હરિબળગીતા

કડવું – ૨૩

માતાપિતાથી પામે પ્રાણી દેહજી, તેહમાં આવી વસે જીવ જેહજી ।

ન હોય કર્તવ્ય એહનું1 એહજી, એહના કારણ શ્રીહરિ તેહજી ॥૧॥

ઢાળ

શ્રીહરિ વિના સમાજ2 એવો, કહોને કોણથી થાય ।

શ્રવણ નયન નાસિકા, દંત જીહ્વા કરી મુખમાંય ॥૨॥

હાથ પગ આંગળીયો, નખ શિખા મુવાળા મોછ3

કીધો સમાજ સુખનો, કોઈ રીતે ન રાખી ઓછ ॥૩॥

વળી અંતઃકરણ ને ઇંદ્રિયો, પ્રાણવાયુ દશ પ્રકાર ।

એવું કરતાં કોઈને, ન આવડે નિરધાર ॥૪॥

કસર કોઈ વાતની, નારાયણે રાખી નથી ।

જુવો વિચારી જીવમાં, વળી વળી શું કહું કથી ॥૫॥

જીવ જાણે હું જોર4 છઉં, જે કરું તે કેમ ન થાય ।

પણ વિચારે આવી વાતને, તો જેમ છે તેમ જણાય ॥૬॥

માટે અસમર્થ આપણે, સમર્થ શ્રીભગવાન ।

એવું સમઝી અંતરે, મૂકવું કર્તવ્યનું5 માન ॥૭॥

કર્યું શ્રીકૃષ્ણનું થાય છે, જનથી ન થાય જરાય ।

નિષ્કુળાનંદ નિહાળીયે, ઊંડું અંતરમાંય ॥૮॥ કડવું ॥૨૩॥

કડવું 🏠 home ગ્રંથ મહિમા કડવું – ૧ કડવું – ૨ કડવું – ૩ કડવું – ૪ પદ – ૧ કડવું – ૫ કડવું – ૬ કડવું – ૭ કડવું – ૮ પદ – ૨ કડવું – ૯ કડવું – ૧૦ કડવું – ૧૧ કડવું – ૧૨ પદ – ૩ કડવું – ૧૩ કડવું – ૧૪ કડવું – ૧૫ કડવું – ૧૬ પદ – ૪ કડવું – ૧૭ કડવું – ૧૮ કડવું – ૧૯ કડવું – ૨૦ પદ – ૫ કડવું – ૨૧ કડવું – ૨૨ કડવું – ૨૩ કડવું – ૨૪ પદ – ૬ કડવું – ૨૫ કડવું – ૨૬ કડવું – ૨૭ કડવું – ૨૮ ગ્રંથ મહિમા પદ – ૭ કડવું – ૨૯ કડવું – ૩૦ કડવું – ૩૧ કડવું – ૩૨ પદ – ૮ કડવું – ૩૩ કડવું – ૩૪ કડવું – ૩૫ કડવું – ૩૬ પદ – ૯ કડવું – ૩૭ કડવું – ૩૮ કડવું – ૩૯ કડવું – ૪૦ પદ – ૧૦ કડવું – ૪૧ કડવું – ૪૨ કડવું – ૪૩ કડવું – ૪૪ પદ – ૧૧