પુરુષોત્તમ પ્રકાશ
પ્રકારઃ ૫૩
દોહા
ધન્ય ધન્ય આ અવતારને, ઉદ્ધાર્યા જીવ અપાર ।
દયા આણી દીનબંધુએ, સર્વેની લીધી સાર ॥૧॥
અક્ષરધામથી આવિયા, કાવિયા ધર્મના લાલ ।
પ્રીતે કરીને પધારિયા, કૈકને કર્યા નિયાલ ॥૨॥
અક્ષરાતીત અગમ જે, સુગમ થયા ઘનશ્યામ ।
અનંત અચ્યુત અવિનાશી, જે ધર્યું સહજાનંદ નામ ॥૩॥
અખંડ અકળ અપાર જે, તે થયા મનુષ્યાકાર ।
અજર અમર અમાપ જે, તેણે લીધી સૌની સાર ॥૪॥
રાગ: સામેરી
અછેદ્ય અભેદ્ય અક્ષરાત્મા, અગોચર થયા ગોચર ।
અરૂપ અનુપમ અતિ ઘણા, તે થયા શ્યામ સુંદર ॥૫॥
અતોલ અમોલ આગમે કહ્યા, તે થયા ધર્મના બાળ ।
નેતિ નેતિ નિગમ કહે, તેણે લીધી છે સંભાળ ॥૬॥
બાળા ભક્તિ જે પ્રેમવતી, તેના થયા છે તન1 ।
ધર્મવૃષના ધામમાં, રમ્યા જમ્યા જીવન ॥૭॥
અલૌકિક આપે આવી કરી, આપ્યાં અલૌકિક સુખ ।
માત તાતના મનનાં, દૂર કર્યાં છે દુઃખ ॥૮॥
સુખી કરી જન સહુને, પછી પધારિયા ભગવન ।
સઘન વન વસમાં વળી, તે જોયાં સર્વે જીવન ॥૯॥
કૈં કૈં કારજ કરિયાં, વાલે વળી વનમાંય ।
ત્યાગી ગૃહી તેમાં મળ્યા, તેની કરી પોતે સા’ય ॥૧૦॥
અનેક જીવ ઉદ્ધારવા, ફરિયા દેશ વિદેશ ।
નિર્ભય કર્યાં નારી નરને, આપી ઉત્તમ ઉપદેશ ॥૧૧॥
ધામ2 તીરથ ધરા ઉપરે, જોયા જે જીવન પ્રાણ ।
દૈવી આસુરી જીવનાં, કર્યાં છે કોટ કલ્યાણ ॥૧૨॥
કલિયુગનું રાજ્ય કાઢિયું, સતજુગ વરતાવ્યો સોય ।
શુદ્ધ ધર્મમાં સહુ રહે, અશુદ્ધ ન આચરે કોય ॥૧૩॥
મનુષ્ય પશુધર્મ પાળતાં, તે શુદ્ધ કર્યાં નર નાર ।
સત અસત ઓળખાવિયું, સમજાવ્યું સાર અસાર ॥૧૪॥
પંચ વ્રત પ્રગટ કરી, પ્રવર્તાવ્યાં પૃથવી માંય ।
નિ’મ ધાર્યા નર નારીયે, કળિમળ3 ન રહ્યું ક્યાંય ॥૧૫॥
પવિત્ર પ્રાણધારી કર્યા, તે તો પોતાને પ્રતાપ ।
જે અર્થે આપે આવિયા, તે અર્થ સારિયો આપ ॥૧૬॥
કૈં કૈં કારજ કરિયાં, જીવના કલ્યાણ કાજ ।
ધ્યાન ધારણા સમાધિયે, સુખી કર્યા જન આજ ॥૧૭॥
રીત અલૌકિક લોકમાં, દેખાડી દીનદયાળ ।
સુખી અંતરે સૌને કર્યા, ધન્ય ધન્ય ધર્મના બાળ ॥૧૮॥
ઉત્સવ સમૈયે ભેળા કર્યા, સતસંગી વળી સંત ।
દરશ સ્પરશ દઈ આપનું, આપિયાં સુખ અત્યંત ॥૧૯॥
જુગત્યે4 જન જમાડિયા, પોતે લઈ પકવાન ।
મગન કર્યા સંત સહુને, દઈને દરશન દાન ॥૨૦॥
ઇતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણકમલ સેવક નિષ્કુળાનંદ મુનિ વિરચિતે પુરુષોત્તમપ્રકાશ મધ્યે ત્રિપંચાશત્તમઃ પ્રકારઃ ॥૫૩॥
Purushottam Prakash
Prakar - 53
Dohā
Dhanya dhanya ā avatārane, uddhāryā jiva apāra.
Dayā āni dinabandhue, sarveni lidhi sāra.. 1
Hail to this avatār, for he rescued many jivas. By showing compassion, you took care of all... 1
Aksharadhāmathi āviyā, kāviyā dharmanā lāla.
