હરિબળગીતા

કડવું – ૪૨

વિશ્રામ છો વા’લા વસમે સમેજી, જ્યારે નિજજનને દુષ્ટ આવી દમેજી ।

તે તમારા સંત ઘણું ઘણું ખમેજી, પણ તેનું દુઃખ તમને નવ ગમેજી ॥૧॥

ઢાળ

ગમે નહિ ગરીબ પીડતાં, તમે કરો છો ક્રોધ તેહ કારજે ।

દાસનાં દુઃખ ટાળવા, રાખતા નથી આળસ રજે1 ॥૨॥

શીઘ્ર રહો છો સ્વામી મારા, તે સંતનાં સંકટ ટાળવા ।

અખંડ રે’ છે બહુ અંતરે, તાન પોતાના જન પાળવા ॥૩॥

ક્ષણ એક ખમી ન શકો, પીડા જન પોતાના તણી ।

એને અર્થે અલબેલડા, કરો છો જતન ઘણી ॥૪॥

માટે નિઃશંક નિજજન રે’ છે, વિઘ્ન કોઈ વ્યાપતું નથી ।

સા’ય કરો છો જે સંતની, તે કે’વાતું નથી કથી ॥૫॥

ગુણ તમારા ગણતાં, આવતો નથી વળી અંત ।

એવું વા’લું નથી અંગ આપનું, જેવા વા’લા છે સંત ॥૬॥

જણાય છે મારા જીવમાં, સંત હેતે રો’ છો સાવધાન ।

કહી દેખાડું શું કૃપાનિધિ, ભક્તભયહારી ભગવાન ॥૭॥

સાચા સ્નેહી શ્યામળા, તમે સંતના છો શ્રીહરિ ।

નિષ્કુળાનંદ એ વારતા, ખચિત છે ખરા ખરી ॥૮॥ કડવું ॥૪૨॥

કડવું 🏠 home ગ્રંથ મહિમા કડવું – ૧ કડવું – ૨ કડવું – ૩ કડવું – ૪ પદ – ૧ કડવું – ૫ કડવું – ૬ કડવું – ૭ કડવું – ૮ પદ – ૨ કડવું – ૯ કડવું – ૧૦ કડવું – ૧૧ કડવું – ૧૨ પદ – ૩ કડવું – ૧૩ કડવું – ૧૪ કડવું – ૧૫ કડવું – ૧૬ પદ – ૪ કડવું – ૧૭ કડવું – ૧૮ કડવું – ૧૯ કડવું – ૨૦ પદ – ૫ કડવું – ૨૧ કડવું – ૨૨ કડવું – ૨૩ કડવું – ૨૪ પદ – ૬ કડવું – ૨૫ કડવું – ૨૬ કડવું – ૨૭ કડવું – ૨૮ ગ્રંથ મહિમા પદ – ૭ કડવું – ૨૯ કડવું – ૩૦ કડવું – ૩૧ કડવું – ૩૨ પદ – ૮ કડવું – ૩૩ કડવું – ૩૪ કડવું – ૩૫ કડવું – ૩૬ પદ – ૯ કડવું – ૩૭ કડવું – ૩૮ કડવું – ૩૯ કડવું – ૪૦ પદ – ૧૦ કડવું – ૪૧ કડવું – ૪૨ કડવું – ૪૩ કડવું – ૪૪ પદ – ૧૧