હરિબળગીતા

કડવું – ૬

દોષે રહિત દેહધારી ન હોયજી, ચૌદ લોકમાં ચિંતવી જોયજી ।

કલંક રહિત સુણ્યા નહિ કોયજી, નહિ અસમર્થ સમર્થ હતા સોયજી ॥૧॥

ઢાળ

સમર્થ શિવ બ્રહ્મા સહી, તે જાણે સહુ જગ સોય ।

ડાઘ લાગ્યો જે દોયને, તે કહે છે સહુ કોય ॥૨॥

ઇંદ્ર ચંદ્ર આદ્યે કંઇ, સુર અસુર અનેક ।

સહુનું શ્રવણે સાંભળ્યું, નિર્દોષ નહિ એહ નેક ॥૩॥

કૃષ્ણ કામિની1 કામવશ થઇ, સુત2 સાંબ સન્મુખ જોઈ ।

અહલ્યા રેણુકા દ્રૌપદી, નિર્દોષ ન દીઠાં કોઈ ॥૪॥

પરાશર નારદ સૌભરી, સનકાદિક જે સુજાણ ।

વશિષ્ઠ વળી વિશ્વામિત્ર, એકલશૃંગી પ્રમાણ ॥૫॥

કેનેક કામે રોળિયા,3 કેનિક લિધી લોભે લાજ ।

કેનેક ક્રોધે કાયર કરી, રોળિયા રંક ને રાજ ॥૬॥

એવી વાતો અંતરે, તોળી કરવો તપાસ ।

હારવી નહિ હિંમતને, મટવું નહિ હરિદાસ ॥૭॥

ચડે તેહ પડે ખરા, બેસે ઊજળે વળી ડાગ ।

નિષ્કુળાનંદ એ નવું નથી, એમ સમજો સુભાગ ॥૮॥ કડવું ॥૬॥

કડવું 🏠 home ગ્રંથ મહિમા કડવું – ૧ કડવું – ૨ કડવું – ૩ કડવું – ૪ પદ – ૧ કડવું – ૫ કડવું – ૬ કડવું – ૭ કડવું – ૮ પદ – ૨ કડવું – ૯ કડવું – ૧૦ કડવું – ૧૧ કડવું – ૧૨ પદ – ૩ કડવું – ૧૩ કડવું – ૧૪ કડવું – ૧૫ કડવું – ૧૬ પદ – ૪ કડવું – ૧૭ કડવું – ૧૮ કડવું – ૧૯ કડવું – ૨૦ પદ – ૫ કડવું – ૨૧ કડવું – ૨૨ કડવું – ૨૩ કડવું – ૨૪ પદ – ૬ કડવું – ૨૫ કડવું – ૨૬ કડવું – ૨૭ કડવું – ૨૮ ગ્રંથ મહિમા પદ – ૭ કડવું – ૨૯ કડવું – ૩૦ કડવું – ૩૧ કડવું – ૩૨ પદ – ૮ કડવું – ૩૩ કડવું – ૩૪ કડવું – ૩૫ કડવું – ૩૬ પદ – ૯ કડવું – ૩૭ કડવું – ૩૮ કડવું – ૩૯ કડવું – ૪૦ પદ – ૧૦ કડવું – ૪૧ કડવું – ૪૨ કડવું – ૪૩ કડવું – ૪૪ પદ – ૧૧