હરિબળગીતા

કડવું – ૩૮

કેનેક બળ અન્ન ધન રાજ્યતણુંજી, કેનેક બળ વળી વિદ્યાનું ઘણુંજી ।

કેનેક બળ દેહ દેખી આપણુંજી, એહ માંયેલું બળ નથી મારે અણુંજી ॥૧॥

ઢાળ

અણું નથી એહ માંહેલું, બળ બીજાનું વળી માહરે ।

સમર્થ સહજાનંદજી, હું તો શરણ છઉં તાહરે ॥૨॥

આકરી વેળામાં આવજો, પ્રભુજી તમે મારી પાસ ।

ખરી વેળામાં ન ખસવું, હરિ જાણી પોતાનો દાસ ॥૩॥

વસમી વેળાએ વાલમાં, વળી વળી કરજો વા’રને1

સંકટમાં શ્રીહરિ સ્વામી, શ્યામળા કરજો સારને2 ॥૪॥

અંતવેળા છે વસમી, એમ વદે છે વેદ પુરાણ ।

તેહ સમે તમે તરત આવી, સાર લેજો શ્યામ સુજાણ ॥૫॥

ઊઠે દેવતા અંગના, એક દંડો3 ચાલે વળી શ્વાસ ।

તેહ સમે તમે સંભાળજો, મારા અલબેલા અવિનાશ ॥૬॥

માગું છું એહ મહાપ્રભુ, દુઃખ ફોજ4 કરજો દૂર ।

વ્યાધિમાં વ્યાકુળ વેળા, શ્રીહરિ રે’જો હજૂર ॥૭॥

છેલ્લી ભલામણ એ જ છે, કરજો વસમી વેળાએ વા’ર ।

વારમવાર વિનતિ કરી, કહે નિષ્કુળાનંદ નિરધાર ॥૮॥ કડવું ॥૩૮॥

કડવું 🏠 home ગ્રંથ મહિમા કડવું – ૧ કડવું – ૨ કડવું – ૩ કડવું – ૪ પદ – ૧ કડવું – ૫ કડવું – ૬ કડવું – ૭ કડવું – ૮ પદ – ૨ કડવું – ૯ કડવું – ૧૦ કડવું – ૧૧ કડવું – ૧૨ પદ – ૩ કડવું – ૧૩ કડવું – ૧૪ કડવું – ૧૫ કડવું – ૧૬ પદ – ૪ કડવું – ૧૭ કડવું – ૧૮ કડવું – ૧૯ કડવું – ૨૦ પદ – ૫ કડવું – ૨૧ કડવું – ૨૨ કડવું – ૨૩ કડવું – ૨૪ પદ – ૬ કડવું – ૨૫ કડવું – ૨૬ કડવું – ૨૭ કડવું – ૨૮ ગ્રંથ મહિમા પદ – ૭ કડવું – ૨૯ કડવું – ૩૦ કડવું – ૩૧ કડવું – ૩૨ પદ – ૮ કડવું – ૩૩ કડવું – ૩૪ કડવું – ૩૫ કડવું – ૩૬ પદ – ૯ કડવું – ૩૭ કડવું – ૩૮ કડવું – ૩૯ કડવું – ૪૦ પદ – ૧૦ કડવું – ૪૧ કડવું – ૪૨ કડવું – ૪૩ કડવું – ૪૪ પદ – ૧૧