હરિબળગીતા

કડવું – ૨૮

જીવ કરી પુણ્ય જો પ્રભુ થવાયજી, તો પ્રભુ પૃથવીમાં કેમ માયજી1

ઘર ઘર પ્રત્યે સૌ પ્રભુ કે’વાયજી, પછી ધાર્યું સહુનું સરખું ન થાયજી ॥

ધાર્યું ન થાય ધરા ઉપરે, વળી આકાશમાં પણ એક ।

એ મત અણસમજુ તણો, તમે સમજુ સમજો વિવેક ॥૨॥

જોને એક જ રીતિ ને એક જ નીતિ, વળી એક જ ક્રિયા અમૂલ2

જેમ જેનો ઉદ્‌ભવ3 કર્યો, તેમાં પડતી નથી ભૂલ ॥૩॥

જેમ જેને રાખ્યાં ઘટે, તેમ રાખ્યાં ચર4 અચર5

મેલે ન કોઈ મરજાદને, ભૂમિ વ્યોમે નર અમર ॥૪॥

શેષ સાહી6 રહ્યા પૃથવી, દશ દિશે રહ્યા દિગપાળ ।

સિંધુ ન મૂકે મર્યાદને, હદ મૂકે ન માયા કાળ ॥૫॥

તેહ એક પ્રભુની આગન્યા, સહુ માને છે શ્રદ્ધાય ।

પોત પોતાની રીતમાં, ફેર પાડવા ન દિયે કાંય ॥૬॥

એ ઘણે પ્રભુએ ઘડ્ય7 ન બેસે, તમે જુવો વિચારી વાત ।

સ્વર્ગ મૃત્યુ પાતાળમાં, ઘણી અગણિતે ઉતપાત8 ॥૭॥

માટે મનમાં માનવું, કર્યુ એક હરિનું થાય છે ।

નિષ્કુળાનંદ નિગમ તેને, નેતિ નેતિ કરી ગાય છે ॥૮॥

 

પદ – ૭

રાગ – પરજ (‘મન રે માન્યું નંદલાલશું’ એ ઢાળ)

નેતિ નેતિ કરી નિગમ જેના, ગુણ નિશદિન ગાયે રે ।

એહ જેવા તો એક જ એ છે, બીજે કેમ થવાય રે ॥૧॥

સૂરજ સરખો એક સૂરજ છે, શશી સરીખો શશી રે ।

સિંધુ9 સરીખો એક સિંધુ છે, એને ઉપમા કશી રે ॥૨॥

શૂન્ય10 સરિખો એક શૂન્ય છે, સમીર11 સરીખો સમીર રે ।

તેજ સરિખું એક તેજ છે, નીર સરીખું નીર રે ॥૩॥

એમ પ્રભુ સરીખા એક પ્રભુ છે, બીજો ન હોય બરાબરી રે ।

નિષ્કુળાનંદ કે’ નિશ્ચય કરીને, માની લીયો વાત ખરી રે ॥૪॥ પદ ॥૭॥

કડવું 🏠 home ગ્રંથ મહિમા કડવું – ૧ કડવું – ૨ કડવું – ૩ કડવું – ૪ પદ – ૧ કડવું – ૫ કડવું – ૬ કડવું – ૭ કડવું – ૮ પદ – ૨ કડવું – ૯ કડવું – ૧૦ કડવું – ૧૧ કડવું – ૧૨ પદ – ૩ કડવું – ૧૩ કડવું – ૧૪ કડવું – ૧૫ કડવું – ૧૬ પદ – ૪ કડવું – ૧૭ કડવું – ૧૮ કડવું – ૧૯ કડવું – ૨૦ પદ – ૫ કડવું – ૨૧ કડવું – ૨૨ કડવું – ૨૩ કડવું – ૨૪ પદ – ૬ કડવું – ૨૫ કડવું – ૨૬ કડવું – ૨૭ કડવું – ૨૮ ગ્રંથ મહિમા પદ – ૭ કડવું – ૨૯ કડવું – ૩૦ કડવું – ૩૧ કડવું – ૩૨ પદ – ૮ કડવું – ૩૩ કડવું – ૩૪ કડવું – ૩૫ કડવું – ૩૬ પદ – ૯ કડવું – ૩૭ કડવું – ૩૮ કડવું – ૩૯ કડવું – ૪૦ પદ – ૧૦ કડવું – ૪૧ કડવું – ૪૨ કડવું – ૪૩ કડવું – ૪૪ પદ – ૧૧