પુરુષોત્તમ પ્રકાશ

પ્રકારઃ ૪૧

 

દોહા

એમ આચારજનું અધિકપણું, શ્રીમુખે કહ્યું ઘનશ્યામ ।

એહ દ્વારથી અનેકને, કરવા છે પૂરણકામ ॥૧॥

ઘણા જીવ એહ ગૃહસ્થથી, ઉદ્ધારવા છે આ વાર ।

નરનારી જે જક્તમાં, તે સહુના એ તારનાર ॥૨॥

એહ વિના વળી ત્યાગીથી, આજ ઉદ્ધારવા છે અનેક ।

એમાં પણ અમે રહી, ભવપાર કરવાં છે છેક ॥૩॥

ત્યાગી તે સમજો સંતને, એમાં અમે કરી પરવેશ ।

બહુ જીવને તારશું, આપી ઉજ્જવળ ઉપદેશ ॥૪॥

ચોપાઈ

ધર્મકુળમાં કરી રહ્યા ધામ રે, તેમ સંતમાં છઉં કહે શ્યામ રે ।

સર્વે રીતે સંતમાં રહુ છું રે, એમાં રહી ઉપદેશ દઉં છું રે ॥૫॥

સંત બોલે તે ભેળો હું બોલું રે, સંત ન ભૂલે હુંયે ન ભૂલું રે ।

સંત વાત ભેળી કરું વાત રે, એમ સંતમાં છઉં સાક્ષાત રે ॥૬॥

સંત જુવે તે ભેળો હું જોઉં રે, સંત સૂતા પછી હું સોઉં રે ।

સંત જાગે તે ભેળો હું જાગું રે, સંત જોઈ અતિ અનુરાગું1 રે ॥૭॥

સંત જમે તે ભેળો હું જમું રે, સંત ભમે તે કેડ્યે હું ભમું રે ।

સંત દુઃખાણે હું દુઃખાણો રે, એહ વાત સત્ય જન જાણો રે ॥૮॥

સંત હું ને હું તે વળી સંત રે, એમ શ્રીમુખે કહે ભગવંત રે ।

સંત માનજો મારી મૂરતિ રે, એમાં ફેર નથી એક રતિ રે ॥૯॥

અંતરજામીપણે રહું એમાં રે, માટે નથી બંધાતા એ કેમાં રે ।

સંકલ્પ સ્વપ્ન ઉપવાસ રે, તે તો કરે છે જાણી મને પાસ રે ॥૧૦॥

માટે અખંડ એમાં રહું છું રે, સારી સત્ય સુબુદ્ધિ દઉં છું રે ।

વળી જે જે મેં નિ’મ રખાવ્યા રે, તેમાં રહી એણે તન તાવ્યાં2 રે ॥૧૧॥

માટે સંત વા’લા મને બહુ રે, ઘણી ઘણી વાત શું કહું રે ।

એને અન્ન જળ અંબર3 આપે રે, તે તો તપશે નહિ ત્રય તાપે રે ॥૧૨॥

લાગી પાયે ને જોડિયા હાથ રે, તે તો સહુ થાય છે સનાથ રે ।

જોઈ રીત ને રાજી થાશે રે, વળી ગુણ તે સંતના ગાશે રે ॥૧૩॥

કે’શે સંત તો એ બહુ સારા રે, ખરા કલ્યાણના કરનારા રે ।

એટલો જ ગુણ કોઈ ગ્રે’શે રે, તે તો બ્રહ્મમો’લે વાસ લેશે રે ॥૧૪॥

એવા સંતની કરે પ્રસંશા રે, નીરખી હરખી હૈયામાં હૂલસ્યા રે ।

વળી વિનતિ વારમવાર રે, કરે સ્તુતિ તેહ અપાર રે ॥૧૫॥

તે તો પામશે પરમ ધામ રે, વળી થાશે તે પૂરણકામ રે ।

કાં જે એ સંતમાં અમે છીએ રે, સાચા સંતથી દૂર ન રહીએ રે ॥૧૬॥

માટે સંત એ કલ્યાણકારી રે, યાંથી4 બહુને લેવા છે ઉદ્ધારી રે ।

મોટો માર્ગ જે મોક્ષતણો રે, આજ કર્યો છે ચાલતો ઘણો રે ॥૧૭॥

એમ માંડ્યો છે મોટો અખાડો રે, બ્રહ્મમો’લ જાવા રાત્ય દા’ડો રે ।

