હરિબળગીતા

કડવું – ૯

હરિની આજ્ઞા માનવી મનજી, નરને કરવાં સર્વે સાધનજી ।

તેમાં કાંઈ ફેર ન પાડવો જનજી, પ્રગટ પ્રભુને કરવા પ્રસન્નજી ॥૧॥

ઢાળ

પ્રસન્ન કરવા મહાપ્રભુને, રે’વું આજ્ઞાને અનુસાર ।

જે જે જેના ધર્મ છે, તે તે પાળવા કરી પ્યાર ॥૨॥

ધર્મે રાજી ધર્મના સુત, ધર્મ સાધુનો શણગાર ।

ધર્મ ધારી સહુ રહ્યા, ચાર વર્ણ આશ્રમ ચાર ॥૩॥

તેમ ધર્મ ત્યાગી તણા, નિર્લોભી ને નિષ્કામ ।

નિઃસ્પૃહી નિર્માનિતા, નિઃસ્વાદી એહ નામ ॥૪॥

તેમાં ફેર એક તલભાર, નવ પડવા દેવો નેક ।

મુવા સુધી મૂકવી નહી, ગૃહી ત્યાગી એક ટેક ॥૫॥

મુખથી મોળી1 વારતા, ભૂલ્યે2 ભાષણ કરવી નહી ।

બળે સહિત બોલવું, સહુ સહુને ધર્મે રહી ॥૬॥

કાયરની વાતે કોઈને, ના’વે શૂરાતન સોય ।

નપુંસક નરથી નારને, પુત્રની પ્રાપ્તી ન હોય ॥૭॥

માટે હૈયે હિંમત ધરો, અને કરો ખરો ખેલ ।

નિષ્કુળાનંદનો નાથજી, થાશે રાજી અલબેલ ॥૮॥ કડવું ॥૯॥

કડવું 🏠 home ગ્રંથ મહિમા કડવું – ૧ કડવું – ૨ કડવું – ૩ કડવું – ૪ પદ – ૧ કડવું – ૫ કડવું – ૬ કડવું – ૭ કડવું – ૮ પદ – ૨ કડવું – ૯ કડવું – ૧૦ કડવું – ૧૧ કડવું – ૧૨ પદ – ૩ કડવું – ૧૩ કડવું – ૧૪ કડવું – ૧૫ કડવું – ૧૬ પદ – ૪ કડવું – ૧૭ કડવું – ૧૮ કડવું – ૧૯ કડવું – ૨૦ પદ – ૫ કડવું – ૨૧ કડવું – ૨૨ કડવું – ૨૩ કડવું – ૨૪ પદ – ૬ કડવું – ૨૫ કડવું – ૨૬ કડવું – ૨૭ કડવું – ૨૮ ગ્રંથ મહિમા પદ – ૭ કડવું – ૨૯ કડવું – ૩૦ કડવું – ૩૧ કડવું – ૩૨ પદ – ૮ કડવું – ૩૩ કડવું – ૩૪ કડવું – ૩૫ કડવું – ૩૬ પદ – ૯ કડવું – ૩૭ કડવું – ૩૮ કડવું – ૩૯ કડવું – ૪૦ પદ – ૧૦ કડવું – ૪૧ કડવું – ૪૨ કડવું – ૪૩ કડવું – ૪૪ પદ – ૧૧