હરિબળગીતા

કડવું – ૧૭

નિરવિઘન છે નાથનું શરણજી, નિજસેવકને સદા સુખકરણજી ।

જોગ અજોગ1 થયું હોય આચરણજી, તેહના અઘના2 ઓઘનું3 હરણજી॥૧॥

ઢાળ

હરે અઘના ઓઘને, છે એવું પરમ પાવન ।

જે જે જન એને આશર્યા, તે સર્વે થયા ધન્ય ધન્ય ॥૨॥

ગોપીને ગોવાળ બાળ, ગાય ગોધા4 ને વત્સ વળી ।

અઘાસુર બકાસુર ને બકી,5 એહ આદ્યે બીજાં મળી ॥૩॥

કુબજ્યા વળી કંસ આદિ, શાલવ ને શિશુપાળ ।

એવાને અભય પદ આપ્યું, બીજો એવો કોણ દયાળ ॥૪॥

પાંડવ ને પાંચાલી વળી, કુંતા સમ નહિ કોય ।

સૌનું શાસ્ત્રમાંહિ સાંભળ્યું, નેક નિર્દોષ ન હોય ॥૫॥

સુણી પુરાણે પરીક્ષા કરી, જાણું જથાર્થ જરૂર ।

કલંક રહિત કોઈ નહિ, કોણ ભક્ત અભક્ત અસુર ॥૬॥

પણ જેને સંબંધ શ્રીહરિ તણો, તે પામ્યા પદ નિર્વાણ ।

એહ આદિ અનેક એવા, તેનું કેમ ન કહીયે કલ્યાણ ॥૭॥

દાસ અદાસના દોષને, જ્યારે જુવે જગજીવન ।

નિષ્કુળાનંદ હરિધામને, પામે નહિ કોઈ જન ॥૮॥ કડવું ॥૧૭॥

કડવું 🏠 home ગ્રંથ મહિમા કડવું – ૧ કડવું – ૨ કડવું – ૩ કડવું – ૪ પદ – ૧ કડવું – ૫ કડવું – ૬ કડવું – ૭ કડવું – ૮ પદ – ૨ કડવું – ૯ કડવું – ૧૦ કડવું – ૧૧ કડવું – ૧૨ પદ – ૩ કડવું – ૧૩ કડવું – ૧૪ કડવું – ૧૫ કડવું – ૧૬ પદ – ૪ કડવું – ૧૭ કડવું – ૧૮ કડવું – ૧૯ કડવું – ૨૦ પદ – ૫ કડવું – ૨૧ કડવું – ૨૨ કડવું – ૨૩ કડવું – ૨૪ પદ – ૬ કડવું – ૨૫ કડવું – ૨૬ કડવું – ૨૭ કડવું – ૨૮ ગ્રંથ મહિમા પદ – ૭ કડવું – ૨૯ કડવું – ૩૦ કડવું – ૩૧ કડવું – ૩૨ પદ – ૮ કડવું – ૩૩ કડવું – ૩૪ કડવું – ૩૫ કડવું – ૩૬ પદ – ૯ કડવું – ૩૭ કડવું – ૩૮ કડવું – ૩૯ કડવું – ૪૦ પદ – ૧૦ કડવું – ૪૧ કડવું – ૪૨ કડવું – ૪૩ કડવું – ૪૪ પદ – ૧૧