એવો અભાગી કોઈ ન કે’વાય રે, જે કોઈ આ સમામાં રહી જાય રે ॥૧૮॥

સંત દેશ પરદેશ ફરે છે રે, સહુ જીવનાં અઘ5 હરે છે રે ।

એનાં દર્શન સ્પર્શ જે કરશે રે, તે તો ભવજળ પાર ઊતરશે રે ॥૧૯॥

એ તો વીશ વસાની6 છે વાત રે, સહુ સમજજો સાક્ષાત રે ।

કહ્યું શ્રીમુખે એમ મહારાજ રે, સાકટમ7 નોતરું છે આજ રે ॥૨૦॥

ઇતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણકમલ સેવક નિષ્કુળાનંદ મુનિ વિરચિતે પુરુષોત્તમપ્રકાશ મધ્યે એકચત્વારિંશઃ પ્રકારઃ ॥૪૧॥

 

પ્રસંગ

ભૂસ્તરશાસ્ત્રી!

તા. ૧૯૭૦/૧૨/૨થી વચનામૃત, સ્વામીની વાતો અને હરિલીલામૃત ગ્રંથનું પારાયણ શરૂ થયેલું. તેમાં બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજે પ્રથમ લાભ આપ્યો. ત્યારબાદ વિવિધ સંતો કથા કરતા. આ પારાયણ પ્રસંગે આશીર્વાદમાં યોગીજી મહારાજ બોલ્યા કે, “‘આ તે વીસવસાની વાત રે, સહુ સમજજો સાક્ષાત્ રે...’ શું?” આ સાંભળી એક હરિભક્તે યોગીજી મહારાજને પૂછ્યું, “બાપા! વીસવસા એટલે શું?”

“હુંય સમજતો નથી,” એમ કહી યોગીજી મહારાજે હસતાં હસતાં નિખાલસપણે વાત કરી. ત્યારે પ્રમુખસ્વામી મહારાજે કહેલું કે, “ગાયકવાડી રાજ્યનું જમીનનું ગૂંઠા જેવું આ એક માપ છે. વીસવસા એટલે એક વીઘું થાય. એટલે એમ કે વાત સોળ આના બરાબર છે.”

સ્વામીશ્રીએ આપેલી આ સમજૂતીથી સૌ આશ્ચર્ય પામ્યા!

જો કે જે સ્વામીશ્રીના સંપર્કમાં આવતા તે સૌ માટે તેઓનું ભૂસ્તરવિદ્યાનું જ્ઞાન અચરજકારી જ રહેલું. કયા પ્રદેશમાં કેટલા ગૂંઠે વીઘું થાય અને કેટલા વીઘે કેટલા એકર થાય વગેરે વિગતો વિજાણુ યંત્રોની ઝડપે સ્વામીશ્રી કડકડાટ બોલતા.

માપની સાથે જમીનની ગુણવત્તા સંબંધી જ્ઞાન પણ ભારોભાર. જમીન અનુસાર ફસલ સંબંધી માર્ગદર્શન આપે ત્યારે અચ્છા અચછા ખેડૂતો પણ અચંબામાં પડી જાય!

[બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ - ભાગ ૧/૫૩૫]

 

નિરૂપણ

આનું નામ મહાપૂજા

પુરુષોત્તમ પ્રકાશમાં પ્રકાર: ૩૮ થી ૪૦ નિરૂપતાં બોલ્યા:

“શાસ્ત્રીજી મહારાજે ભક્તે સહિત ભગવાન, અક્ષરે સહિત પુરુષોત્તમ પધરાવી દીધા. જેવી પરોક્ષ ભક્તની પૂજા થાય છે તેમ ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામીની પૂજા થવી જોઈએ. આનું નામ મહાપૂજા.

‘સંત માનજો મારી મૂરતિ રે, એમાં ફેર નથી એક રતિ રે;

સંત હું ને હું તે વળી સંત રે, એમ શ્રીમુખે કહે ભગવંત રે.’

