હરિબળગીતા

કડવું – ૨

નારાયણના નામનો મોટો મહિમાયજી, સુણ્યું મેં સર્વે શાસ્ત્રમાંયજી ।

જીવ હિત અર્થે એવું નહિ કાંયજી, સમજુ સમજી સમરે સદાયજી ॥૧॥

ઢાળ

સમજુ સમજી સમરે, નિશ દિન નારાયણ નામ ।

શ્વાસ ઉશ્વાસે સંભારતાં, પળ પામે નહિ વિરામ ॥૨॥

શેષજી મહાત્મ્ય સમજી, કરે અખંડ નામ ઉચ્ચાર ।

સહસ્ર મુખમાં જુગલ1 જીભે, રટે છે એકતાર ॥૩॥

પૃથુ2 મહિમા પ્રીછીને, માગ્યા દશ હજાર કાન ।

નારાયણના નામ સુણવા, અતિશય ઉરમાં તાન ॥૪॥

હિરણ્યકશિપુ શ્રવણે સાંભળ્યો, નારાયણ નામનો નાદ ।

તપ તજી ત્રિયા3 ભજી, તેના થયા ભક્ત પ્રહ્‌લાદ ॥૫॥

પ્રહ્‌લાદ પ્રગટી પ્રીતશું, ભાવે ભજ્યા શ્રી ભગવાન ।

અભક્ત કુળમાં ભક્ત થયા, નામ પ્રતાપે નિદાન4 ॥૬॥

વિભીષણને ભક્ત થાવું, નોયે રાક્ષસ કુળની રીત ।

પણ જે જે જપે જગદીશને, તે થાય સર્વે પુનીત ॥૭॥

અસુરકુળને અઘે ભર્યા, તર્યા એવા જીવ અનંત ।

નિષ્કુળાનંદ નારાયણ નામનો, મહિમા મોટો અત્યંત ॥૮॥ કડવું ॥૨॥

કડવું 🏠 home ગ્રંથ મહિમા કડવું – ૧ કડવું – ૨ કડવું – ૩ કડવું – ૪ પદ – ૧ કડવું – ૫ કડવું – ૬ કડવું – ૭ કડવું – ૮ પદ – ૨ કડવું – ૯ કડવું – ૧૦ કડવું – ૧૧ કડવું – ૧૨ પદ – ૩ કડવું – ૧૩ કડવું – ૧૪ કડવું – ૧૫ કડવું – ૧૬ પદ – ૪ કડવું – ૧૭ કડવું – ૧૮ કડવું – ૧૯ કડવું – ૨૦ પદ – ૫ કડવું – ૨૧ કડવું – ૨૨ કડવું – ૨૩ કડવું – ૨૪ પદ – ૬ કડવું – ૨૫ કડવું – ૨૬ કડવું – ૨૭ કડવું – ૨૮ ગ્રંથ મહિમા પદ – ૭ કડવું – ૨૯ કડવું – ૩૦ કડવું – ૩૧ કડવું – ૩૨ પદ – ૮ કડવું – ૩૩ કડવું – ૩૪ કડવું – ૩૫ કડવું – ૩૬ પદ – ૯ કડવું – ૩૭ કડવું – ૩૮ કડવું – ૩૯ કડવું – ૪૦ પદ – ૧૦ કડવું – ૪૧ કડવું – ૪૨ કડવું – ૪૩ કડવું – ૪૪ પદ – ૧૧