હરિબળગીતા

કડવું – ૧૪

ભવ બ્રહ્માને આવી ગઈ ભૂલજી, ખરી ખોવાણી લાજ અમૂલજી ।

ત્યારે સુર અસુરનાં શિયાં શૂલજી,1 અંતર અરિ2 આગે ન રહી કેની ફૂલજી3 ॥૧॥

ઢાળ

અંતઃશત્રુ અજીત છે, પળે પળે પાડે છે ફેર ।

હંમેશ હરિભક્તપણું, રે’વા ન દિયે કોય વેર4 ॥૨॥

ક્ષણક્ષણમાં ખોટા ખરા, ઘણા ઘણા ઘડે છે ઘાટ ।

તેણે કરી ત્રિલોકમાં, નાના મોટા એક વાટ5 ॥૩॥

કામ ક્રોધ લોભે વળી, લીધી નહિ કેની લાજ ।

ઓશિયાળા સહુ અંતરે, રહે નર અમર સુરરાજ ॥૪॥

વિકટ છે એહ વારતા, હરિભક્ત રે’વું હંમેશ ।

દાઘ ન લાગે દલમાં, કામ ક્રોધ લોભનો લેશ ॥૫॥

મોટા મેશના મંદિરમાં, વસવું શ્વેત વસન6

લાગે નહિ મેશ લુગડે, એવા તો કોઈક જન ॥૬॥

વેરિને વાસે7 વસવું, વળી રાખવી ઊગરવા આશ ।

કુશળ નર તે કેમ રહે, વે’લો મોડો થાય વણાસ8 ॥૭॥

અદોષ રહેવું એહથી, એવી સુણી નહિ કોઈ રીત ।

નિષ્કુળાનંદ એ નવું નથી, સહુ વિચારી જુવો ચિત્ત ॥૮॥ કડવું ॥૧૪॥

કડવું 🏠 home ગ્રંથ મહિમા કડવું – ૧ કડવું – ૨ કડવું – ૩ કડવું – ૪ પદ – ૧ કડવું – ૫ કડવું – ૬ કડવું – ૭ કડવું – ૮ પદ – ૨ કડવું – ૯ કડવું – ૧૦ કડવું – ૧૧ કડવું – ૧૨ પદ – ૩ કડવું – ૧૩ કડવું – ૧૪ કડવું – ૧૫ કડવું – ૧૬ પદ – ૪ કડવું – ૧૭ કડવું – ૧૮ કડવું – ૧૯ કડવું – ૨૦ પદ – ૫ કડવું – ૨૧ કડવું – ૨૨ કડવું – ૨૩ કડવું – ૨૪ પદ – ૬ કડવું – ૨૫ કડવું – ૨૬ કડવું – ૨૭ કડવું – ૨૮ ગ્રંથ મહિમા પદ – ૭ કડવું – ૨૯ કડવું – ૩૦ કડવું – ૩૧ કડવું – ૩૨ પદ – ૮ કડવું – ૩૩ કડવું – ૩૪ કડવું – ૩૫ કડવું – ૩૬ પદ – ૯ કડવું – ૩૭ કડવું – ૩૮ કડવું – ૩૯ કડવું – ૪૦ પદ – ૧૦ કડવું – ૪૧ કડવું – ૪૨ કડવું – ૪૩ કડવું – ૪૪ પદ – ૧૧