Prite karine padhāriyā, kaikane karyā niyāla.. 2
You came from Akshardham and was known as beloved son of Dharma. You arrived here with love and made so many devotees happy... 2
Aksharātita agama je, sugama thayā Ghanashyāma.
Ananta achyuta Avināshi, je dharyu Sahajānanda nāma... 3
You trasnced Akshar and are unreachange, yet you became easily approachable. Eternal, imperishable, and permanent; you accepted the name of Sahajanand... 3
Akhanda akala apāra je, te thayā manushyākāra.
Ajara amara amāpa je, tene l idhi sauni sāra.. 4
You are eternal, incomprehensible, infinite; you have become like a human. Ever young, immortal, immeasurable; you took care of everyone... 4
Sāmeri
Achhedya abhedya aksharātmā, agochara thayā gochara.
Arupa anupama ati ghanā, te thayā Shyāma sundara... 5
Unpierceable, impermeable, the ātmā of Akshar, and inperceptible by the indriyas – you became perceptible. You are no māyik form, you are blissful... 5
Atola amola āgame kahyā, te thayā dharmanā bāla.
Neti neti nigama kahe, tene lidhi chhe sambhāla... 6
You have to equal, you in invaluable – as metioned by by the scriptures; you were born to Dharmadev as his son. Unreachable as the rishis say; you have cared for us... 6
Bālā bhakti je premavati, tenā thayā chhe tana.
Dharma-vrushanā dhāmamā, ramyā jamyā jivana... 7
You were born to the beloved Bhaktidevi, also known as Premvati. At the home of Dharmadev, you played, and ate... 7
Alaukika āpe āvi kari, āpya alaukika sukha,
Māta tātanā mananā, dura karyā chhe dukha... 8
You are from the other-world (Akshardham) and you gave divine bliss. You removed your mother’s and father’s misery... 8
Sukhi kari jana sahune, pachhi padhāriyā Bhagavana.
Saghana vana vasamā vari, te joyā sarve jivana... 9
You made everyone (your childhood family) happy, then you departed (for your journey). In the dense and hard forest, you saw all... 9
Kai kai kāraja kariyā, vāle vali vanamaya,
Tyāgi gruhi temā malyā, teni kari pote sā’ya... 10.
In the forest, you performed many tasks. You met sages and householders in forest and you helped them... 10
Aneka jiva uddhāravā, fariyā desha videsha.
Nirbhaya karyā nāri narane, āpi uttama upadesha... 11
For the salvation of many jivas, you have travelled states and regions. You made fearless many males and females by giving them the highest instruction... 11
Dhāma tiratha dharā upare, joyā je jivana prāna.
Daivi āsuri jivanā, karyā chhe kota kalyāna.. 12
You saw many mandirs and holy places on this earth. You liberated many godly and demonic jivas... 12
Kali-yuganu rājya kārhiyu, satajuga varatāvyo soya.
Shuddha dharmamā sahu rahe, ashuddha na āchare koya... 13
You ousted the rule of Kaliyuga and established the rule of Satya-yuga. Everyone observes the pure form of dharma; no one follows the impure ways... 13
Manushya pashu-dharma pālatā, te shuddha karyā nara nāra.
Sata asata olakhāviyu, samajhāvyu sāra asāra... 14
You purified the men and women who lived like animals. You made clear the right and wrong and explained the truth and the false... 14
Pancha vrata pragata kari, pravartāvyā pruthavi māya.
Ni’ma dhāryā nara nāriye, karimala na rahyu kyāya... 15
You spread the five religious vows on the earth. The male and female accepted the niyams and the impure ways of Kali-yug did not remain anywhere... 15
Pavitra prānadhāri karyā, te to potāne pratāpa.
Je arthe āpe āviyā, te artha sāriyo āpa..16
You purified every human, that is due to your powers. For the purpose you arrived, you accomplished... 16
Kai kai kāraja kariyā, jivanā kalyāna kāja,
Dhyāna dhāranā samādhiye, sukhi karyā jana āja... 17
You have done so many good deeds for welfare of the jivas. By dhyān, dhāranā, and samādhi, you please everyone today... 17
Rita alaukika lokamā, dekhādi dinadayāla.
Sukhi antare saune karyā, dhanya dhanya dharmanā bāla... 18
You showed the way that is sublime and divine in this world. You made everyone happy in their heart; hail to the son of Dharmadev... 18
Utsava samaiye bhelā karyā, satasangi vali sant.
Darasha sparasha dai āpanu, āpiyā sukha atyanta... 19
You gathered everyone on celebrations and festivals, including devotees and sadhus. By giving everyone your darshan and allowing them to touch you, you gave them extreme happiness... 18
Jugatye jana jamādiyā, pote lai pakavāna.
Magana karyā santa sahune, daine darashana dāna... 20
You served food to your devotees with your own hands. You pleased all the sadhus by giving your darshan... 20
Iti Shri Sahajānanda Swami charana kamal sevaka Nishkulananda Muni virachite Purushottama-Prakāsha madhye tripanchāshattamah prakārah... 53