હરિબળગીતા

કડવું – ૫

જ્યારે જુવે જનના અવગુણ અવિનાશજી, ત્યારે કોઈ હોય નહિ હરિદાસજી ।

પતિતપાવન નામની જે આશજી, તેથી કહું સહુ થાય નિરાશજી ॥૧॥

ઢાળ

નિરાશ થાય નરતન ધારી, જોઈ સંકલ્પનું જોર ।

મન વચન કર્મે કરી, કે’ દિ મટે નહિ હરિના ચોર1 ॥૨॥

કાં તો મનમાં ભોગવે, કાં તો વચને કરે વ્યભિચાર ।

કાં તો કામાદિક કર્મે કરી, ધારી રહ્યા નર ને નાર ॥૩॥

શુદ્ધ અંતરે શોધતાં, જોતાં ન જડે કોઈ જીવ ।

અંતર એવાં અવલોકીને, કહો પ્રસન્ન થાય કેમ પીવ2 ॥૪॥

માટે કલ્યાણ કોઈનું, માનશો મા મનમાંય ।

નિષ્કલંક થયા વિના, કારજ ન સરે કાંય ॥૫॥

અવિનાશીનું શું ઊપન્યું,3 નિરર્થક ધર્યું નરતન ।

નારાયણના નામનું, ભયહરણ નહિ ભજન ॥૬॥

વેદ પુરાણે વર્ણવ્યો, અનેક જીવનો ઉદ્ધાર ।

એહ વાતનો અંતરે, કહો કેમ થાય નિરધાર ॥૭॥

ભાંગી પડ્યું ભવ તરવું, વાત ઊભી ન રહી એક ।

નિષ્કુળાનંદ નાસ્તિકપણું, ઉરમાં તે આવીયું નેક ॥૮॥ કડવું ॥૫॥

કડવું 🏠 home ગ્રંથ મહિમા કડવું – ૧ કડવું – ૨ કડવું – ૩ કડવું – ૪ પદ – ૧ કડવું – ૫ કડવું – ૬ કડવું – ૭ કડવું – ૮ પદ – ૨ કડવું – ૯ કડવું – ૧૦ કડવું – ૧૧ કડવું – ૧૨ પદ – ૩ કડવું – ૧૩ કડવું – ૧૪ કડવું – ૧૫ કડવું – ૧૬ પદ – ૪ કડવું – ૧૭ કડવું – ૧૮ કડવું – ૧૯ કડવું – ૨૦ પદ – ૫ કડવું – ૨૧ કડવું – ૨૨ કડવું – ૨૩ કડવું – ૨૪ પદ – ૬ કડવું – ૨૫ કડવું – ૨૬ કડવું – ૨૭ કડવું – ૨૮ ગ્રંથ મહિમા પદ – ૭ કડવું – ૨૯ કડવું – ૩૦ કડવું – ૩૧ કડવું – ૩૨ પદ – ૮ કડવું – ૩૩ કડવું – ૩૪ કડવું – ૩૫ કડવું – ૩૬ પદ – ૯ કડવું – ૩૭ કડવું – ૩૮ કડવું – ૩૯ કડવું – ૪૦ પદ – ૧૦ કડવું – ૪૧ કડવું – ૪૨ કડવું – ૪૩ કડવું – ૪૪ પદ – ૧૧