હરિબળગીતા

કડવું – ૧૬

મેલી પ્રતાપ ઘનશ્યામનો ઘણોજી, લિયે આશરો સાધન તણોજી ।

માને મહિમા તેમાં આપણોજી,1 બીજા કોઈ ગણો કે ન ગણોજી ॥૧॥

ઢાળ

ગણો કે કોઈ નવ ગણો, પણ નિજ પ્રતાપ માને મને ।

જોર મૂકી જગદીશનું, સુખ માને કરી સાધને ॥૨॥

સાધને કરી સ્વર્ગ લોકમાં, જાતો હતો નહૂષ નરેશ ।

શચીપતિયે2 પૂછીયું, ત્યારે કહ્યું ન કહ્યું લેશ ॥૩॥

ત્યારે અમરેશે એમ કહ્યું, પૂછે આરતવાન3 કોઈ આવીને ।

જથારથ તેને જણાવવું, ભાળી ભક્ત ભાવિકને ॥૪॥

ત્યારે નહૂષ કહે અન્નકણ ગણે, ભૂરજ4 ઉડુ5 આકાશ ।

વનપાત6 ગાતરોમાવલી,7 કરે કોઈ તેનો તપાસ ॥૫॥

પણ મારા પુન્યનો, ન થાય કોણે નિરધાર ।

એમ કે’તાં મોટપ આપણી, પડ્યો પૃથ્વી મોઝાર ॥૬॥

મેલી પ્રતાપ મહારાજનો, અને ગાયો પોતાનો ગુણ ।

આજ પહેલાં પડ્યાં કંઈ, કહોને તે તર્યો કુણ ॥૭॥

માટે ભરોંસો ભગવાનનો, રાખવો અતિશય ઉર ।

નિષ્કુળાનંદ એહ વારતા, અચળ જાણો જરૂર ॥૮॥ કડવું ॥૧૬॥

 

પદ – ૪

રાગ – રામગ્રી (‘મન રે માન્યું નંદલાલશું’ એ ઢાળ)

અચળ ભરોંસો ભગવાનનો, જોઈએ જનને જાણો ।

એહ વિના બીજી વારતા, પાંપળાં8 પ્રમાણો... અચળ૦ ॥૧॥

હરિપ્રતાપ હૈયા થકી, ન મટાડવો માનો ।

સમર્થ સમજવા સ્વામીને, જોવો દોષ પોતાનો... અચળ૦ ॥૨॥

સરસ ન થાવું સંતથી, રે’વું દાસના દાસ ।

દીન જાણી દયા કરે, હરે તન મન ત્રાસ... અચળ૦ ॥૩॥

એહ વારતા અનુપમ છે, નિરવિઘન નિહાળો9

નિષ્કુળાનંદ બીજી વારતા, ભરી વિઘને ભાળો... અચળ૦ ॥૪॥ પદ ॥૪॥

કડવું 🏠 home ગ્રંથ મહિમા કડવું – ૧ કડવું – ૨ કડવું – ૩ કડવું – ૪ પદ – ૧ કડવું – ૫ કડવું – ૬ કડવું – ૭ કડવું – ૮ પદ – ૨ કડવું – ૯ કડવું – ૧૦ કડવું – ૧૧ કડવું – ૧૨ પદ – ૩ કડવું – ૧૩ કડવું – ૧૪ કડવું – ૧૫ કડવું – ૧૬ પદ – ૪ કડવું – ૧૭ કડવું – ૧૮ કડવું – ૧૯ કડવું – ૨૦ પદ – ૫ કડવું – ૨૧ કડવું – ૨૨ કડવું – ૨૩ કડવું – ૨૪ પદ – ૬ કડવું – ૨૫ કડવું – ૨૬ કડવું – ૨૭ કડવું – ૨૮ ગ્રંથ મહિમા પદ – ૭ કડવું – ૨૯ કડવું – ૩૦ કડવું – ૩૧ કડવું – ૩૨ પદ – ૮ કડવું – ૩૩ કડવું – ૩૪ કડવું – ૩૫ કડવું – ૩૬ પદ – ૯ કડવું – ૩૭ કડવું – ૩૮ કડવું – ૩૯ કડવું – ૪૦ પદ – ૧૦ કડવું – ૪૧ કડવું – ૪૨ કડવું – ૪૩ કડવું – ૪૪ પદ – ૧૧