પુરુષોત્તમ પ્રકાશ

પ્રકારઃ ૧૮

 

દોહા

એમ અનેક રીત્યે વળી ઉરમાં, જે સંભારે સુંદર શ્યામ ।

તે તન છૂટે પામશે, અખંડ અક્ષર ધામ ॥૧॥

મંગળકારી સારી મૂરતિ, ધરી આજ દેવા આનંદ ।

એહ મૂર્તિની સ્મૃતિયે, તર્યા કંઈક જનનાં વૃંદ ॥૨॥

સુખનિધિ આ સંસારમાં, સહુ જન જાણો જરૂર ।

મૂરતિ શ્રી મહારાજની, દૃઢ ધારવા જેવી ઉર ॥૩॥

જેમ જેમ જોયા જગદીશને, તેમ તેમ સંભારે સંત ।

સર્વે આચરણને સંભારતાં, પામે સુખ અત્યંત ॥૪॥

ચોપાઈ

વળી સંભારવા ઘનશ્યામ રે, પુરુષોત્તમ પૂરણકામ રે ।

કેને દેતા ફૂલડાંની માળ રે, કેને દેતા પ્રસાદીના થાળ રે ॥૫॥

કેને દેતા વસ્ત્ર ને ઘરેણાં રે, કેને ફળ દલ સુખદેણાં1 રે ।

કેને અન્નકણ કોરી2 રૂપૈયારે, દિયે નાથ દેખીને દુઃખિયા રે ॥૬॥

કેને આપે છે ઘોડા ઘરેણાં ભારી રે, કેને આપે છે પાઘ ઊતારી રે ।

એવા દીનબંધુ છે દયાળુ રે, સંભારતાં થાયે જો સુખાળુ રે ॥૭॥

કેને મળે છે બાથમાં ઘાલી રે, કેને મગન કરે ચરણ આલી રે ।

કેને મીઠી વાણ્યે બોલાવે રે, કહે એવું જેવું એને ભાવે રે ॥૮॥

કેને અમૃત દૃષ્ટે નિહાળે રે, જોઈ જનતણા તાપ ટાળે રે ।

કેને બેસારે પ્રભુજી પાસ રે, કેને સાથે કરે હરિ હાસ રે ॥૯॥

એવી મૂરતિ અંતર ધારી રે, સૂતાં બેઠાં રાખે જે સંભારી રે ।

તે સૌ અક્ષરના અધિકારી રે, થાશે નિશ્ચે કરી નર નારી રે ॥૧૦॥

જાણો આદ્ય અંત ને મધ્યે રે, સુખી થયા શ્યામ સંબંધે રે ।

જેણે જોયા જગનો આધાર રે, તેનો બેડો થયો ભવપાર રે ॥૧૧॥

હસતા રમતા ભમતા ભોમે રે, દીઠા જોઈ રે’તા વાલો વ્યોમે3 રે ।

વળી ગતા વાતા ને ફરતા રે, કાજુ4 કરનાં લટકાં કરતા રે ॥૧૨॥

નીર ક્ષીર5 સમીર પીતા6 રે, આસન કરતા ને મૌન ગ્રહેતા રે ।

એમ જે જે રીત્યે જને જોયા રે, નીરખી નાથને નયણે મોહ્યા રે ॥૧૩॥

તે તો પામિયા પરમ પ્રાપતિ રે, કરી અક્ષરધામમાં ગતિ રે ।

આજ અનેક રીત્યે અવિનાશરે, જોઈ સુખ પામ્યા બહુ દાસ રે ॥૧૪॥

એવો મોટો મહિમા મૂર્તિનો રે, નવીન સુખ પામવા નગીનો7 રે ।

કહી કહીને કહ્યું જે ઘણું રે, મોટું માહાત્મ્ય મૂર્તિ તણું રે ॥૧૫॥

તોયે જથારથ છે જેમ રે, કે’તાં કે’તાં ન કે’વાય તેમ રે ।

આજ પ્રગટાવી પ્રતાપ રે, તાર્યા અનેક જીવને આપ રે ॥૧૬॥

સામર્થી સહુથી છે ન્યારી રે, વાવરી છે સમર્થ સુખકારી રે ।

અનંત પોં’ચાડ્યા અક્ષરધામે રે, સુખદાયક શ્રીઘનશ્યામે રે ॥૧૭॥

ધર્મ એકાંતિક તે સ્થાપિયો રે, નિજ આશ્રિતમાં તે વ્યાપિયો રે ।

અસુર ગુરુ નૃપનો કિધો નાશ રે, નિજ સામર્થીએ અવિનાશ રે ॥૧૮॥

પુરુષોત્તમ પોતે પધારિ રે, લીધા અનેક જીવ ઉદ્ધારી રે ।

આપ સામર્થી વાવરી ઘણી રે, જોઈ નહિ કરણી જીવતણી રે ॥૧૯॥

આજ બહુ જન તારવા આવ્યા રે, આવી સ્વામી સહજાનંદ કા’વ્યા રે ।

જે જન સમરશે સહજાનંદ રે, તે જન પામશે પરમ આનંદ રે ॥૨૦॥

ઇતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણકમલ સેવક નિષ્કુળાનંદ મુનિ વિરચિતે પુરુષોત્તમપ્રકાશ મધ્યે અષ્ટાદશઃ પ્રકારઃ ॥૧૮॥

 

Purushottam Prakash

Prakar - 18

Dohā

Ema aneka ritye vali uramā, je sambhāre sundara shyāma.

