સારસિદ્ધિ

કડવું - ૧૫

રાગ: ધન્યાશ્રી

બૃહત વૈરાગ્યની વાત છે મોટીજી, તે વિના સર્વે સમજણ ખોટીજી ।

શીદને મરિયે એમાં શિર કૂટીજી, બા’ર હૈયાની આંખ્ય કેમ ફૂટીજી ॥૧॥

રાગ: ઢાળ

ફૂટી આંખ્ય અંતરની, તે સુખ દુઃખ સૂઝે નહિ ।

વૈરાગ્ય વિના વાત સુધી,1 બુઝાવતાં બૂઝે2 નહિ ॥૨॥

બૃહત વૈરાગ્ય વિના કોણ, બેઠો ઠાઉકો3 ઠરીને ।

વૈરાગ્ય જાણો વિપ્ર વિવા’માં, હાથોહાથ સોંપે હરિને ॥૩॥

જેમ જુવતિને પતિ પામવા, જોયે બીજો કરતલ મેળાપ ।

તેમ જનને જગદીશ મળવા, બૃહત વૈરાગ્ય મેળવે આપ ॥૪॥

પ્રથમ પે’લાં કામ પડે, હરિ વરવા બૃહત વૈરાગ્યનું ।

જેણે કરી પિયુ પામિયે, વામિયે મેણું દૂવાગનું4 ॥૫॥

વર વર્યા વિના વનિતા, કોયે સુખ ન પામે સુંદરી ।

મોર્યે કહ્યાં સુખ મોટાં મોટાં, પામે વૈરાગ્યવાન વરતાં હરિ ॥૬॥

વર વરવા ઇચ્છા કરે, તો આપે જરીનો5 એહ ।

તૈયે જરૂર વર એને વરશે, એહ વાતમાં નથી સંદેહ ॥૭॥

ચોક્કસ ઓઢી જેણે એ ચુંનડી, અખંડ વરની અંગ ।

એવા જન જે જગ્તમાં, તેનો રહી ગયો રૂડો રંગ ॥૮॥

પ્રથમ કહ્યાં એવાં સુખ પામવા, બૃહત વૈરાગ્યમાં છે જો વડાઈ,

તેહ વિના તોળી તપાસ્યું, સુખ ના દીઠું કહું ક્યાંઈ ॥૯॥

વારમવાર વિચાર કરી, મોટપ વૈરાગ્યની લૈ લખી ।

નિષ્કુળાનંદ કહે નરને, નથી સુખ બૃહત વૈરાગ્ય પખી ॥૧૦॥

કડવું 🏠 home