હરિબળગીતા

કડવું – ૩૫

આપણા ગુણમાં અવિદ્યા રહીજી, અતિશય ઝીણી ઓળખાય નહિજી ।

સ્વભાવ સરિખી રહી છે થઈજી, તેણે મૂંઝવ્યા મોટા મોટા કંઈજી ॥૧॥

ઢાળ

મોટા મોટા કંઈ મૂંઝવ્યા, મનાવી ગુણનું માન ।

અંતરમાંઈ બેઠી અજા,1 તે જોરે કરે છે જ્યાન ॥૨॥

કવિમાં થઈ કવિરૂપે, ગાયકમાં ગાયક થઈ ।

પંડિતમાં થઈ પંડિતરૂપે, તેને કેણે કળી નઈ ॥૩॥

દીનમાં થઈ દીનરૂપે, થઈ દાતારમાંહિ દાતાર ।

જોગી જતિ2 તપસી સંન્યાસી, વર્ણાશ્રમરૂપે અપાર ॥૪॥

ભૂપમાં થઈ ભૂપરૂપે, ધનવાનમાં ધનવાન ।

ઉચ્ચ નીચ નરનારમાં, જ્યાં જેવું અભિમાન ॥૫॥

આપાપર3 ને ચર અચર, સૌને અંતરે વસી અજા ।

પર પોતાનાં પરઠી, કરે છે બેઠી કજા4 ॥૬॥

આવ્યો ગુણ જે આપમાં, તેનું બળ લઈ બોલે ઘણું ।

એમ અવિદ્યાયે ફેરવ્યું, શીશ તે સૌ જનતણું ॥૭॥

ભૂલ્યા દિશ ભગવાનની, લીધી આપણા ગુણની ઓટ5

નિષ્કુળાનંદ એ નરને, ખરા ખરી ગઈ છે ખોટ ॥૮॥ કડવું ॥૩૫॥

કડવું 🏠 home ગ્રંથ મહિમા કડવું – ૧ કડવું – ૨ કડવું – ૩ કડવું – ૪ પદ – ૧ કડવું – ૫ કડવું – ૬ કડવું – ૭ કડવું – ૮ પદ – ૨ કડવું – ૯ કડવું – ૧૦ કડવું – ૧૧ કડવું – ૧૨ પદ – ૩ કડવું – ૧૩ કડવું – ૧૪ કડવું – ૧૫ કડવું – ૧૬ પદ – ૪ કડવું – ૧૭ કડવું – ૧૮ કડવું – ૧૯ કડવું – ૨૦ પદ – ૫ કડવું – ૨૧ કડવું – ૨૨ કડવું – ૨૩ કડવું – ૨૪ પદ – ૬ કડવું – ૨૫ કડવું – ૨૬ કડવું – ૨૭ કડવું – ૨૮ ગ્રંથ મહિમા પદ – ૭ કડવું – ૨૯ કડવું – ૩૦ કડવું – ૩૧ કડવું – ૩૨ પદ – ૮ કડવું – ૩૩ કડવું – ૩૪ કડવું – ૩૫ કડવું – ૩૬ પદ – ૯ કડવું – ૩૭ કડવું – ૩૮ કડવું – ૩૯ કડવું – ૪૦ પદ – ૧૦ કડવું – ૪૧ કડવું – ૪૨ કડવું – ૪૩ કડવું – ૪૪ પદ – ૧૧