સારસિદ્ધિ

કડવું - ૪૮

સારસિદ્ધિ સુંદર ગ્રંથ છે સારોજી, સહુ શાણા મનમાં વિચારોજી

પ્રગટ ઉપાસીને લાગશે પ્યારોજી, દુઃખ ટળી સુખનો આવશે વારોજી

વારો આવશે સુખનો, સાંભળતામાં સાર શિરોમણિ ॥

પ્રીત થાશે પ્રભુ પ્રગટમાં, ઘનશ્યામ માંઈ ઘણી ઘણી ॥૨॥

અન્ય સુખથી મન ઉતારી, પ્રગટમાં સુખ પેખશે ॥

લોકાલોકની1 લાલચ્ય મેલી, સુખ ધર્મસુતમાં લેખશે2 ॥૩॥

જગસુખ અભાવની જુગતી, અતિ કહિ છે જો કથીકથી ॥

સમજ્યા સરખી સુલભ છે, વાત અતિ રતી3 ઊંડી નથી ॥૪॥

વૈરાગ્ય ભક્ત ધર્મની, વાત સારી પેઠ્યે સૂચવી ॥

જ્ઞાનની પણ થોડી ઘણી, ચોકસપણે ચોખી ચવી4 ॥૫॥

અસંત સંતની વારતા, તેહ પણ કાંઈક કહી છે ॥

સાંગોપાંગ સમજવા, ઘણી ઘણી ગ્રંથોમાં રહી છે ॥૬॥

સાર સાર શોધી કહ્યું, જે જે જાણ્યામાં મારે આવિયું ॥

તેહ તેહ તપાસી તને મને, કાંઈક કાંઈક કા’વિયું ॥૭॥

મુમુક્ષુને મગન કરવા, આમાં વાત છે વિધવિધની ॥

નથી છાની છે વાત છતી,5 પ્રભુ પ્રગટ પ્રસિદ્વની ॥૮॥

ખરા ખપવાળાને ખોળતાં, માનો વાત આવી તે મળે નહિ ॥

ત્યાર તરછટ6 તાંદુલા,7 કરી દીધા છે સુંદર લહિ ॥૯॥

આ ગ્રંથ ગાશે સુણશે, રે’શે એમાં કહ્યું એવી રીત ॥

નિષ્કુળાનંદ એ નરનાં, ઊઘડશે ભાગ્ય અમિત8 ॥૧૦॥

કડવું 🏠 home