ધીરજાખ્યાન
કડવું – ૧૨
પ્રગટ્યા નૃસિંહજી પ્રહલાદને કાજજી, બહુ રાજી થઈ બોલિયા મહારાજજી
માગો માગો પ્રહલાદ મુજ થકી આજજી, આપું તમને તેહ સુખનો સમાજજી
આપું સમાજ સુખનો, એમ બોલિયા છે નરહરિ ॥
પ્રહલાદ કહે તમે પ્રસન્ન થયા, હવે શું માગું બીજું ફરી ॥૨॥
મારે તો નથી કાંઈ માગવું, પણ એવું કહેશો મા કોઈને ॥
પંચવિષયમાં પ્રીત જીવને, માગશે રહ્યા છે જેમાં મોઈને ॥૩॥
થોડીક સેવા કરી તમારી, માગે છે મોટા સુખને ॥
એવા વેપારીને ઓળખી, વિષયસુખ દેશો મા વિમુખને ॥૪॥
એમ પ્રહલાદજી ઊચ્ચર્યા, કહ્યો અંતરનો અભિપ્રાય ॥
ધીરજતાનું ધામ ધન્ય, નિષ્કામ કહ્યા ન જાય ॥૫॥
પેખી ભક્ત પ્રહલાદની, એવી આપણે પણ આદરો ॥
નકી પાયો નાખી કરી, ભય તજી ભક્ત કરો ॥૬॥
ભક્ત કહેવાય આ ભવમાં,1 અભક્તપણું અળગું કરો ॥
શુદ્ધ સેવક થઈ ઘનશ્યામના, અમળ2 ભક્ત આદરો ॥૭॥
ભક્તમાં ભેગ ભૂંડાઈનો,3 વળી રતી પણ નવ રાખિયે ॥
ડોરી4 બાંધી5 અંગે દામની,6 વિશવાસી પાસે નવ નાખિયે ॥૮॥
ભક્ત છે બહુ ભાતના, દામ વામ ખૂબ ખાન પાનના ॥
એવું ન થાવું આપણે, થાવું ભક્ત ખરા ભગવાનના ॥૯॥
સેવક થઈ ઘનશ્યામના, ઇચ્છવા સુખ સંસારનાં ॥
નિષ્કુળાનંદ એ ભક્ત નહિ, એ તો લક્ષણ છે ચોર જારનાં7 ॥૧૦॥