હરિબળગીતા
કડવું – ૩૭
એમ સમજે છે સંત સુજાણજી, બીજા કરે છે બહુ ખેંચાતાણજી ।
આપાપરને પરઠી પ્રમાણજી, હેતુ વિના સહુ થાય હેરાણજી ॥૧॥
ઢાળ
હેરાણ થાય છે હેતુ વિના, તે તો અણસમઝણ આપણી ।
જેમ એરણ લુહારની, પર તાપે તે પીડા તાપની ॥૨॥
જેમ અંબર1 સુંદર ઓઢીયે, તે હોય કૂચ્યની2 કંડુવે3 ભરું4 ।
અળગું ન કરીએ અંગથી, તો દુઃખનું નાવે સરુ5 ॥૩॥
જેમ માથે મેષનો મોટલો,6 કોઈ ઉપાડે કોયલા7 તણો ।
ખપ ન આવે ખાધાતણો, લાગે ડાઘ લૂગડે ઘણો ॥૪॥
મેલે તો મેલાય ખરા, ગુણ અવગુણ બેઉ બોજ8 ।
અણસમજે ઉપાડી ફરે, ખરી કર્યા વિના ખોજ ॥૫॥
જેમ તરવું ઊંડા તોયને, માથે હીરા પથરા મોટ છે ।
તેમ ગુણ અવગુણ જક્તના, ખરા દેનારા ખોટ છે ॥૬॥
હરિભક્તને હૈયામાંઈ, વિચારવું તે વારમવાર ।
વો’રવા9 નહિ વિષ વ્યાળ વીંછી, એ છે દુઃખના દેનાર ॥૭॥
જે જે વળગે આ જીવને, થાય અટપટું10 કરતાં અળગે ।
નિષ્કુળાનંદ આ જક્ત ઉપાધિ, વણ વળગાડી વળગે ॥૮॥ કડવું ॥૩૭॥