Te tana chhute pāmashe, akhanda akshara dhāma... 1

In countless ways from their heart, those who remember Maharaj’s beautiful form will leave their body and attain the everlasting Akshardham... 1

Mangalakāri sāri murati, dhari āja devā ānanda.

Eha murtini smrutiye, taryā kaika jananā vrunda... 2

Maharaj assumed an auspicous murti and came on the earth today to give happiness. From the remembrance of this murti, many devotees have been uplifted... 2

Sukhanidhi ā sansāramā, sahu jana jāno jarura.

Murati Shri Mahārājani, dradha dhāravā jevi ura... 3

It is a treasure of happiness in this worldly life; everyone should firmly understand this. The murti of Maharaj is worth firmly keeping in your heart... 3

Jema jema joyā jagadishane, tema tema sambhāre santa.

Sarve ācharanane sambhāratā, pāme sukha atyanta... 4

The devotees remember the different ways that they saw Maharaj. By remembering all these different physical activities, one will attain unlimited happiness... 4

Chopāi

Vali sambhāravā Ghanshyama re, Purushottama puranakāma re.

Kene detā fuladāni māla re, kene detā prasādinā thāla re... 5

Remember the beautiful form of Ghanshyam, who is fully perfect. To some, he gave a flower garland; to some, he gave prasād from his plate... 5

Kene detā vastra ne gharenā re, kene fala dala sukhadenā re.

Kene anna-kana kori rupaiyā re, diye nātha dekhine dukhiyā re... 6

To some, he gave his clothes and ornaments; to some, he gave fruit. To some he gave food, silver or money; he gave seeing their suffering... 6

Kene āpe chhe ghodā gharenā bhāri re, kene āpe chhe pāgha utāri re.

Evā dinabandhu chhe dayālu re, sambhāratā thāye jo sukhālu re... 7

To some, he gave horses or jewelry; to some, he took of his turban and gave it to them. Such is Maharaj’s kind nature; remembering him causes much happiness... 7

Kene male chhe bāthamā ghāli re, kene magana kare charana āli re.

Kene mithi vānye bolāve re, kahe evu jevu ene bhāve re... 8

To some, he greets by hugging them; others are left excited when he gave them imprints of his lotus feet. He called some in a very sweet tone; he says whatever the individual likes to hear... 8

Kene amruta drushte nihāle re, joi janatanā tāpa tāle re.

Kene besāre prabhuji pāsa re, kene sāthe kare hari hāsa re... 9

He looks at some with his nectar-filled eyes; the suffering of this world melts for the devotees who see this. To some, Maharaj seats them next to him; to some, he shares laughter with... 9

Evi murati antara dhāri re, sutā bethā rākhe je sambhāri re.

Te sau aksharanā adhikāri re, thāshe nishche kari naranāri re... 10

Whoever remembers this murti from within while sleeping and sitting… They definitely become worthy of attaining Akshardham... 10

Jāno ādya anta ne madhye re, sukhi thayā shyāma sambandhe re.

Jene joyā jagano ādhāra re, teno bedo thayo bhavapāra re... 11

From the beginning, middle and to the end, those with some contact of Maharaj have become extremely happy. Those who have seen the controller of this world have overcome this worldly life... 11

Hasatā ramatā bhamatā bhome re, dithā joi re’tā vālo vyome re.

Vali gātā vātā ne faratā re, kāju karanā latakā karatā re... 12

Laughing, playing and walking on this earth; seeing Maharaj in the sky… And singing, talking and journeying, beautifully gesturing with his hands too... 12

Nira kshira samira pitā re, āsana karatā ne mauna grahetā re.

Ema je je ritye jane joyā re, nirakhi nāthane nayane mohyā re... 13

Having water, milk and fasting on certain days; doing yoga postures and being silent too. In whichever way the devotees have seen Maharaj, their eyes have become completely attracted to him... 13

Te to pāmiyā parama prāpati re, kari Aksharadhāmamā gati re.

Āja aneka ritye avināsha re, joi sukha pāmyā bahu dāsa re... 14

They have attained the highest possible state and have reached to Aksharsham. Today, Seeing Maharaj in many different ways, the devotees have attained happiness... 14

Evo moto mahimā murtino re, navina sukha pāmavā nagino re.

