હરિબળગીતા

કડવું – ૭

એવી વાતો આગે બહુ થઈજી, નથી કે’વાની તોપણ કઈજી ।

એહ રીતે લાજ કો’કેની રઈજી, પણ એહ સહુની મોટપ ન ગઈજી ॥૧॥

ઢાળ

મોટપ ન ગઈ મોટાતણી, તે નારાયણને નિશ્ચે કરી ।

અતિ બળ આશ્રયનું, તેણે સંશયને1 લીધો હરી ॥૨॥

ભૂંડી વાસના ભક્તને, જો અણુ અંતરમાં થાય ।

સમજે બળ સાધનનું, તો સુખ ન રહે કાંય ॥૩॥

માટે બળ મહારાજનું, રાખવું હૃદિયામાંય ।

તેહ વિના અપરાધ ટાળવા, અન્ય નથી ઉપાય ॥૪॥

એવી રીતે અનેક જીવનો, આગે થયો ઉદ્ધાર ।

સાર્થક2 સર્વે થયા, આગમ હરિ અવતાર ॥૫॥

એહ વિના અનેક રીતે, વળી વાત ન બેસે બંધ ।

દૈવી આસુરી ઉદ્ધર્યા, તે શ્રીહરિને સંબંધ ॥૬॥

મૂરતિ શ્રી મહારાજની, મહાનિધિ મંગળરૂપ ।

જાણે અજાણે જે આશરે, તે થાય શુદ્ધ સ્વરૂપ ॥૭॥

અજાણે અમૃત પાનથી, નર અમર થાય આપ ।

નિષ્કુળાનંદ નારાયણ સંબંધે, સ્પર્શે નહિ પંચ પાપ ॥૮॥ કડવું ॥૭॥

કડવું 🏠 home ગ્રંથ મહિમા કડવું – ૧ કડવું – ૨ કડવું – ૩ કડવું – ૪ પદ – ૧ કડવું – ૫ કડવું – ૬ કડવું – ૭ કડવું – ૮ પદ – ૨ કડવું – ૯ કડવું – ૧૦ કડવું – ૧૧ કડવું – ૧૨ પદ – ૩ કડવું – ૧૩ કડવું – ૧૪ કડવું – ૧૫ કડવું – ૧૬ પદ – ૪ કડવું – ૧૭ કડવું – ૧૮ કડવું – ૧૯ કડવું – ૨૦ પદ – ૫ કડવું – ૨૧ કડવું – ૨૨ કડવું – ૨૩ કડવું – ૨૪ પદ – ૬ કડવું – ૨૫ કડવું – ૨૬ કડવું – ૨૭ કડવું – ૨૮ ગ્રંથ મહિમા પદ – ૭ કડવું – ૨૯ કડવું – ૩૦ કડવું – ૩૧ કડવું – ૩૨ પદ – ૮ કડવું – ૩૩ કડવું – ૩૪ કડવું – ૩૫ કડવું – ૩૬ પદ – ૯ કડવું – ૩૭ કડવું – ૩૮ કડવું – ૩૯ કડવું – ૪૦ પદ – ૧૦ કડવું – ૪૧ કડવું – ૪૨ કડવું – ૪૩ કડવું – ૪૪ પદ – ૧૧