હરિબળગીતા

કડવું – ૩

ભવજળ તરવા ઘનશ્યામ નામ નાવજી, આવી બેસે કોઈ રંક કે રાવજી ।

પામે ભવપાર સે’જે સ્વભાવજી, તેહ વિના તરવા અન્ય ન ઉપાવજી1 ॥૧॥

ઢાળ

ઉપાવ નથી આ જીવને, ભવજળ તરવા કાજ ।

નારાયણના નામરૂપી, જાણો અજર2 એ જા’જ3 ॥૨॥

મશક4 તુંબાં મગાવીને, કહું કટિયે બાંધે કોય ।

સરે5 ન ઉતરે સિંધુને, જે અતિ અગાધ છે તોય6 ॥૩॥

તેમ સાધન સર્વે કહિયે, તુંબા મશકને તુલ્ય ।

તેને ભરોંસે ન ભવ તરે, જાય જનમ અમૂલ્ય ॥૪॥

માટે બળ રાખી બહુનામીનું, રહેવું નિર્ભય નરને નચિંત ।

પતિતપાવન બિરુદ7 છે, તે તજશે નહિ કોઈ રીત ॥૫॥

એહ વિશ્વાસ અંતરે, રાખી તજે બીજું બળ ।

તેહ પ્રાણી ઊતરશે, ભલી ભાતે ભવજળ ॥૬॥

અચળ આશ્રય8 ઉરમાં, પ્રભુ પ્રગટનો પ્રમાણ ।

એવા જન જે જગમાં, તે પામે પરમ કલ્યાણ ॥૭॥

જ્યારે પોત9 ન તારે પાષાણને, તારે કાષ્ટ તરણ10 કાં તુંબડાં ।

નિષ્કુળાનંદ એ નાવનાં, વખાણ કેમ થાય વડાં ॥૮॥ કડવું ॥૩॥

કડવું 🏠 home ગ્રંથ મહિમા કડવું – ૧ કડવું – ૨ કડવું – ૩ કડવું – ૪ પદ – ૧ કડવું – ૫ કડવું – ૬ કડવું – ૭ કડવું – ૮ પદ – ૨ કડવું – ૯ કડવું – ૧૦ કડવું – ૧૧ કડવું – ૧૨ પદ – ૩ કડવું – ૧૩ કડવું – ૧૪ કડવું – ૧૫ કડવું – ૧૬ પદ – ૪ કડવું – ૧૭ કડવું – ૧૮ કડવું – ૧૯ કડવું – ૨૦ પદ – ૫ કડવું – ૨૧ કડવું – ૨૨ કડવું – ૨૩ કડવું – ૨૪ પદ – ૬ કડવું – ૨૫ કડવું – ૨૬ કડવું – ૨૭ કડવું – ૨૮ ગ્રંથ મહિમા પદ – ૭ કડવું – ૨૯ કડવું – ૩૦ કડવું – ૩૧ કડવું – ૩૨ પદ – ૮ કડવું – ૩૩ કડવું – ૩૪ કડવું – ૩૫ કડવું – ૩૬ પદ – ૯ કડવું – ૩૭ કડવું – ૩૮ કડવું – ૩૯ કડવું – ૪૦ પદ – ૧૦ કડવું – ૪૧ કડવું – ૪૨ કડવું – ૪૩ કડવું – ૪૪ પદ – ૧૧