Kahi kahine kahyu je ghanu re, motu māhātmya murti tanu re... 15

This is the greatness of the murti of Maharaj, a new superior way to attain happiness. It’s been said many times again and again the greatness of Maharaj’s murti... 15

Toye jathāratha chhe jema re, ke’tā ke’tā na ke’vāya tema re.

Āja pragatāvi pratāpa re, tāryā aneka jivane āpa re... 16

Nevertheless, it is still not possible to describe Maharaj’s greatness exactly, no matter how one tries. Today, a new power has been kindled; countless jivas have also been saved... 16

Sāmarthi sahuthi chhe nyāri re, vāvari chhe samartha sukhakāri re.

Ananta po’chādyā Aksharadhāme re, sukhadāyaka Shri Ghanshyame re... 17

His powers are completely superior to anything else; and the almighty lord of happiness used these powers. Maharaj took infinite jivas to Akshardham... 17

Dharma ekāntika te sthāpiyo re, nija āshritamā te vyāpiyo re.

Asura guru nrupano kidho nāsha re, nija sāmarthie avināsha re... 18

He established ekāntik dharma, which spread to his devotees. He destroyed evil gurus and kings by using his powers... 18

Purushottama pote padhāri re, lidhā aneka jiva uddhāri re.

Āpa sāmarthi vāvari ghani re, joi nahi karani jivatani re... 19

Maharaj graced the earth and liberated countless jivas. He used his many powers, while he did not look at the worthiness or unworthiness of any jivas... 19

Āja bahu jana tāravā āvyā re, āvi Swami Sahajānanda kā’vyā re.

Je jana samarashe Sahajānanda re, te jana pāmashe parama ānanda re... 20

He came to liberate many people; he came and was known as Sahajanand. Whoever remembers Sahajanand will attain the highest happiness... 20

 

Iti Shri Sahajānanda Swami charana-kamala sevaka Nishkulananda Muni virachite Purushottama-Prakāsha madhye ashtādashah prakārah... 18

પ્રકારઃ
Auto Play & Advance Audio
🏠 home પ્રકાશ સાર પ્રકારઃ ૧ ♬ પ્રકારઃ ૨ ♬ પ્રકારઃ ૩ ♬ પ્રકારઃ ૪ ♬ પ્રકારઃ ૫ ♬ પ્રકારઃ ૬ ♬ પ્રકારઃ ૭ ♬ ★ પ્રકારઃ ૮ ♬ પ્રકારઃ ૯ ♬ પ્રકારઃ ૧૦ ♬ પ્રકારઃ ૧૧ ♬ પ્રકારઃ ૧૨ ♬ પ્રકારઃ ૧૩ ♬ પ્રકારઃ ૧૪ ♬ પ્રકારઃ ૧૫ ♬ ★ પ્રકારઃ ૧૬ ♬ પ્રકારઃ ૧૭ ♬ પ્રકારઃ ૧૮ ♬ પ્રકારઃ ૧૯ ♬ પ્રકારઃ ૨૦ ♬ પ્રકારઃ ૨૧ ♬ પ્રકારઃ ૨૨ ♬ પ્રકારઃ ૨૩ ♬ ★ પ્રકારઃ ૨૪ ♬ પ્રકારઃ ૨૫ ♬ ★ પ્રકારઃ ૨૬ ♬ પ્રકારઃ ૨૭ ♬ ★ પ્રકારઃ ૨૮ ♬ પ્રકારઃ ૨૯ ♬ પ્રકારઃ ૩૦ ♬ પ્રકારઃ ૩૧ ♬ પ્રકારઃ ૩૨ ♬ ★ પ્રકારઃ ૩૩ ♬ પ્રકારઃ ૩૪ ♬ પ્રકારઃ ૩૫ ♬ પ્રકારઃ ૩૬ ♬ પ્રકારઃ ૩૭ ♬ પ્રકારઃ ૩૮ ♬ પ્રકારઃ ૩૯ ♬ પ્રકારઃ ૪૦ ♬ પ્રકારઃ ૪૧ ♬ ★ પ્રકારઃ ૪૨ ♬ ★ પ્રકારઃ ૪૩ ♬ પ્રકારઃ ૪૪ ♬ પ્રકારઃ ૪પ ♬ પ્રકારઃ ૪૬ ♬ પ્રકારઃ ૪૭ ♬ પ્રકારઃ ૪૮ ♬ પ્રકારઃ ૪૯ ♬ પ્રકારઃ ૫૦ ♬ ★ પ્રકારઃ ૫૧ ♬ પ્રકારઃ ૫૨ ♬ ★ પ્રકારઃ ૫૩ ♬ પ્રકારઃ ૫૪ ♬ પ્રકારઃ ૫૫ ♬