bowed their heads to him... 16

Te to aksharanā adhikāri re, thayā bahu sahu nar nāri re.

Evi murti ura jene rahi re, tene sarve kamāni jo thai re... 17

Many males and females have won the privilege of Akshardham. If this murti has stayed in the heart of anyone, then they have earned everything there is to earn... 17

Bhāge āvyo tene Brahmamo’la re, jiyā ati sukha chhe atola re.

Eha sukhane āpavā kāja re, āpe āviyā chhe jo Mahārāja re... 18

Akshardham has been written in their fate, where there is immeasurable happiness.

To give such bliss is why Maharaj has come on this earth... 18

Māte kare chhe motā jo melā re, bahu jana karavāne bhelā re.

Māte jene joyā e samaiyā re, te to Brahmamo’lavāsi thayā re... 19

Therefore, he is performing grand celebrations to gather a mass of devotees together. Whoever has seen such celebrations have become residents of Akshardham... 19

Ghani rite hete Ghanashyāma re, lai jāvā chhe potāne dhāma re.

Jiva arthe āvyā chhe āpere, tāryā jiva āpa pratāpe re... 20

In many ways with much love, Ghanshyam wants to take people back to his own abode. His reason to come on earth is for the jivas; he has liberated jivas with his powers... 20

 

Iti Shri Sahajanand Swami charana kamala sevaka Nishkulanand Muni virachite Purushottamaprakāsha madhye chaturvinshah prakārah... 24

પ્રકારઃ
Auto Play & Advance Audio
🏠 home પ્રકાશ સાર પ્રકારઃ ૧ ♬ પ્રકારઃ ૨ ♬ પ્રકારઃ ૩ ♬ પ્રકારઃ ૪ ♬ પ્રકારઃ ૫ ♬ પ્રકારઃ ૬ ♬ પ્રકારઃ ૭ ♬ ★ પ્રકારઃ ૮ ♬ પ્રકારઃ ૯ ♬ પ્રકારઃ ૧૦ ♬ પ્રકારઃ ૧૧ ♬ પ્રકારઃ ૧૨ ♬ પ્રકારઃ ૧૩ ♬ પ્રકારઃ ૧૪ ♬ પ્રકારઃ ૧૫ ♬ ★ પ્રકારઃ ૧૬ ♬ પ્રકારઃ ૧૭ ♬ પ્રકારઃ ૧૮ ♬ પ્રકારઃ ૧૯ ♬ પ્રકારઃ ૨૦ ♬ પ્રકારઃ ૨૧ ♬ પ્રકારઃ ૨૨ ♬ પ્રકારઃ ૨૩ ♬ ★ પ્રકારઃ ૨૪ ♬ પ્રકારઃ ૨૫ ♬ ★ પ્રકારઃ ૨૬ ♬ પ્રકારઃ ૨૭ ♬ ★ પ્રકારઃ ૨૮ ♬ પ્રકારઃ ૨૯ ♬ પ્રકારઃ ૩૦ ♬ પ્રકારઃ ૩૧ ♬ પ્રકારઃ ૩૨ ♬ ★ પ્રકારઃ ૩૩ ♬ પ્રકારઃ ૩૪ ♬ પ્રકારઃ ૩૫ ♬ પ્રકારઃ ૩૬ ♬ પ્રકારઃ ૩૭ ♬ પ્રકારઃ ૩૮ ♬ પ્રકારઃ ૩૯ ♬ પ્રકારઃ ૪૦ ♬ પ્રકારઃ ૪૧ ♬ ★ પ્રકારઃ ૪૨ ♬ ★ પ્રકારઃ ૪૩ ♬ પ્રકારઃ ૪૪ ♬ પ્રકારઃ ૪પ ♬ પ્રકારઃ ૪૬ ♬ પ્રકારઃ ૪૭ ♬ પ્રકારઃ ૪૮ ♬ પ્રકારઃ ૪૯ ♬ પ્રકારઃ ૫૦ ♬ ★ પ્રકારઃ ૫૧ ♬ પ્રકારઃ ૫૨ ♬ ★ પ્રકારઃ ૫૩ ♬ પ્રકારઃ ૫૪ ♬ પ્રકારઃ ૫૫ ♬