“આ શ્રીમુખે પુરુષોત્તમ ભગવાન બોલે છે. તેમને પોતાની વંશપરંપરા રાખવી છે.

“સ્વરૂપનિષ્ઠા કામ કરે. મહારાજ પુરુષોત્તમ, સ્વામી અક્ષર અને આપણા ગુરુ શાસ્ત્રીજી મહારાજ, એ વિના સાંધા એટલા વાંધા. દાસના દાસ રહેવું. હેતવાળાએ આ નિષ્ઠા કરાવવી.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ - ભાગ ૪/૩૯૬]

 

તા. ૧-૨-’૬૭, સવારે ‘પુરુષોત્તમ પ્રકાશ,’ પ્રકાર: ૪૧, ૪૨ ગવરાવી, સમજાવતાં સ્વામીશ્રી બોલ્યા:

“મહારાજે મભમ સંતની વાત અહીં કરી છે, પણ તે ગુણાતીતની જ વાત છે. મહારાજ કહે છે, ‘મારે ઘણા જીવનો ઉદ્ધાર એ દ્વારે કરવો છે.’

“નિર્દોષબુદ્ધિએ શ્રદ્ધાથી સંતને સેવવા જોઈએ. તો અજ્ઞાન ઊછળીને નીકળી જાય. સંત ભગવાનનો આશરો કરાવે. જ્ઞાનરૂપી ધન લોકોને આપે. ‘તું સમજ જ’ – એમ ક્રોધથી નહીં, પણ હેતથી લોકોને સમજાવે. મોક્ષ આપવામાં ઉદાર હોય. તેને શત્રુ અને મિત્ર બેય સરખા. કોઈના ઉપર રાગદ્વેષ નહીં. જે તેનું બગાડે તેનુંય હિત કરે. આવાં લક્ષણ હોય તે સંત.

“પોતાના દેહને અર્થે ઉદ્યમ નહીં. ઠાકોરજી અર્થે સેવા કરાવે. સન્માનમાં રાજી થાય અને અપમાનમાં કરમાઈ જાય તેવું સંતને હોય નહીં. હંમેશાં તેઓ પ્રફુલ્લિત બુદ્ધિના જ હોય. મહારાજ કહે છે: ‘આવા સંત હોય તે મારા ગણાય. બીજા પરબારા ગણાય. આવા સંતમાં હું રાત-દી’ બેઠો જ છું.’

“સંતનું અંતર કાચ જેવું શુદ્ધ હોય. તેના હૃદયમાં ‘હું રહું છું.’ સંતના સંબંધમાં જે આવ્યો તેનું કલ્યાણ કરી જ નાખે. કલાકે નહીં, પણ પળમાં જ પાવન કરી નાખે. કેટલી બધી હદ મૂકી દીધી! સાચા સંત સિવાય બીજું કલ્યાણના કામમાં એક છાંટોય કામ આવતું નથી. આવું નિર્ભય પદ કોણ આપી શકે?! આવા સંતનો આશરો થયો તે કોઈ પ્રકારની શંકા ન રાખતા. તાળી મારીને ક્ષણમાં ધામમાં લઈ જશે.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ - ભાગ ૪/૩૯૯]

 

Purushottam Prakash

Prakar 41

 

Dohā

Ema āchārajanu adhikapanu, Shri mukhe kahyu ghanashyāma.

Eha dvārathi anekane, karavā chhe puranakāma... 1

In this way, Maharaj praised the āchāryas for their higher status. Through them, Maharaj wants to fulfil everyone’s life ... 1

Ghanā jiva eha gruhasthathi, uddhāravā chhe ā vāra.

Naranāri je jaktamā, te sahunā e tāranāra... 2

I want to liberate many jivas by these householders (i.e. āchāryas) this time. They will save many males and females of this world... 2

Eha vinā vali tyāgithi, āja uddhāravā chhe aneka.

Emā pana ame rahi, bhavapāra karavā chhe chheka... 3

Many jivas will also attain salvation by the sadhus. Within them I reside; I will liberate jivas until the end ... 3

Tyāgi te samajo santane, emā ame kari paravesha.

