હરિબળગીતા

કડવું – ૧૨

વળી વળી કહું હરિજનની જે રીતજી, સહુ કોઈ સુણજો દઈ એક ચિત્તજી ।

જેની બંધાણી પ્રભુ સાથે પ્રીતજી, તેને રે’વું મન ઇંદ્રિય જીતજી ॥૧॥

ઢાળ

મન ઇંદ્રિયને જીતવા, કરવી જુગતિ1 જન જરૂર ।

એની આગળ અનાથ2 રે’તાં, દુઃખ ન થાયે દૂર ॥૨॥

આગ્નીધ્ર ને દીર્ઘતમા, વળી ઇંદ્રાદિ સુર અસુર ।

અજીત3 ઇંદ્રિયે થયા, રહ્યા તેણે દુઃખી ભરપૂર ॥૩॥

વિષય સારુ વિકળ થયા, કર્યાં ન કર્યાંનાં કાજ ।

મે’ણું માથે રહી ગયું, કહો કિયાં રહી લાજ ॥૪॥

લાજ ગઈ ને કાજ બગડ્યું, વળી કલંક બેઠો શિર ।

આજ સુધી એ વાતને, નિંદે છે ધાર્મિક ધીર4 ॥૫॥

માટે સહુએ સચેત5 રે’વું, નવ ગ્રે’વું એવું આચરણ ।

નિર્વિઘન એહ વાત છે, સદાય એહ સુખકરણ ॥૬॥

સુણી સુખ ઘનશ્યામમાં, ચોટાળવું તેમાં જઈ ચિત્ત ।

અસત્ય સુખની આશ મૂકી, બાંધવી પ્રભુશું પ્રીત ॥૭॥

એવા ભક્ત ભગવાનના, અતિ વા’લા વા’લાને6 મન ।

નિષ્કુળાનંદ નિર્ભય થયા, જેની ઉપર પ્રભુ પ્રસન્ન ॥૮॥ કડવું ॥૧૨॥

 

પદ – ૩

રાગ – બિહાગડો (‘સરલ વરતવે છે સારું રે મનવા’ એ ઢાળ)

જેને પ્રસન્ન થયા પરબ્રહ્મ રે, જેને પ્રસન્ન૦ ।

  તેને નડે નહિ કોઈ કર્મ રે, જેને પ્રસન્ન૦ ॥ ટેક

જેમ કોઈ પારસને7 પામે, તેને કરવો ન રહે ઉદ્યમ8

ઉદ્યમ વિના અતિ સંપત્તિ પામે, વામે વેળા વિષમ9 રે... જેને પ્રસન્ન૦ ॥૧॥

નવનિધિ અષ્ટસિદ્ધિ આ લોકે, સહુને પામવી અગમ10

તે તો દાસી થઈ રહે છે દ્વારે, સા’ય કરવા સુગમ રે... જેને પ્રસન્ન૦ ॥૨॥

સે’જે સે’જે સુખ રહે સહવાસે, પડે નહિ પરિશ્રમ ।

વણ ચિંતવે આવી મળે વસ્તુ, એમ વદે છે આગમ11 રે; જેને પ્રસન્ન૦ ॥૩॥

અચળ આસન12 ઉપર બેઠા આવી, જે છે આસન અતિ રમ્ય ।

નિષ્કુળાનંદ નિઃશંક થયા છે, નિશ્ચે કહે છે નિગમ13 રે; જેને પ્રસન્ન૦ ॥૪॥ પદ ॥૩॥

કડવું 🏠 home ગ્રંથ મહિમા કડવું – ૧ કડવું – ૨ કડવું – ૩ કડવું – ૪ પદ – ૧ કડવું – ૫ કડવું – ૬ કડવું – ૭ કડવું – ૮ પદ – ૨ કડવું – ૯ કડવું – ૧૦ કડવું – ૧૧ કડવું – ૧૨ પદ – ૩ કડવું – ૧૩ કડવું – ૧૪ કડવું – ૧૫ કડવું – ૧૬ પદ – ૪ કડવું – ૧૭ કડવું – ૧૮ કડવું – ૧૯ કડવું – ૨૦ પદ – ૫ કડવું – ૨૧ કડવું – ૨૨ કડવું – ૨૩ કડવું – ૨૪ પદ – ૬ કડવું – ૨૫ કડવું – ૨૬ કડવું – ૨૭ કડવું – ૨૮ ગ્રંથ મહિમા પદ – ૭ કડવું – ૨૯ કડવું – ૩૦ કડવું – ૩૧ કડવું – ૩૨ પદ – ૮ કડવું – ૩૩ કડવું – ૩૪ કડવું – ૩૫ કડવું – ૩૬ પદ – ૯ કડવું – ૩૭ કડવું – ૩૮ કડવું – ૩૯ કડવું – ૪૦ પદ – ૧૦ કડવું – ૪૧ કડવું – ૪૨ કડવું – ૪૩ કડવું – ૪૪ પદ – ૧૧