સારસિદ્ધિ

કડવું - ૨

રાગ: ધન્યાશ્રી

પ્રભુ પ્રસન્ન કરવા કરે છે ઉપાયજી, જૂજવા જૂજવા આ જગમાંયજી ।

જેવી રુચિ જનની જેવો અભિપ્રાયજી, તે વિના બીજું કરે નહિ કાંયજી ॥૧॥

રાગ: ઢાળ

કરે નહિ બીજું કોઈ દિન, કરે તેમ માન્યું જેમ મન ।

મતિ ન પો’તી વૈરાગ્ય વિના, વણ સમઝે આદરે સાધન ॥૨॥

કોઈ કહે જપે હરિ રીઝશે, કોઈ કહે તપે તતકાળ ।

કોઈ કહે તર્ત તીર્થથી, રાજી થાશે દીનદયાળ ॥૩॥

કોઈ કહે જોગ જગ્ન કરતાં, પ્રસન્ન થાશે પરબ્રહ્મ ।

કોઈ કહે વ્રત નિયમ રાખતાં, શ્રીહરિ થાશે સુગમ ॥૪॥

કોઈ કહે કરવત લીધે,1 સિધે કમળ પૂજાથી2 કામ ।

કોઈ કહે પા’ડ ચઢી પડતાં, રાજી થાય શ્રીહરિ શ્યામ ॥૫॥

કોઈ કહે હિમાળે હાડ ગાળે,3 બાળે દાવાનળે દેહ ।

તો જરૂર રાજી થાશે જીવન, એહ વાતમાં નથી સંદેહ ॥૬॥

કોઈ કહે ધન ત્રિયા ત્યાગે, ત્યાગે ઘર કરે વનવાસ ।

કોઈ કહે વેષ કેશ વધાર્યે, કોઈ કહે ફર્યે ઉદાસ ॥

કોઈ કહે દિગંબર અન્ન અલૂણે,4 કોઈ કહે ફળ દળ જળપાન ।

કોઈ કહે પય5 પવન પીતાં, કેમ રાજી ન થાય ભગવાન ॥૮॥

કોઈ કહે મુખે મુન્ય ગ્રહિયે, રહિયે અણવાણ6 અહોનિશ ।

કોઈ કહે પંચ અગનિ7 તાપી, રાજી કરિયે જગદીશ ॥૯॥

એહ વિના અનેક ઉપાયે, રાજી કરવા ઇચ્છે છે રામ ।

નિષ્કુળાનંદ એ ભક્ત ભલા, પણ નકી નથી નિષ્કામ ॥૧૦॥

કડવું 🏠 home