Bahu jivane tārashu, āpi ujjavala upadesha.. 4

Understand the tyāgi to be the Sant, as I reside in him. I will liberate many by giving enlightening sermons... 4

Chopāi

Dharmakulmā kari rahyā dhāma re, tema santamā chhau kahe Shyām re.

Sarve rite santamā rahu chhu re, emā rahi upadesha dau chhu re... 5

Just as I reside in the Dharmakul, I reside in the Sant. I reside in the Sant every way, and I preach through him ... 5

Santa bole te bhelo hu bolu re, santa na bhule huye na bhulu re.

Santa vāta bheli karu vāta re, ema santamā chhau sākshāt re... 6

When the Sant speaks, I speak. What the Sant never forgets, I never forget. When the Sant talks, I talk with him. In this way, I reside in the Sant ... 6

Santa juve te bhelo hu jovu re, santa sutā pachhi hu sou re.

Santa jāge te bhelo hu jāgu re, santa joi ati anurāgu re... 7

When the Sant looks, I look. I sleep after the Sant sleeps. When the Sant wake up, I wake up with him. When I see the Sant, I am extremely pleased ... 7

Santa jame te bhelo hu jamu re, santa bhame te kedye hu bhamu re.

Santa dukhāne hu dukhāno re, eha vāta satya jana jāno re... 8

When the Sant eats, I eat with him. Wherever the Sant goes, I go. When the Sant is pained, I am pained. Believe this to be true... 8

Santa hu ne hu te vali santa re, ema Shrimukhe kahe bhagavanta re.

Santa mānajo māri murati re, emā fera nathi eka rati re... 9

I am the Sant and the Sant is me. This is what Maharaj said himself. Believe the Sant to be my murti. There is no difference at all... 9

[This line makes it clear that Maharaj is speaking about one Sant – meaning the eternal Aksharbrahma, since only one Sant can be his murti, not all sadhus. Bhagwan Swaminarayan has also mentioned in Vachanamrut Gadhada I-68 that he resides in the eight types of murtis and the ninth Sant. Moreover, Swami has already mentioned that he liberated many jivas through his sadhus in a previous Prakar. Therefore, he is not referring to the sadhus again but his Param Ekantik Sant, or Aksharbrahma.]

Antarajāmi pane rahu emā re, māte nathi bandhātā e kemā re.

Sankalpa svapna upavāsa re, te to kare chhe jāni mane pāsa re... 10

I stay in him through my all-knowing power. Because of this, he is not attached to anyone, anything, or anywhere. He thinks, dreams, sleeps and fasts whilst he considers me to be right beside him... 10

Māte akhanda emā rahu chhu re, sāri satya subuddhi dau chhu re.

Vali je je me ni’ma rakhāvyā re, temā rahi ene tana tāvyā re... 11

I always reside within him; though him, I grant the jivas a pure intellect. Every niyam I have passed, he follows them... 11

Māte santa vā’lā mane bahu re, ghani ghani vāta shu kahu re.

Ene anna jala ambara āpe re, te to tapashe nahi traya tāpe re... 12

The Sant is very dear to me; how many ways can I tell you this? Whoever gives him food, water and clothing will not be inflicted by the three types of miseries ... 12

Lāgi pāya ne jodiyā hātha re, te to sahu thāya chhe sanātha re.

Joi rita ne rāji thāshe re, vali guna te santanā gāshe re... 13

Whoever bows down to the Sant’s feet, they have gained Bhagwan to look after them. Whoever sees the the manner of the Sant as good and sings his praises ... 13

Ke’she santa to e bahu sārā re, kharā kalyānanā karanārā re.

Etalo ja guna koi gre’she re, te to brahmamo’le vāsa leshe re... 14

Whoever says the Sant is very good and he is truly the one who offers liberation; whoever perceives just this much goodwill in the Sant will reside in Akshardham ... 14

Evā santani kare prasanshā re, nirakhi harakhi haiyāmā hulasyā re.

Vali vinati vāramavāra re, kare stuti teha apāra re... 15

Whoever praises the Sant and feels happy within their hearts when they see him; or they request often or extol his virtues ... 15

Te to pāmashe parama dhāma re, vali thāshe te puranakāma re.

