હરિબળગીતા

કડવું – ૧૯

વળી કહું એક વારતા સરસજી, પતિવ્રતા જેને એક પુરુષજી ।

પંચને1 પત્ની એક નેક નરસજી,2 એમ કહે છે પુરાણ અષ્ટાદશજી3 ॥૧॥

ઢાળ

અષ્ટાદશ આગમમાં, નિર્ણય કર્યો છે નેક ।

પતિને બહુ પતની, પત્નિને પતી એક ॥૨॥

એહ મર્યાદા પુરાણમાં, બાંધી બહુ બળવાન ।

સહુ સહુને ધર્મે રહી, ભજવા શ્રીભગવાન ॥૩॥

ધર્મદ્વેષી હરિધામમાં, નવ પોં’ચે નિર્વાણ ।

પંચાલી આદિ એ પંચનું, કેમ માનવું કલ્યાણ ॥૪॥

માટે એ વાત મૂકી દિયો, લિયો હરિ શરણનું જોર ।

ક્રિયા જોતાં કોઈની, નથી આવતો નોર4 ॥૫॥

પ્રજ્ઞાચક્ષુ5 પતિ સુણી, કરી ગંધારીએ મન ગોત6

તરત નેત્ર મિચિયાં, એવી પતિવ્રતા ઉદ્યોત7 ॥૬॥

પણ શ્રીહરિના સંબંધ વિના, અર્થ ન સર્યો એક ।

શઠપણે8 સમજ્યા વિના, ઠાલી ઝાલી એહ ટેક ॥૭॥

એવા જીવ કંઈ જગતમાં, ઘણું ધર્મવાળા કે’વાય ।

નિષ્કુળાનંદ કે’ કર્ણદાની,9 જરાસંઘ બ્રહ્મણ્ય10 જગમાંય ॥૮॥ કડવું ॥૧૯॥

કડવું 🏠 home ગ્રંથ મહિમા કડવું – ૧ કડવું – ૨ કડવું – ૩ કડવું – ૪ પદ – ૧ કડવું – ૫ કડવું – ૬ કડવું – ૭ કડવું – ૮ પદ – ૨ કડવું – ૯ કડવું – ૧૦ કડવું – ૧૧ કડવું – ૧૨ પદ – ૩ કડવું – ૧૩ કડવું – ૧૪ કડવું – ૧૫ કડવું – ૧૬ પદ – ૪ કડવું – ૧૭ કડવું – ૧૮ કડવું – ૧૯ કડવું – ૨૦ પદ – ૫ કડવું – ૨૧ કડવું – ૨૨ કડવું – ૨૩ કડવું – ૨૪ પદ – ૬ કડવું – ૨૫ કડવું – ૨૬ કડવું – ૨૭ કડવું – ૨૮ ગ્રંથ મહિમા પદ – ૭ કડવું – ૨૯ કડવું – ૩૦ કડવું – ૩૧ કડવું – ૩૨ પદ – ૮ કડવું – ૩૩ કડવું – ૩૪ કડવું – ૩૫ કડવું – ૩૬ પદ – ૯ કડવું – ૩૭ કડવું – ૩૮ કડવું – ૩૯ કડવું – ૪૦ પદ – ૧૦ કડવું – ૪૧ કડવું – ૪૨ કડવું – ૪૩ કડવું – ૪૪ પદ – ૧૧