સારસિદ્ધિ

કડવું - ૪૪

સ્વામી સહજાનંદ જે જને સેવ્યાજી, તેને ન રહ્યું કાંઈ કરવાનું કે’વાજી

સૌપરી1 શિરોમણિ મળ્યા હરિ એવાજી, એવી નથી ઉપમા એને બીજી દેવાજી

ઉપમા નથી એવી આપવા, જોઈ જોઈ જોયું જરૂર ॥

ચૌદ લોકમાં જોયું ચિંતવી, એ સમ ન સમજાણું ઉર ॥૨॥

અનેક તન ધરી હરિ, વિચર્યા વસુંધરા માંઈ ॥

તેના મળેલ તપાસિયા, સુખ પામ્યા ન પામ્યા કાંઈ ॥૩॥

આજની તો અલેખે2 વાત છે, અઢળ ઢળ્યા છે અલબેલ ॥

હળ્યા મળ્યા હરિ હેતે કરી, વળી વાળી રંગડાની રેલ ॥૪॥

જમ્યા રમ્યા જોડ્યે રહ્યા, દયા કરી દીન દયાળ ॥

સમે સમે સુખ આપિયાં, કાપિયાં દુઃખ વિશાળ ॥૫॥

અરસ પરસ એકમેક રહ્યા, અંતરાય ન રહિ અણુભાર ॥

અનંત અવતાર આવિયા અવનિએ, પણ આંક વાળિયો3 આ વાર ॥૬॥

અનેક પ્રતાપ અનેક પરચા, અનેક ઉદ્ધારિયા જન ॥

કોયે વાતની કસર નહિ, એવા સહજાનંદ ભગવન ॥૭॥

અનંત સામર્થી અનંત ઐશ્વર્ય, અનંત પરાક્રમ અપાર ॥

અનંત ધામના ધણી હરિ, વળી અનંત શક્તિ આધાર ॥૮॥

સહુ ઉપર એ શ્રીહરિ, એની ઉપર નહિ કોઈ એક ॥

પૂરણ બ્રહ્મ પુરુષોત્તમ પોતે, એને આધારે બીજા અનેક ॥૯॥

એવા પ્રતાપી પ્રભુ મળ્યા, તેના ટળિયા સર્વે તાપ ॥

નિષ્કુળાનંદ શ્રીહરિ સંબંધે, શુદ્ધ થયા જન આપ ॥૧૦॥

કડવું 🏠 home