ધીરજાખ્યાન

કડવું – ૪૨

પછી પાંચે થયા નળ સમ પ્રમાણજી,1 પતિવ્રતા ધર્મથી પડી ઓળખાણજી

નાખી નળકંઠે વરમાળ સુજાણજી, સુર નર થયા નિરાશી નિરવાણજી

નિરાશી નર અમર ગયા, ત્યારે ઇન્દ્રે કર્યો ઉપાય ॥

આપી કળિને આગન્યા, તું પ્રવેશ કર નળમાંય ॥૨॥

ત્યારે નળ મતિ રતી નવ રહી, રમ્યો દ્યુતવિદ્યા2 ભ્રાત સાથ ॥

રાજ સાજ સુખ સમૃદ્ધિ, લીધી જીતી કર્યો અનાથ ॥૩॥

પછી કાઢ્યાં દંપતી પુરથી, આપી પે’રવા એક અંબર ॥

મૂક્યાં કાઢી મોટા વનમાં, જ્યાં ન લિયે કોઈ ખબર ॥૪॥

જળ ટાણે જળ નવ મળે, અન્ન ટાણે ન મળે અન્ન ॥

ભૂખ પ્યાસનાં ભેળાં ભમે, દુઃખમાંહી નિગમે દન ॥૫॥

મનુષ્ય માત્ર જ્યાં ન મળે, મળે વનવાસી વિકરાળ ॥

ખાવા આવે ખરાં થઈ, તોય ન કરે તન સંભાળ ॥૬॥

ભૂત ભૈરવ ભયંકર ભમે, દમે દુષ્ટ બીજાં આવી દેહને ॥

આપે સંકટ સંતાપે સહું, કહે નહિ કાંઈ તેહને ॥૭॥

જેને સંકટ શરીરમાંય, અણું જેટલો આવ્યો નથી ॥

તેને સંકટ સામટો પડ્યો, જે કહેવાય નહિ મુખથી કથી ॥૮॥

અણવાણાં3 ફરે અરણ્યમાં, ચરણમાં ચાલે રુધીર ॥

તોય અકળાય નહિ અંતરે, સમઝી મને સુધીર ॥૯॥

રાત દિવસ એમ રડવડે,4 પડે અન્ન વિના ઉપવાસ ॥

નિષ્કુળાનંદ કહે એહ વનમાં, ફરે ધરે નહિ તન ત્રાસ ॥૧૦॥

કડવું 🏠 home
કડવું ૧ ★ કડવું ૨ કડવું ૩ કડવું ૪ પદ ૧: ભક્ત થાવું રે ભગવાનનું... ★ કડવું ૫: પ્રહ્‌લાદનું આખ્યાન કડવું ૬: પ્રહ્‌લાદનું આખ્યાન કડવું ૭: પ્રહ્‌લાદનું આખ્યાન કડવું ૮: પ્રહ્‌લાદનું આખ્યાન પદ ૨ કડવું ૯: પ્રહ્‌લાદનું આખ્યાન કડવું ૧૦: પ્રહ્‌લાદનું આખ્યાન કડવું ૧૧: પ્રહ્‌લાદનું આખ્યાન કડવું ૧૨: પ્રહ્‌લાદનું આખ્યાન પદ ૩: ભક્ત સાચા ભગવાનના... કડવું ૧૩: ધ્રુવનું આખ્યાન કડવું ૧૪: ધ્રુવનું આખ્યાન કડવું ૧૫: ધ્રુવનું આખ્યાન કડવું ૧૬: ધ્રુવનું આખ્યાન પદ ૪ કડવું ૧૭: ધ્રુવનું આખ્યાન કડવું ૧૮: હરિશ્ચંદ્રનું આખ્યાન★ કડવું ૧૯: હરિશ્ચંદ્રનું આખ્યાન★ કડવું ૨૦: હરિશ્ચંદ્રનું આખ્યાન★ પદ ૫: સત્યવાદી સંત સંકટને સહે... કડવું ૨૧: હરિશ્ચંદ્રનું આખ્યાન★ કડવું ૨૨: હરિશ્ચંદ્રનું આખ્યાન★ કડવું ૨૩: હરિશ્ચંદ્રનું આખ્યાન★ કડવું ૨૪: હરિશ્ચંદ્રનું આખ્યાન★ પદ ૬ કડવું ૨૫: હરિશ્ચંદ્રનું આખ્યાન★ કડવું ૨૬ કડવું ૨૭: રંતિદેવનું આખ્યાન★ કડવું ૨૮: રંતિદેવનું આખ્યાન★ પદ ૭: કઠણ કસોટી મોટી મહારાજની... કડવું ૨૯: મયૂરધ્વજનું આખ્યાન ★ કડવું ૩૦: મયૂરધ્વજનું આખ્યાન ★ કડવું ૩૧: મયૂરધ્વજનું આખ્યાન ★ કડવું ૩૨: મયૂરધ્વજનું આખ્યાન ★ પદ ૮ ★ કડવું ૩૩: મયૂરધ્વજનું આખ્યાન ★ કડવું ૩૪: ઋભુરાયનું આખ્યાન કડવું ૩૫: ઋભુરાયનું આખ્યાન કડવું ૩૬: ઋભુરાયનું આખ્યાન પદ ૯: દોયલું થાવું હરિદાસ રે સંતો... કડવું ૩૭: શિબિ રાજાનું આખ્યાન ★ કડવું ૩૮: શિબિ રાજાનું આખ્યાન ★ કડવું ૩૯ કડવું ૪૦: જનક રાજાનું આખ્યાન પદ ૧૦: શીદને રહિયે રે કંગાલ રે સંતો... કડવું ૪૧: નળ રાજાનું આખ્યાન કડવું ૪૨: નળ રાજાનું આખ્યાન કડવું ૪૩: નળ રાજાનું આખ્યાન કડવું ૪૪: નળ રાજાનું આખ્યાન પદ ૧૧: કરિયે રાજી ઘનશ્યામ રે સંતો... કડવું ૪૫: અંબરીષ રાજાનું આખ્યાન કડવું ૪૬: વિભીષણનું આખ્યાન કડવું ૪૭: સુધનવાનું આખ્યાન કડવું ૪૮ પદ ૧૨: ધીરજ સમ નહિ ધન રે સંતો... કડવું ૪૯: જડભરતનું આખ્યાન કડવું ૫૦: જડભરતનું આખ્યાન કડવું ૫૧: શુકદેવનું આખ્યાન કડવું ૫૨: નારદમુનિનું આખ્યાન પદ ૧૩: સાચા સંતે અત્યંત રાજી... કડવું ૫૩: સનકાદિકનું આખ્યાન કડવું ૫૪: જાજળી ઋષિનું આખ્યાન કડવું ૫૫: અરુણી/ઉપમન્યુ આખ્યાન કડવું ૫૬ પદ ૧૪: સાચા ભક્તની રીત સર્વે... કડવું ૫૭: મુદ્‌ગલ ઋષિનું આખ્યાન કડવું ૫૮ કડવું ૫૯: જયદેવનું આખ્યાન★ કડવું ૬૦: જયદેવનું આખ્યાન★ પદ ૧૫: ક્ષમાવંત સંત અત્યંત સુખ... કડવું ૬૧ કડવું ૬૨ કડવું ૬૩ કડવું ૬૪ પદ ૧૬: ધન્ય ધન્ય ધન્ય કહું સાચા સંતને... પદ ૧૭: આજ આનંદ મારા ઉરમાં...