હરિબળગીતા

કડવું – ૧૦

રાજી કરવા પ્રગટ ભગવાનજી, સમાસમે સહુને રે’વું સાવધાનજી ।

મેલી જન મન તનનું માનજી, રાખવું હરિને રાજી કરવા તાનજી ॥૧॥

ઢાળ

તાન એમ તને મને, રાજી કરવાને હરિકૃષ્ણ ।

અહોનિશ1 રહે આલોચના,2 જાણે કેમ પ્રભુ થાય પ્રસન્ન ॥૨॥

તેને અર્થે તને કરી, કરે જપ તપ જોગ જગન ।

તીરથ વ્રત કરે વળી, રાજી કરવા ભગવન ॥૩॥

તેહ સારુ તાવે3 તનને, સહે કાયાયે કષ્ટ કોટ ।

પણ હરિભક્તની રીતમાં, આવવા ન દિયે ખોટ ॥૪॥

મેલી ગમતું નિજ મનનું, કરે ગમતું તે ગોવિંદતણું ।

જેમ વાળે તેમ વળે વળી, મૂકી મમત આપણું ॥૫॥

વા’લાના વચનનો, અતિ ઉર ઊંડો વિશ્વાસ ।

માહાત્મ્ય જાણી મહારાજનું, તજે અન્ય સુખ આશ ॥૬॥

સુખ નર નિર્જર તણાં,4 સમઝે સ્વપ્ન સમાન ।

નિર્ભય સુખ જાણી નાથનું, તેહ પર રહે ઘણું તાન ॥૭॥

એને અર્થે આપણું, ગણે નહિ તન મન ।

નિષ્કુળાનંદ તે નર પર, પ્રભુ થાશે પ્રસન્ન ॥૮॥ કડવું ॥૧૦॥

કડવું 🏠 home ગ્રંથ મહિમા કડવું – ૧ કડવું – ૨ કડવું – ૩ કડવું – ૪ પદ – ૧ કડવું – ૫ કડવું – ૬ કડવું – ૭ કડવું – ૮ પદ – ૨ કડવું – ૯ કડવું – ૧૦ કડવું – ૧૧ કડવું – ૧૨ પદ – ૩ કડવું – ૧૩ કડવું – ૧૪ કડવું – ૧૫ કડવું – ૧૬ પદ – ૪ કડવું – ૧૭ કડવું – ૧૮ કડવું – ૧૯ કડવું – ૨૦ પદ – ૫ કડવું – ૨૧ કડવું – ૨૨ કડવું – ૨૩ કડવું – ૨૪ પદ – ૬ કડવું – ૨૫ કડવું – ૨૬ કડવું – ૨૭ કડવું – ૨૮ ગ્રંથ મહિમા પદ – ૭ કડવું – ૨૯ કડવું – ૩૦ કડવું – ૩૧ કડવું – ૩૨ પદ – ૮ કડવું – ૩૩ કડવું – ૩૪ કડવું – ૩૫ કડવું – ૩૬ પદ – ૯ કડવું – ૩૭ કડવું – ૩૮ કડવું – ૩૯ કડવું – ૪૦ પદ – ૧૦ કડવું – ૪૧ કડવું – ૪૨ કડવું – ૪૩ કડવું – ૪૪ પદ – ૧૧