Kā je e santamā ame chhie re, sāchā santathi dura na rahie re... 16

They will attain the highest abode and become fulfilled in every way they wish. Because I am within that Sant and I never stay far away from the true Sant ... 16

Māte santa e kalyānakāri re, yāthi bahune levā chhe udhdhāri re.

Moto mārga je mokshatano re, āja karyo chhe chālato ghano re... 17

The Sant is the means for liberation and I want to liberate many. I have lengthened the path of liberation today... 17

Ema māndyo chhe moto akhādo re, brahmamo’la jāvā rātya dā’do re.

Evo abhāgi koi na ke’vāya re, je koi ā samāmā rahi jāya re... 18

To attain liberation, I have embarked on this task day and night. There should be no unfortunate people who are left out this time... 18

Santa desha paradesha fare chhe re, sahu jivanā agha hare chhe re.

Enā darshana sparsha je karashe re, te to bhavajala pāra utarashe re... 19

The Sant travels around the world and destroys the jivas’ sins. Whoever touches him or does their darshan they will attain Akshardham ... 19

E to visha vasāni chhe vāta re, sahu samajajo sākshāta re.

Kahyu Shrimukhe ema Mahārāj re, sākatama notaru chhe āja re... 20

Believe this to be 100 percent true. Maharaj said this himself; this invitation is for everyone today... 20

 

Iti Shri Sahajānanda Swami charana kamal sevaka Nishkulananda Muni virachite Purushottama-Prakāsha madhye ekachatvārashah prakārah... 41

પ્રકારઃ
Auto Play & Advance Audio
🏠 home પ્રકાશ સાર પ્રકારઃ ૧ ♬ પ્રકારઃ ૨ ♬ પ્રકારઃ ૩ ♬ પ્રકારઃ ૪ ♬ પ્રકારઃ ૫ ♬ પ્રકારઃ ૬ ♬ પ્રકારઃ ૭ ♬ ★ પ્રકારઃ ૮ ♬ પ્રકારઃ ૯ ♬ પ્રકારઃ ૧૦ ♬ પ્રકારઃ ૧૧ ♬ પ્રકારઃ ૧૨ ♬ પ્રકારઃ ૧૩ ♬ પ્રકારઃ ૧૪ ♬ પ્રકારઃ ૧૫ ♬ ★ પ્રકારઃ ૧૬ ♬ પ્રકારઃ ૧૭ ♬ પ્રકારઃ ૧૮ ♬ પ્રકારઃ ૧૯ ♬ પ્રકારઃ ૨૦ ♬ પ્રકારઃ ૨૧ ♬ પ્રકારઃ ૨૨ ♬ પ્રકારઃ ૨૩ ♬ ★ પ્રકારઃ ૨૪ ♬ પ્રકારઃ ૨૫ ♬ ★ પ્રકારઃ ૨૬ ♬ પ્રકારઃ ૨૭ ♬ ★ પ્રકારઃ ૨૮ ♬ પ્રકારઃ ૨૯ ♬ પ્રકારઃ ૩૦ ♬ પ્રકારઃ ૩૧ ♬ પ્રકારઃ ૩૨ ♬ ★ પ્રકારઃ ૩૩ ♬ પ્રકારઃ ૩૪ ♬ પ્રકારઃ ૩૫ ♬ પ્રકારઃ ૩૬ ♬ પ્રકારઃ ૩૭ ♬ પ્રકારઃ ૩૮ ♬ પ્રકારઃ ૩૯ ♬ પ્રકારઃ ૪૦ ♬ પ્રકારઃ ૪૧ ♬ ★ પ્રકારઃ ૪૨ ♬ ★ પ્રકારઃ ૪૩ ♬ પ્રકારઃ ૪૪ ♬ પ્રકારઃ ૪પ ♬ પ્રકારઃ ૪૬ ♬ પ્રકારઃ ૪૭ ♬ પ્રકારઃ ૪૮ ♬ પ્રકારઃ ૪૯ ♬ પ્રકારઃ ૫૦ ♬ ★ પ્રકારઃ ૫૧ ♬ પ્રકારઃ ૫૨ ♬ ★ પ્રકારઃ ૫૩ ♬ પ્રકારઃ ૫૪ ♬ પ્રકારઃ ૫૫ ♬